પાકિસ્તાન ટીમના મુખ્ય કોચે કહ્યુ- બોલરને પહેરાવી દો માસ્ક, બોલ પર નહીં લગાવી શકે લાળ

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અનિલ કુંબલેની આગેવાની વાળી આઈસીસી ક્રિકેટ સમિતિએ આ ભલામણ વચગાળાના આધાર પર કરી છે, કારણ કે કોરોના વાયરસ થૂકથી પણ ફેલાઇ છે.

 પાકિસ્તાન ટીમના મુખ્ય કોચે કહ્યુ- બોલરને પહેરાવી દો માસ્ક, બોલ પર નહીં લગાવી શકે લાળ

કરાચીઃ પાકિસ્તાન ટીમના મુખ્ય કોચ અને ચીફ સિલેક્ટર મિસ્બાહ ઉલ હકે કહ્યુ કે, બોલરો માટે આઈસીસીની નવી ગાઇડલાઇનને ફોલો કરવામાં મુશ્કેલી થશે, જેમાં બોલ પર લાળનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ક્રિકેટ ફરી શરૂ કરવા માટે આઈસીસીએ કેટલાક દિશા-નિર્દેશ જારી કર્યાં છે, જેમાં ઘણી વાતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે કે કોરોના વાયરસને કોઈપણ સ્થિતિમાં ફેલાતો અટકાવવો છે. 

મિસ્બાહે તેની ખાતરી કરવા માટે બોલરો માટે એક માસ્કનો પ્રસ્તાવ રાખ્યો છે કે સ્વાભાવિક રૂપથી બોલ પર લાળ લગાવવાનો પ્રયત્ન ન કરે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઈસીસી)એ ભલામણ કરી છે કે ક્રિકેટની યજમાની કરવા માટે 14 દિવસનું પ્રી-મેચ આઇસોલેશન  હોવું જોઈએ, જેથી તે નક્કી કરી શકાય કે ટીમના બધા ખેલાડી કોવિડ-19થી સુરક્ષિત રહે. આઈસીસી ક્રિકેટ કમિટિએ બોલ પર લાળ લગાવવા પર પણ પ્રતિબંધની ભલામણ કરી છે. 

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અનિલ કુંબલેની આગેવાની વાળી આઈસીસી ક્રિકેટ સમિતિએ આ ભલામણ વચગાળાના આધાર પર કરી છે, કારણ કે કોરોના વાયરસ થૂકથી પણ ફેલાઇ છે. કુંબલેએ કહ્યુ કે, જ્યારે કોરોના સમાપ્ત થઈ જશે તો ખેલાડીઓને સલાઇવા લગાવવાની મંજૂરી મળશે. મિસ્બાહ ઉલ હકે એક ઇન્ટરવ્યૂમા કહ્યુ કે, તે ખરેખર સરળ નથી (લાળ લગાવ્યા વગર બોલિંગ કરવી) આ એક એવી ટેવ છે જેને ખેલાડી પોતાના ક્રિકેટની શરૂઆતના દિવસોથી વિકસિત કરે છે. ભલે ખેલાડી નવા પ્રતિબંધોને ધ્યાનમાં રાખે, પરંતુ તે સહજ નથી. 

રાજકીય સન્માન સાથે મહાન હોકી ખેલાડી બલબીર સિંહના અંતિમ સંસ્કાર, છેલ્લી યાત્રામાં પણ સાથે રહી હોકી

તેણે કહ્યુ છે, આપણે તેને રોકવા માટે કંઇક કરવુ પડશે. જેમ બોલરોને માસ્ક અથવા અન્ય પ્રતિબંધિત સુરક્ષા પ્રદાન કરવી જેથી તે સહજ રૂપથી લાળનો ઉપયોગ ન કરે. આઈસીસીની અન્ય ગાઇડલાઇન કંઇક આ પ્રમાણે છે કે જો કોખી ખેલાડી કોઈના સંપર્કમાં આવે છે તો તત્કાલ તેણે ખુદને સેનેટાઇઝ કરવો પડશે. ત્યાં સુધી કે તે પોતાની કેપ, ચશ્મા કે નેપકિન અમ્પાયરને નહીં આપી શકે.  મિસ્બાહ ઉલ હકનું માનવુ ખોટુ પણ છે, કારણ કે માસ્ક લગાવીને ભાગ-દોડ કરવામાં મુશ્કેલી આવવાની સંભાવના છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news