Melbourne Test: ટ્રેવિસ હેડની સદીની મદદથી ઓસ્ટ્રેલિયા બનાવ્યા 467 રન, ન્યૂઝીલેન્ડની ખરાબ શરૂઆત

બીજા દિવસની રમત સમાપ્ત થઈ ત્યારે રોસ ટેલર અને ટોમ લાથમ ક્રીઝ પર હતા. 
 

Melbourne Test: ટ્રેવિસ હેડની સદીની મદદથી ઓસ્ટ્રેલિયા બનાવ્યા 467 રન, ન્યૂઝીલેન્ડની ખરાબ શરૂઆત

મેલબોર્નઃ પર્થમાં પ્રથમ ટેસ્ટ જીત્યા બાદ ઓસ્ટ્રેલિયાએ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ (Australia vs New Zealand) પોતાની સ્થિતિ મજબૂત કરી લીધી છે. મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર શુક્રવારે બીજા દિવસની રમત પૂર્ણ થઈ ત્યાં સુધી ઓસ્ટ્રેલિયાએ પોતાની પ્રથમ ઈનિંગ પૂરી થયા બાદ ન્યૂઝીલેન્ડની બે વિકેટ ઝડપી લીધી છે. 

ન ચાલ્યો બ્લંડલને ઓપનિંગ કરાવવાનો દાવ
ન્યૂઝીલેન્ડે પોતાની પ્રથમ ઈનિંગમાં 44 રનના સ્કોર પર બે વિકેટ ગુમાવી દીધી છે. આ મેચમાં ટીમ માટે પ્રથમવાર ઓપનિંગ કરી રહેલ ટોમ બ્લંડલ માત્ર 15 રન બનાવી પેટ કમિન્સનો શિકાર બન્યો હતો. તેણે પ્રથમ વિકેટ માટે ટોમ લાથમ સાથે 23 રન જોડ્યા હતા. 

કેપ્ટન કેન ફરી ફેલ
બ્લંડલ આઉટ થયા બાદ ન્યૂઝીલેન્ડને બીજો મોટો ઝટકો કેપ્ટન કેન વિલિયમસનના રૂપમાં લાગ્યો હતો, જેને જેમ્સ પેટિન્સને પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. વિલિયમસન આઉટ થયો ત્યારે ટીમનો સ્કોર 39 રન હતો. દિવસના અંતે ટોમ લાથમ અને રોસ ટેલર ક્રીઝ પર હતા. 

Year Ender 2019: આ 4 ક્રિકેટરોનું બગડ્યું હતું આખુ વર્ષ, દર્દથી કણસતા રહ્યાં...

પહેલા સ્મિથ 85 રન પર આઉટ
આ પહેલા બીજા દિવસે ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દિવસના સ્કોર 4 વિકેટ પર 257 રનથી આગળ રમવાનું શરૂ કર્યું હતું. સ્મિથ અને ટ્રેવિસ હેડ માત્ર 27 રન જોડી શક્યા હતા. સ્મિથ (85)ને નીલ વેગનરે આઉટ કર્યો હતો. 

પેન-હેડ વચ્ચે 150 રનની ભાગીદારી
સ્મિથ આઉટ થયા બાદ ટીમ પેને ઈનિંગ સંભાળી અને બીજા સત્ર સુધી ટીમનો સ્કોર 5 વિકેટ પર 431 રન પહોંચાડી દીધો હતો. ત્યારબાદ સ્ટાર્ક (1) રન બનાવી આઉટ થયો હતો. ટ્રેવિસ હેડે કરિયરની બીજી સદી ફટકારતા 114 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાની ટીમ કુલ 467 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ન્યૂઝીલેન્ડ તરફથી વેગનરે સૌથી વધુ ચાર વિકેટ ઝડપી હતી. 

 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news