બોડી બિલ્ડર મનોજ પાટિલનો આપઘાતનો પ્રયાસ, આ અભિનેતા પર લગાવ્યા અત્યંત ગંભીર આરોપ

મિસ્ટર ઈન્ડિયા રહી ચૂકેલા બોડી બિલ્ડર મનોજ પાટિલે મુંબઈમાં આત્મહત્યાની કોશિશ કરી છે. મળતી માહિતી મુજબ મનોજ પાટિલે એક સ્યૂસાઈડ નોટ લખી છે જેમાં એક અભિનેતા પર ખુબ ગંભીર આરોપ લગાવ્યા છે.

બોડી બિલ્ડર મનોજ પાટિલનો આપઘાતનો પ્રયાસ, આ અભિનેતા પર લગાવ્યા અત્યંત ગંભીર આરોપ

મુંબઈ: મિસ્ટર ઈન્ડિયા રહી ચૂકેલા બોડી બિલ્ડર મનોજ પાટિલે મુંબઈમાં આત્મહત્યાની કોશિશ કરી છે. મળતી માહિતી મુજબ મનોજ પાટિલે એક સ્યૂસાઈડ નોટ લખી છે જેમાં એક અભિનેતા પર ખુબ ગંભીર આરોપ લગાવ્યા છે. મનોજ પાટિલે અભિનેતા પર સાઈબર બુલિંગ અને માનસિક રીતે હેરાન પરેશાન કરવાનો આરોપ લગાવ્યો છે. અત્રે જણાવવાનું કે મનોજ પાટિલને હાલ મુંબઈના કૂપર હોસ્પિટલમાં દાખલ કરાયો છે. 

મનોજ પાટિલની આત્મહત્યાની કોશિશ
મનોજ પાટિલ હાલ કૂપર હોસ્પિટલમાં દાખલ છે. તેની હાલત સ્થિર છે. મળેલી માહિતી મુજબ મનોજ પાટિલે ગોળીઓ ખાઈને આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી. બુધવારે રાતે મનોજ પાટિલે આત્મહત્યા કરીને જીવ દઈ જેવાની કોશિશ કરી. મનોજ પાટિલે બોલીવુડ અભિનેતા સાહિલ ખાન પર છેલ્લા કેટલાક દિવસથી પરેશાન કરવાનો આરોપ લગાવ્યો છે. 

બદનામીના પગલે આત્મહત્યાનું પગલું ભર્યું
મનોજ પાટિલે પોતાની સ્યૂસાઈડ નોટમાં લખ્યુ છે કે હેરાનગતિ અને બદનામીના પગલે તે આત્મહત્યાનું પગલું ભરી રહ્યો છે. મિસ્ટર ઈન્ડિયા બનેલો મનોજ પાટિલ મિસ્ટર ઓલિમ્પિયા માટે કોશિશ કરી રહ્યો હતો. સાહિલ ખાન પણ આ સ્પર્ધામાં ભાગ લેવા માંગતો હતો. મનોજ પાટિલનો આરોપ છે કે આ જ કારણે સાહિલ ખાન તેને સ્પર્ધામાં ભાગ ન લેવા દેવા માટે પૂરેપૂરી કોશિશ કરી રહ્યો હતો. 

હાલમાં જ વીડિયો પોસ્ટ કરીને કહી હતી આ વાત
મનોજ પાટિલે 3 દિવસ પહેલા એક વીડિયો પોસ્ટ કરીને ભાવુક વાત કરી હતી. જેમાં તેણે અભિનેતા સાહિલ ખાન વિશે કહ્યું હતું કે આ વ્યક્તિ ક્યારેય સુધરી શકે નહીં. બે વર્ષથી મારી પાછળ પડ્યો છે. વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે 'સાહિલ ખાન ફેક આઈકન શું મસ્ત પ્લાન કર્યો છે. આમ છતાં મારું કઈ બગાડી નહીં શકે તું. તું ફેક છે, ફેક હતો અને ફેક જ રહીશ. જનતા બધુ જાણે છે અને લોકો તારી બધી વસ્તુથી વાકેફ છે. બાપા ગ્રેટ છે. ગણપતિ બાપા મોરયા, જય હિંદ વંદે માતરમ.' 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news