IPL 2020: મયંક અગ્રવાલની તોફાની ઈનિંગ, ફટકારી આઈપીએલ કરિયરની પ્રથમ સદી

મયંકે પોતાના આઈપીએલ કરિયરની પ્રથમ સદી 45 બોલ પર પૂરી કરી હતી. 

IPL 2020: મયંક અગ્રવાલની તોફાની ઈનિંગ, ફટકારી આઈપીએલ કરિયરની પ્રથમ સદી

નવી દિલ્હીઃ  IPL 2020ના 10મી મેચમા કિંગ્સ ઇલેવન પંજાબના તોફાની ઓપનર મયંક અગ્રવાલે પોતાની બેટિંગનો દમ દેખાડતા પ્રથમ સદી ફટકારી હતી. આ આઈપીએલ 2020ની બીજી સદી છે. આ સીઝનમાં પ્રથમ સદી પંજાબના કેપ્ટન તથા મયંકના સાથી ખેલાડી કેએલ રાહુલે ફટકારી હતી. મયંક અગ્રવાલ 50 બોલમાં 106 રન બનાવી આઉટ થયો હતો. તેણે 10 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યા હતા. 

આઈપીએલની બીજી સૌથી ઝડપી સદી ફટકારી અગ્રવાલે
મયંકે પોતાના આઈપીએલ કરિયરની પ્રથમ સદી 45 બોલ પર પૂરી કરી હતી. આ સાથે તે આઈપીએલના અત્યાર સુધીના ઈતિહાસમાં ભારતીય દ્વારા સૌથી ઝડપી સદી ફટકારવા મામલામાં બીજા નંબર પર આવી ગયો છે. મયંકે મુરલી વિજયનો રેકોર્ડ તોડ્યો જેણે 46 બોલમાં સદી ફટકારી હતી. હવે 45 બોલ પર સદી ફટકારીને તે પ્રથમ નંબરે આવી ગયો છે. આઈપીએલમાં સૌથી ઝડપી સદી ફટકારનાર ભારતીય બેટ્સમેન યૂસુફ પઠાણ છે જેણે 37 બોલમાં આ સિદ્ધિ મેળવી હતી. 

— IndianPremierLeague (@IPL) September 27, 2020

આઈપીએલમાં સૌથી ઝડપી સદી ફટકારનાર ભારતીય બેટ્સમેન
37- યૂસુફ પઠાણ વિરુદ્ધ મુંબઈ ઈન્ડિયન્સ, 2010

45- મયંક અગ્રવાલ વિરુદ્ધ રાજસ્થાન, 2020

46 મુરલી વિજય વિરુદ્ધ રાજસ્થાન 2010

47- વિરાટ કોહલી વિરુદ્ધ પંજાબ, 2016

48- વિરેન્દ્ર સેહવાગ વિરુદ્ધ ડેક્કન હૈદરાબાદ, 2011

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news