AUS vs IND 2nd Test: બોક્સિંગ ડે ટેસ્ટ મેચના મેન ઓફ ધ મેચને મળશે 'ખાસ મેડલ'
India vs Australia Boxing Day Test: ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ બીજી ટેસ્ટ એટલે કે બોક્સિંગ ડે-ટેસ્ટને લઈને એક જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, આ મેચના મેન ઓફ ધ મેચને જોની મુલાગ મેડલ મળશે.
Trending Photos
મેલબોર્નઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 26 ડિસેમ્બર (બોક્સિંગ ડે)થી શરૂ થઈ રહેલી બીજી ટેસ્ટ ક્રિકેટ મેચના સર્વશ્રેષ્ટ ખેલાડી (મેન ઓફ ધ મેચ)ને જોની મુલાગ મેડલથી સન્માનિત કરવામાં આવશે. જોની મુલાગ વિદેશી પ્રવાસે જનારી પ્રથમ ઓસ્ટ્રેલિયન ટીમના કેપ્ટન હતા. તેમના આગેવાનીમાં 1868માં ટીમે બ્રિટનનો પ્રવાસ કર્યો હતો.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ પોતાના ટ્વિટર હેન્ડલ પર લખ્યું, 'બોક્સિંગ ડે-ટેસ્ટના સર્વશ્રેષ્ઠ ખેલાડીનું મુલાગ મેડલથી સન્માન કરવામાં આવશે. તેનું નામ દિગ્ગજ જોની મુલાગના નામ પર રાખવામાં આવ્યું છે, જે 1868ની ક્રિકેટ ટીમના કેપ્ટન હતા. આ ટીમ આંતરરાષ્ટ્રીય પ્રવાસ કરનારી પ્રથમ ઓસ્ટ્રેલિયન ટીમ હતી.'
મુલાગનું સાચુ નામ ઉનારિમિન હતુ અને તેમણે 1868મા પ્રાદેશિક ટીમનું નેતૃત્વ કર્યુ હતું. આ પ્રવાસમાં તેમણે 47માથી 45 મેચ રમી હતી તથા લગભગ 23ની એવરેજથી 1698 રન બનાવ્યા હતા.
તેમણે 1877 ઓવર પણ કરી જેમાંથી 831 ઓવર મેડન હતી અને 10ની એવરેજથી 245 વિકેટ ઝડપી હતી. પોતાના કરિયરમાં તેમમે પાર્ટટાઇમ વિકેટકીપરની ભૂમિકા ભજવી અને ચાર સ્ટમ્પિંગ કર્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે