CWG 2022: ભારતના ફાળે મેડલ જ મેડલ, એક જ ઇવેન્ટમાં ગોલ્ડ-સિલ્વર; જેવલિન થ્રોમાં મળ્યો બ્રોન્ઝ

CWG 2022: કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન જોવા મળી રહ્યું છે. ભારતને બોક્સિંગ બાદ હવે એથલેટિક્સમાં ગોલ્ડ- સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મળ્યા છે. હવે ટ્રિપલ જમ્પમાં ભારતીય પ્લેયર્સે ઇતિહાસ રચ્યો છે

CWG 2022: ભારતના ફાળે મેડલ જ મેડલ, એક જ ઇવેન્ટમાં ગોલ્ડ-સિલ્વર; જેવલિન થ્રોમાં મળ્યો બ્રોન્ઝ

CWG 2022: કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન જોવા મળી રહ્યું છે. ભારતને બોક્સિંગ બાદ હવે એથલેટિક્સમાં ગોલ્ડ- સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મળ્યા છે. હવે ટ્રિપલ જમ્પમાં ભારતીય પ્લેયર્સે ઇતિહાસ રચ્યો છે. ભારત માટે ખુશીની વાત એ છે કે, આ ઇવેન્ટમાં ગોલ્ડ અને સિલ્વર બંને મેડલ ભારતીય પ્લેયર્સના નામે રહ્યા છે. ભારતના એલ્ડહાસ પોલ અને અબ્દુલ્લાએ શરૂઆતના બે સ્થાનોમાં જગ્યા બનાવી છે. જોકે ભારતને અત્યાર સુધી રેસલિંગમાં સૌથી વધારે મેડલ મળ્યા છે. શનિવારના પણ રવિ દહિયા, વિનેશ ફોગાટ, નવીન કુમારે તેમની શાનદાર રમત દેખાડી હતી.

ટ્રિપલ જમ્પમાં ગોલ્ડ અને સિલ્વર
ભારતી ટીમે વધુ એક ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. મેન્સ ટ્રિપલ જમ્પમાં એલ્ડહોસ પોલે 17.03 મીટરનો બેસ્ટ જમ્પ મારી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. આ ઇવેન્ટમાં ભારતને સિલ્વર મેડલ પણ મળ્યો છે. અબ્દુલ્લા અબુબકરે 17.02 મીરટનો શ્રેષ્ઠ જમ્પ મારતા જ સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે.

With the best effort of 17.03m he leaves everyone in awe of his stunning jump 😍😍#Cheer4India#India4CWG2022
1/1 pic.twitter.com/TN5bD57AUf

— SAI Media (@Media_SAI) August 7, 2022

સંદીપે જીત્યો બ્રોન્ઝ
10 કિમી વોકમાં સંદીપ કુમારે બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે. સંદીપે 38 મિનિટ અને 49.21 સેકન્ડનો સમય કાઢીને મેડલ જીત્યો હતો. સંદીપનો આ પર્સનલ બેસ્ટ પણ રહ્યો છે.

Sandeep showcased great resilience & hard work to give us a walk to remember! 🤟

Many congratulations Champ!!#Cheer4India pic.twitter.com/riPaKV3fXi

— SAI Media (@Media_SAI) August 7, 2022

ભારતને વધુ એક મેડલ
અન્નુ રાનીએ ભારતને વધુ એક મેડલ જીતાડ્યો છે. વૂમેન્સ જેવલિન થ્રોમાં અન્નુ રાનીએ બ્રોન્ઝ મેડલ જીત્યો છે. અન્નુએ 60 મીટરના બેસ્ટ પ્રયાસ સાથે આ ઉપલબ્ધિ પ્રાપ્ત કરી છે.

The gutsy javelin thrower has proved her mettle & won a Bronze 🥉with the best throw of 60m at #B2022

Well Done Champ!!👍🏻#Cheer4India🇮🇳 pic.twitter.com/zmGneoJQze

— SAI Media (@Media_SAI) August 7, 2022

ભારતે અત્યાર સુધી જીત્યા 46 મેડલ 
એલ્ડહોસ પોલ, અબ્દુલ્લા અબુબકર અને સંદીપ કુમારના મેડલ જીવતાની સાથે ભારતને ગોલ્ડ મેડલની સંખ્યા 16 થઈ ગઈ છે. જ્યારે અત્યાર સુધી 12 સિલ્વર અને 18 બ્રોન્ઝ મેડલ ભારત જીતી ચૂક્યું છે. ભારતને કુલ 46 મેડલ મળી ચૂક્યા છે. જોકે ભારતને અત્યાર સુધી રેસલિંગમાં સૌથી વધારે મેડલ મળ્યા છે. શનિવારના પણ રવિ દહિયા, વિનેશ ફોગાટ, નવીન કુમારે તેમની શાનદાર રમત દેખાડી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news