હોકીઃ એશિયા ચેમ્પિયન્સ ટ્રૉફી માટે ભારતીય ટીમ જાહેર, મનપ્રીત સિંહ કેપ્ટન

વર્ષ 2018માં મલેશિયામાં રાયેલી એશિયા ચેમ્પિયન્સ ટ્રોપીના ફાઇનલમાં ભારતે પાકિસ્તાનને 3-2થી હરાવીને ટાઇટલ જીત્યું હતું. 
 

હોકીઃ એશિયા ચેમ્પિયન્સ ટ્રૉફી માટે ભારતીય ટીમ જાહેર, મનપ્રીત સિંહ કેપ્ટન

નવી દિલ્હીઃ મલેશિયામાં યોજાનારી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય પુરૂષ ટીમની કમાન મનપ્રીત સિંહને સોંપવામાં આવી છે. હોકી ઈન્ડિયાએ બુધવારે આ ટૂર્નામેન્ટ માટે 18 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. મનપ્રીતને મંગળવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો. ઓમાનમાં 18 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલી 5મી એશિયા ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતીય ટીમ મલેશિયા, પાકિસ્તાન, સાઉથ કોરિયા, જાપાન અને યજમાન ટીમ ઓમાનનો સામનો કરશે. 

મનપ્રીતની સાથે આ ટૂર્નામેન્ટમાં ચિંગ્લેસાના સિંહ વાઇસ કેપ્ટનની જવાબદારી સંભાળશે. તેમાં ભારતીય ટીમ ડિફેન્ડિંગ ચેમ્પિયનના રૂપમાં પ્રવેશ કરશે. વર્ષ 2018માં મલેશિયામાં રાયેલી એશિયા ચેમ્પિયન્સ ટ્રોપીના ફાઇનલમાં ભારતે પાકિસ્તાનને 3-2થી હરાવીને ટાઇટલ જીત્યું હતું. આ ટૂર્નામેન્ટ માટે પસંદ કરાયેલી ટીમ વિશે મુખ્ય કોચ હરેન્દ્ર સિંહે કહ્યું, મારૂ માનવું છે કે એશિયા ચેમ્પિયન્સ ટ્રોફી માટે 18 સભ્યોની ટીમમાં યુવા અને અનુભવી ખેલાડીઓનું શાનદાર મિશ્રણ છે. આ ટૂર્નામેન્ટના માધ્યમથી ઓડિશા હોકી વર્લ્ક કપ માટે સારા ખેલાડીઓની પસંદગીની અંતિમ તક છે. આમાં સૌથી મહત્વની વાત છે કે પોતાની યોજનાઓ પર ટકેલા રહીએ, જેથી 18મી એશિયન ગેમ્સની ખરાબ યાદોની ભૂલીને એક નવી શરૂઆત કરી શકીએ. 

ભારતીય ટીમ
ગોલકીપર- પી.આર.શ્રીજેશ, કૃષ્ણન બહાદુર પાઠક
ડિફેન્ડર- હરમનપ્રીત સિંહ, ગુરિંદર સિંહ, વરૂણ કુમાર, કોથાજીત સિંહ, સુરેન્દ્ર કુમાર, જર્મનપ્રીત સિંહ, હાર્દિક સિંહ
મિડફીલ્ડર- મનપ્રીત સિંહ (કેપ્ટન), સુમિત, નીલકંઠ શર્મા, લલિત કુમાર ઉપાધ્યાય, ચિંગ્લેસાના સિંહ
ફોરવર્ડ- આકાશદીપ સિંહ, ગુરજંત સિંહ, મનદીપ સિંહ અને દિલપ્રીત સિંહ. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news