લિયોનેલ મેસીએ કર્યો 100મો ગોલ, શું તૂટશે સર્વાધિક ગોલનો રેકોર્ડ
મેસીના ગોલની મદદથી આર્જેન્ટીનાએ નાઈઝીરિયા વિરુદ્ધ 2-1થી જીત મેળવીને અંતિમ-16માં પ્રવેશ કરી લીધો છે.
Trending Photos
મોસ્કોઃ આર્જેન્ટીનાના સુપરસ્ટાર લિયોનેલ મેસીએ મંગળવારે નાઇઝીરિયા વિરુદ્ધ કરેલા ગોલની સાથે વિશ્વ કપ 2018માં ગોલની સદી પણ પૂરી થઈ ગઈ. મેસીએ મેચની 14મી મિનિટે પોતાના શક્તિનો શાનદાર નમૂનો રજૂ કરી વિશ્વ કપમાં પોતાનું ખાતું ખોલ્યું. આ ટૂર્નામેન્ટનો 100મો ગોલ પણ હતો, જેણે આખરે આર્જેન્ટીનાની જીતનો પાયો નાખ્યો.
વિશ્વકપ 2018માં પ્રથમ 40 મેચ સુધી કુલ 105 ગોલ થયા છે. હવે જ્યારે માત્ર 24 મેચ બાકી છે તો લાગતું નથી કે 1998 અને 2014માં બનેલા 171 ગોલનો રેકોર્ડ તૂટશે. વર્તમાન વિશ્વકપમાં બેલ્જિયમ, ઈંગ્લેન્ડ અને યજમાન રૂસના નામે 8-8 ગોલ છે. કોસ્ટારિકા 32 ટીમોમાં એકમાત્ર ટીમ છે, જે બે મેચમાં એકપણ ગોલ કરી શકી નથી.
જ્યાં સુધી ટૂર્નામેન્ટમાં સર્વાધિક ગોલ કરીને ગોલ્ડન બૂટ મેળવવાનો સવાલ છે તો ઈંગ્લેન્ડના હેરી કેન 5 ગોલ સાથે આ રેસમાં સૌથી આગળ છે. ત્યારબાદ બેલ્જિયમના રોમેલુ લુકાકુ અને પોર્ટુગલનો ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનો નંબર આવે છે. આ બંન્નેના નામે 4-4 ગોલ નોંધાયેલા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે