AUS vs NZ: માર્નસ લાબુશેનની વધુ એક સદી, ન્યૂઝીલેન્ડ સામે કાંગારૂની મજબૂત શરૂઆત

માર્નસ લાબુશેનની સદી અને સ્ટીવ સ્મિથની અડધી સદીની મદદથી સિડની ટેસ્ટમાં પ્રથમ દિવસના અંતે ઓસ્ટ્રેલિયાએ મજબૂત શરૂઆત કરી છે. 
 

 AUS vs NZ: માર્નસ લાબુશેનની વધુ એક સદી, ન્યૂઝીલેન્ડ સામે કાંગારૂની મજબૂત શરૂઆત

સિડનીઃ માર્નસ લાબુશેનની (Marnus Labuschagne) ચોથી સદી (માત્ર 14 ટેસ્ટ)થી ઓસ્ટ્રેલિયાએ ન્યૂઝીલેન્ડ (AUS vs NZ) વિરુદ્ધ ત્રીજી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે દમદાર શરૂઆત કરી છે. વર્ષ 2019માં 64.94ની એવરેજથી સર્વાધિક 1104 રન બનાવનાર લાબુશેનની આ સિરીઝમાં આ બીજી સદી છે. સ્ટીવ સ્મિથે લાબુશેનનો મજબૂતીથી સાથ આપતા 29મી ટેસ્ટ અડધી સદી ફટકારી હતી. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દિવસની રમતના અંતે ત્રણ વિકેટ પર 283 રન બનાવી લીધા છે. 

લાબુશેન 130 અને મેથ્યૂ વેડ 22 રન બનાવી બેટિંગ કરી રહ્યાં છે. ત્રીજા ક્રમે બેટિંગ કરવા આવેલ લાબુશેનની આ સિઝન ( Southern Summer)ની સાત ટેસ્ટ મેચોમાં આ ચોથી સદી છે. તેણે સ્મિથની સાથે 156 રનની ભાગીદારી કરી હતી. સ્મિથ 182 બોલમાં 63 રન બનાવી કોલિન ડિ ગ્રાન્ડહોમની ઓવરમાં આઉટ થયો હતો. ડેવિડ વોર્નર 45 રન બનાવી લંચ બાદ નીલ વેગનરનો શિકાર બન્યો હતો. 

પાકિસ્તાન વિરુદ્ધ નવેમ્બરમાં અણનમ 335 અને 154 રન બનાવનાર વોર્નર ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ આ સિરીઝમાં અડધી સદી ફટકારી શક્યો નથી. ઓપનિંગ બેટ્સમેન જો બર્ન્સ 18 રનના વ્યક્તિગત સ્કોર પર ગ્રાન્ડહોમનો શિકાર બન્યો હતો. 

— ICC (@ICC) January 3, 2020

આ પહેલા ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. મેલબોર્નમાં બોક્સિંગ ડે ટેસ્ટ 247 રને હારનારી ન્યૂઝીલેન્ડની ટીમે પાંચ ફેરફાર કર્યાં હતા. કેપ્ટન કેન વિલિયમસન બિમાર હોવાને કારણે રમી શક્યો નથી. બેટ્સમેન હેનરી નિકોલ્સ અને સ્પિનર મિશેલ સેન્ટનર પણ બિમાર છે, જ્યારે ટીમ સાઉદીના સ્થાને લેગ સ્પિનર ટોડ એસ્લેને ઉતારવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયાની પાસે સિરીઝમાં 2-0ની અજેય સરસાઈ છે. 

ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટ ઈજાને કારણે બહાર છે. વિલિયમસનના સ્થાને ટોમ લાથમ ટીમની કમાન સંભાળી રહ્યો છે. બેટ્સમેન ગ્લેન ફિલિપ્સે ટેસ્ટમાં પર્દાપણ કર્યું છે. વિલ સમરવિલે, મેટ હેનરી અને જીત રાવલને પણ ટીમમાં સ્થાન મળ્યું છે.

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news