IPL 2021: રોમાંચક મેચમાં RCB ની જીત, MI ને 2 વિકેટે હરાવી
મુંબઈ અને આરસીબી (MI vs RCB) વચ્ચે આઇપીએલ 2021 (IPL 2021) ની શરૂઆતની મેચમાં વિરાટ કોહલીની (Virat Kohli) ટીમે જીત મેળવી છે. રોહિત શર્માની (Rohit Sharma) મુંબઈ ઈન્ડિયન્સને (Mumbai Indians) પ્રથમ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો
Trending Photos
ચેન્નાઈ: મુંબઈ અને આરસીબી (MI vs RCB) વચ્ચે આઇપીએલ 2021 (IPL 2021) ની શરૂઆતની મેચમાં વિરાટ કોહલીની (Virat Kohli) ટીમે જીત મેળવી છે. રોહિત શર્માની (Rohit Sharma) મુંબઈ ઈન્ડિયન્સને (Mumbai Indians) પ્રથમ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.
મુંબઇએ બનાવ્યા 159 રન
મુંબઈ ઈન્ડિયન્સની (Mumbai Indians) ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 159 રન બનાવ્યા હતા. મુંબઈ તરફથી ક્રિસ લિન સૌથી વધુ રન બનાવ્યો. તેણે 35 બોલમાં 4 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 49 રન બનાવ્યા. વોશિંગ્ટન સુંદર (Washington Sundar) તેને કેચ અને બોલ્ડ કરાવ્યો.
હર્ષલ પટેલનો જાદુ
આ મેચમાં હર્ષલ પટેલ આરસીબી (RCB) કેપ્તાન વિરાટ કોહલીની (Virat Kohli) આશા પર સંપૂર્ણ ખરો ઉતર્યો છે. તેણે તેની 4 ઓવરના સ્પેલમાં 6.75 ની સરેરાશથી 27 રન આપ્યા અને તેના નામે 5 વિકેટ લીધી. તેણે ઇશાન કિશન, હાર્દિક પંડ્યા, કિરોન પોલાર્ડ, ક્રુનાલ પંડ્યા અને માર્કો જેન્સનને આઉટ કર્યા.
આ પણ વાંચો:- ENG vs NZ: ઈંગ્લેન્ડના પ્રવાસ માટે ન્યૂઝીલેન્ડની ટીમ જાહેર, ભારતીય મૂળના રચિન રવીન્દ્રને મળી તક
મુંબઈની સામે બેસ્ટ બોલિંગ ફિગર
હર્ષલ પટેલે (Harshal Patel) આ મેચમાં પોતાની આઇપીએલ કારકિર્દીનો શ્રેષ્ઠ દેખાવ કર્યો હતો. મુંબઈ ઈન્ડિયન્સ સામે કોઈ પણ બોલરની આ શ્રેષ્ઠ બોલિંગ ફિગર છે. અગાઉ આ રેકોર્ડ રોહિત શર્માના નામે હતો જ્યારે તેણે વર્ષ 2009 માં ડેક્કન ચાર્જર્સ તરફથી રમીને 2 ઓવરમાં 6 રનમાં 4 વિકેટ લીધી હતી.
હેટ્રિકથી ચુક્યો હર્ષલ પટેલ
હર્ષલ પટેલે (Harshal Patel) આરસીબીની બોલિંગ દરમિયાન 20 ઓવરમાં 4 વિકેટ લીધી હતી. તેણે આ ઓવરના પહેલા, બીજા, ચોથા અને છઠ્ઠા બોલથી મુંબઈ ઈન્ડિયન્સના 4 બેટ્સમેનને આઉટ કર્યા. તેની પાસે હેટ્રિક લેવાની મોટી તક હતી પરંતુ તે આ સિદ્ધિ મેળવવામાં ચૂકી ગયો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે