મંધાનાની ફિફ્ટી પાણીમાં, ઓસ્ટ્રેલિયા બન્યું ત્રિકોણીય T20 સિરીઝમાં ચેમ્પિયન

ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટી20 ત્રિકોણીય સિરીઝની ફાઇનલ રમવા ઉતરેલી ટીમ ઈન્ડિયાને તેની ઓપનિંગ બેટ્સમેન સ્મૃતિ મંધાનાના 37 બોલમાં 66 રન પણ તેને જીત ન અપાવી શક્યા. આ મુકાબલામાં યજમાન ઓસ્ટ્રેલિયાએ તેને 11 રને પરાજય આપ્યો હતો.
 

મંધાનાની ફિફ્ટી પાણીમાં, ઓસ્ટ્રેલિયા બન્યું ત્રિકોણીય T20 સિરીઝમાં ચેમ્પિયન

મેલબોર્નઃ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટી20 ત્રિકોણીય સિરીઝની ફાઇનલ રમવા ઉતરેલી ટીમ ઈન્ડિયાને તેની ઓપનિંગ બેટ્સમેન સ્મૃતિ મંધાનાના 37 બોલમાં 66 રન પણ તેને જીત ન અપાવી શક્યા. આ મુકાબલામાં યજમાન ઓસ્ટ્રેલિયાએ તેને 11 રને પરાજય આપ્યો હતો. કાંગારૂ ટીમે ભારતને જીત માટે 156 રનનો લક્ષ્ય આપ્યો હતો, પરંતુ ટીમ ઈન્ડિયા 144 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. 

એક સમયે ભારતનો સ્કોર 15મી ઓવરમાં 3 વિકેટ પર 115 રન હતો. ડાબા હાથના સ્પિનર જોનાસને 4 ઓવરમાં 12 રન આપીને 5 વિકેટ ઝડપી હતી. તે મહિલા ટી20 ક્રિકેટમાં એક ઈનિંગમાં પાંચ વિકેટ ઝડપનારી ત્રીજી ઓસ્ટ્રેલિયન બોલર છે. મેચ જીત્યા બાદ ઓસ્ટ્રેલિયાની કેપ્ટન મેગ લનિંગે કહ્યું, 'આ શાનદાર ઓલરાઉન્ડર પ્રદર્શન હતું. મંધાનાની વિકેટ નિર્ણાયક રહી જે શાનદાર ફોર્મમાં હતી.'

આ પહેલા ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરોમાં 6 વિકેટ પર 155 રન બનાવ્યા હતા. જવાબમાં ભારત માટે મંધાનાએ આક્રમક બેટિંગ કરતા પોતાની ઈનિંગમાં 12 ચોગ્ગા ફટકાર્યા હતા. તેણે 15મી ઓવરમાં પોતાની વિકેટ ગુમાવી હતી. ડીપ મિડવિકેટમાં નિકોલા કારેએ તેનો શાનદાર કેચ લીધો હતો. ત્યારબાદ ભારતની પકડમાંથી મેચ નિકળી ગઈ હતી. 

ICC ODI Rankings: જસપ્રીત બુમરાહને લાગ્યો ઝટકો, બોલરોના રેન્કિંગમાં ગુમાવ્યો નંબર વનનો તાજ

કેપ્ટન હરમનપ્રીત કૌર 16મી ઓવરમાં આઉટ થતાં ભારતની બાકી રહેલી આશા પર પણ પાણી ફરી વળ્યું હતું. હરમનપ્રીતે કહ્યું, 'છેલ્લી 3 ઓવરમાં અમે દબાવનો સામનો ન કરી શક્યા અને વિકેટ ગુમાવી દીધી.' આ પહેલા ભારતની રાજેશ્વરી ગાયકવાડે અંતિમ ઓવરમાં 19 રન આપી દીધા, જેથી ઓસ્ટ્રેલિયાએ મજબૂત સ્કોર બનાવ્યો હતો. 

આ ટૂર્નામેન્ટમાં પ્લેયર ઓફ ધ સિરીઝ રહેલી ઓપનિંગ બેટ્સમેન બેથ મૂનીએ 54 બોલમાં 9 ચોગ્ગાની મદદથી 71 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાના 19 ઓવરના અંતે 5 વિકેટ પર 136 રન હતા. અંતિમ ઓવરમાં મૂની અને રશેલ હેન્સે 19 રન બનાવી ટીમનો સ્કોર 150ને પાર પહોંચાડ્યો હતો. 

આ પહેલા દીપ્તિ શર્માએ પ્રથમ ઓવરમાં એલિસા હીલી (4)ને આઉટ કરીને ઓસ્ટ્રેલિયાને શરૂઆતમાં ઝટકો આપ્યો હતો. મૂની અને એશલે ગાર્ડનર (26)એ બીજી વિકેટ માટે 52 રન જોડ્યા હતા. ત્યારબાદ લાનિંગે ત્રીજી વિકેટ માટે 51 રનની ભાગીદારી કરી હતી. ભારત માટે પ્રથમ મેચ રમી રહેલા રુચા ઘોષે 23 બોલમાં 17 રનનું યોગદાન આપ્યું હતું. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news