Moeen Ali પર ISIS વાળી કોમેન્ટથી ભડક્યા જોફ્રા આર્ચર, Taslima Nasreen ને સંભળાવી દીધું

પોતાને ટીકાથી ઘેરાતા જોઇ તસ્લીમા નસરીને તે વિવાદીત ટ્વીટ ડિલીટ કરવું પડ્યું. તમને જણાવી દઇએ કે તસ્લીમા નસરીનને તેમના લેખનના લીધે મુસ્લિમ સમુદાયો દ્રારા તેમને સ્વીડનની નાગરિકતા લેવી પડી હતી. 

Moeen Ali પર ISIS વાળી કોમેન્ટથી ભડક્યા જોફ્રા આર્ચર, Taslima Nasreen ને સંભળાવી દીધું

નવી દિલ્હી: બાંગ્લાદેશની લેખિકા તસ્લીમા નસરી (Taslima Nasreen) ને મોઇન અલીને લઇને વિવાદિત કોમેન્ટથી દરેકને નારાજ કરી દીધા છે. તસ્લીમા નસરીને તાજેતરમાં જ ટ્વિટર પર મોઇન અલી (Moeen Ali) ને લઇને કોમેન્ટ કરતાં લખ્યું, 'મોઇન અલી જો ક્રિકેટ રમતા ન હોત તો તે સીરિયા જઇને ISIS ને જોડાઇ જાત. તમને જણાવી દઇએ કે તસ્લીમા નસરીને આમ એટલા માટે કહ્યું કારણ કે તાજેતરમાં જ મોઇન અલીએ ચેન્નઇ સુપર કિંગ (Chennai Super kings) ની જર્સી પર લાગેલા બીયરના લોકોને હટાવવાની માંગ કરી હતી. 

ઇંગ્લેંડ (England) ક્રિકેટ ટીમમાં મોઇન અલી (Moeen Ali) ની સાથે ખેલાડી જોફ્રા આર્ચર (Jofra Archer) એ તસ્લીમા નસરીન (Taslima Nasreen) ને તેમના આવા વિવાદિત કોમેન્ટ માટે નિશાના પર લીધા. આ વિવાદ ટ્વીટ બાદ જોફ્રા આર્ચરએ તસ્લીમા નસરીનને જવાબ આપતાં લખ્યું કે 'શું તમે ઠીક છો? મને લાગતું નથી કે તમે ઠીક હોવ. 

જોફ્રા આર્ચર (Jofra Archer) ઉપરાંત ટ્વિટર પર ફેન્સે તસ્લીમા નસરીનની ફેન્સની જોરદાર ક્લાસ લગાવી. ત્યારબાદ તસલીમાએ ટ્વિટર પર લખ્યું 'નફર કરનારને ખબર પડવી જોઇએ કે મોઇન અલી પર કરવામાં આવેલું ટ્વીટ મજાકમાં કરવામાં આવ્યું હતું. પરંતુ તેમણે મને પરેશાન કરવાનો એક મુદ્દો બનાવી લીધો. કારણ કે મુસ્લિમ સમાજને સેકુલર બનાવવા અને ઇસ્લામી કટ્ટરતાનો વિરોધ કરું છું. માનવતાનું સૌથી મોટું દુર્ભાગ્ય એ છે કે મહિલા સમર્થક વામપંથી મહિલા વિરોધી ઇસ્લામિકનું સમર્થન કરે છે. 

ત્યારબાદ જોફ્રા આર્ચર (Jofra Archer) એ તસ્લીમા નસરીનને જવાબ આપતાં લખ્યું 'મજાક? કોઇ હસી રહ્યું નથી. તમે પોતે પણ નહી. તમે બસ એટલું કરી શકો છો કે તમારા ટ્વીટને ડિલીટ કરો. 

પોતાને ટીકાથી ઘેરાતા જોઇ તસ્લીમા નસરીને તે વિવાદીત ટ્વીટ ડિલીટ કરવું પડ્યું. તમને જણાવી દઇએ કે તસ્લીમા નસરીનને તેમના લેખનના લીધે મુસ્લિમ સમુદાયો દ્રારા તેમને સ્વીડનની નાગરિકતા લેવી પડી હતી. 

તમને જણાવી દઇએ કે ચેન્નઇએ 2021ની હરાજીમાં તેમને 7 કરોડમાં ખરીદ્યો. તે પહેલાં તે RCB નો ભાગ હતા. મોઇન અલી આઇપીએલની 14મી સીઝનમાં ચેન્નઇ સુપર કિંગ્સ તરફથી રમતાં જોવા મળશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news