MIvsKXIP: પહેલા મેચ પછી સુપર ઓવર ટાઈ, બીજી સુપર ઓવરમાં પંજાબે મુંબઈને હરાવ્યું

આઈપીએલમાં રવિવારનો દિવસ ઐતિહાસિક રહ્યો હતો. આજે રમાયેલી બંન્ને મેચ ટાઈ રહી. બીજી મેચમાં તો પ્રથમ સુવર પણ ટાઈ રહી અને બીજી સુપર ઓવરમાં પંજાબે વિજય મેળવ્યો છે. 

MIvsKXIP: પહેલા મેચ પછી સુપર ઓવર ટાઈ, બીજી સુપર ઓવરમાં પંજાબે મુંબઈને હરાવ્યું

દુબઈઃ  આઈપીએલમાં સંડે સુપર સંડે બની ગયો હતો. પહેલા કોલકત્તા અને હૈદરાબાદની મેચ ટાઇ થઈ અને ત્યારબાદ મુંબઈ ઈન્ડિયન્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે રમાયેલી મેચ પણ ટાઈમાં પરિણમી હતી. ત્યારબાદ સુપર ઓવરમાં પણ સ્કોર બરાબર રહેતા બીજી સુપર ઓવર રમવાની જરૂર પડી હતી.  પ્રથમ સુપર ઓવરમાં બંન્ને ટીમ પાંચ-પાંચ રન બનાવી શકી હતી. બીજી સુપર ઓવરમાં મુંબઈએ 11 રન બનાવ્યા હતા. જેના જવાબમાં પંજાબે ચાર બોલમાં 15 રન બનાવી મેચ પોતાના નામે કરી લીધી હતી. ક્રિકેટ ઈતિહાસમાં એક જ મેચમાં બે સુપર ઓવર રમવાની ઘટના બની છે. 

પ્રથમ બેટિંગ કરતા મુંબઈએ 20 ઓવરમાં 6 વિકેટે 176 રન બનાવ્યા હતા. તો પંજાબની ટીમને અંતિમ ઓવરમાં જીત માટે 9 રનની જરૂર હતી. પંજાબની ટીમ માત્ર 8 રન બનાવી શકતા મેચ ટાઈ થઈ હતી. પંજાબે પણ 20 ઓવરમાં 6 વિકેટે 176 રન બનાવ્યા હતા. આ સીઝનમાં ચોથી મેચ ટાઈ થઈ છે. તો આઈપીએલના ઈતિહાસમાં એક જ દિવસમાં બે મેચ ટાઈ થવાની આ પ્રથમ ઘટના છે. 

પ્રથમ સુપર ઓવર
પંજાબ (બેટ્સમેન- રાહુલ-પૂરન- હુડ્ડા, બોલર-જસપ્રીત બુમરાહ)
પ્રથમ બોલ- એક રન
બીજો બોલ- પૂરન આઉટ
ત્રીજો બોલ- એક રન
ચોથો બોલ- એક રન
પાંચમો બોલ- બે રન
છઠ્ઠો બોલ- રાહુલ આઉટ

મુંબઈ (બેટ્સમેન- ડિ કોક-રોહિત શર્મા, બોલર-મોહમ્મદ શમી)
પ્રથમ બોલ-  એક રન
બીજો બોલ- એક રન
ત્રીજો બોલ- એક રન
ચોથો બોલ- શૂન્ય રન
પાંચમો બોલ- એક રન
છઠ્ઠો બોલ- એક રન

બીજી સુપર ઓવર
મુંબઈ (બેટ્સમેન- પોલાર્ડ-હાર્દિક પંડ્યા, બોલર ક્રિસ જોર્ડન
પ્રથમ બોલ- એક રન
બીજો બોલ- વાઇડ
બીજો બોલ- એકન રન
ત્રીજો બોલ- ચાર રન
ચોથો બોલ-  વાઇડ
ચોથો બોલ- એક રન, હાર્દિક પંડ્યા રનઆઉટ
પાંચમો બોલ- શૂન્ય રન
છઠ્ઠો બોલ- બે રન

પંજાબ (બેટ્સમેન- ક્રિસ ગેલ અને મયંક અગ્રવાલ, બોલર- ટ્રેન્ટ બોલ્ટ)
પ્રથમ બોલ- છ રન
બીજો બોલ- એક રન
ત્રીજો બોલ- ચોગ્ગો
ચોથો બોલ- ચોગ્ગો

રાહુલ સિવાય પંજાબનું ટોપ ઓર્ડર ફ્લોપ
મુંબઈએ આપેલા 177 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી કિંગ્સ ઇલેવન પંજાબને ઈનિંગની ચૌથી ઓવરમાં પ્રથમ ઝટકો લાગ્યો હતો. જસપ્રીત બુમરાહે મયંક અગ્રવાલ (11)ને બોલ્ડ કર્યો હતો. ત્યારબાદ ક્રિસ ગેલ અને રાહુલે ટીમનો સ્કોર 75 રન પર પહોંચાડ્યો હતો. ક્રિસ ગેલ (24)ને રાહુલ ચાહરે બોલ્ટના હાથે કેચઆઉટ કરાવ્યો હતો. ગેલે 21 બોલમાં બે છગ્ગા અને એક ચોગ્ગો ફટકાર્યો હતો. નિકોલસ પૂરન 12 બોલમાં 2 ચોગ્ગા અને બે છગ્ગા સાથે 24 રન બનાવી આઉટ થયો હતો. ગ્લેન મેક્સવેલે ફરી બધાને નિરાશ કર્યા હતા. મેક્સવેલ (0)ને રાહુલ ચાહરે કેચઆઉટ કરાવ્યો હતો.

રાહુલની વધુ એક અડધી સદી
આ સીઝનમાં શાનદાર ફોર્મ દ્વારા ઓરેન્જ કેપ પોતાની પાસે રાખનાર કેએલ રાહુલે ફરી ધમાકેદાર પ્રદર્શન કરતા 77 રનની ઈનિંગ રમી હતી. રાહુલે 51 બોલનો સામનો કરતા 7 ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. તેને જસપ્રીત બુમરાહે બોલ્ડ કર્યો હતો. 

બુમરાહની ત્રણ વિકેટ 
મુંબઈ ઈન્ડિયન્સ તરફથી જસપ્રીત બુમરાહે ફરી એકવાર જોરદાર પ્રદર્શન કર્યું હતું. બુમરાહે ચાર ઓવરમાં 24 રન આપીને મહત્વની ત્રણ વિકેટ ઝડપી હતી. બુમરાહે મયંક અગ્રવાલ, કેએલ રાહુલ અને નિકોલસ પૂરનને આઉટ કર્યા હતા. આ સિવાય રાહુલ ચાહરને બે સફળતા મળી હતી. 

મુંબઈ ઈન્ડિયન્સની ખરાબ શરૂઆત
પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી મુંબઈ ઈન્ડિયન્સની શરૂઆત ખરાબ રહી હતી. ટીમે માત્ર 38 રનના સ્કોર પર પોતાની ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. મુંબઈને પ્રથમ ઝટકો રોહિત શર્મા (9)ના રૂપમાં લાગ્યો હતો. તેને યુવા બોલર અર્શદીપે બોલ્ડ કર્યો હતો. ત્યારબાદ સૂર્યકુમાર યાદવ (0)ને શમીએ આઉટ કર્યો હતો. ઈશાન કિશન (7) અર્શદીપ સિંહનો શિકાર બન્યો હતો. 

ડિ કોકની સતત ત્રીજી અડધી સદી
38 રન પર ત્રણ વિકેટ ગુમાવનાર મુંબઈએ પાવરપ્લેમાં 43 રન બનાવ્યા હતા. ત્યારબાદ ડિ કોક અને ક્રુણાલ પંડ્યાએ ઈનિંગને સ્થિરતા આપવાનો પ્રયાસ કર્યો હતો. બંન્નેએ ચોથી વિકેટ માટે 58 રનની ભાગીદારી કરી હતી. ક્રુણાલ પંડ્યા (34)ને રવિ બિશ્નોઈએ આઉટ કર્યો હતો. પંડ્યાએ 30 બોલમાં 4 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો. ક્વિન્ટન ડિ કોકે સતત ત્રીજી મેચમાં અડધી સદી ફટકારતા 53 રન બનાવ્યા હતા. ડિ કોકે 43 બોલનો સામનો કરતા ત્રણ છગ્ગા અને ત્રણ ચોગ્ગા ફટકાર્યા હતા. તેને ક્રિસ જોર્ડને આઉટ કર્યો હતો.

અંતિમ ઓવરોમાં પોલાર્ડ-કુલ્ટર નાઇલની ફટકાબાજી
હાર્દિક પંડ્યા 8 રન બનાવી શમીની ઓવરમાં આઉટ થયો હતો. એક સમયે મુંબઈની ટીમ મુશ્કેલીમાં હતી. ત્યારે કીરોન પોલાર્ડ અને નાથન કુલ્ટર નાઇલે અંતિમ ઓવરોમાં આક્રમક બેટિંગ કરીને ટીમનો સ્કોર 175ને પાર પહોંચાડ્યો હતો. પોલાર્ડે 12 બોલમાં 4 છગ્ગા અને એક ચોગ્ગા સાથે અણનમ 34 રન બનાવ્યા હતા. તો કુલ્ટર નાઇલે 12 બોલમાં ચાર ચોગ્ગા સાથે અણનમ 24 રન બનાવ્યા હતા. પંજાબ તરફથી શમી અને અર્શદીપને બે-બે તથા રવિ બિશ્નોએ અને ક્રિસ જોર્ડનને એક-એક સફળતા મળી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news