રોનાલ્ડો અને મેસીનું વર્ચસ્વ તોડી લુકા મોડ્રિચે જીત્યો બૈલોન ડી' ઓર એવોર્ડ
લુકા મોડ્રિચની આગેવાનીમાં ક્રોએશિયાની ટીમે પ્રથમ વખત વિશ્વકપના ફાઇનલમાં જગ્યા બનાવી હતી. આ સિવાય રિયલ મૈડ્રિડને ચેમ્પિયન્સ લીગમાં વિજયી બનાવવામાં મોડ્રિચનો મોટો ફાળો છે.
Trending Photos
નવી દિલ્હીઃ ક્રોએશિયાના ફુટબોલર લુકા મોડ્રિચે બૈલોન ડી ઓર એવોર્ડ જીતીને ઈતિહાસ રચી દીધો છે. મૌડ્રિચે રોનાલ્ડો, ગ્રિજમૈન અને કિલિયન એમ્બાપ્પેને પછાડીને આ એવોર્ડ પોતાના નામે કર્યો છે.
પોર્ટુગલના સ્ટાર ફુટબોલર રોનાલ્ડો બીજા, ફ્રાન્સનો એંટોનિયો ગ્રિજમૈન ત્રીજા અને કિલિયન એમ્બાપ્પે ચોથા સ્થાન પર રહ્યાં હતા. તો સ્પેનની ક્લબ બાર્સિલોનાના કેપ્ટન મેસી પાંચમાં સ્થાને રહ્યો હતો.
બૈલોન ડી ઓર જીતવા પર લુકાએ કહ્યું, જ્યારે હું બાળક હતો તો હંમેશા વિચારતો હતો કે મોટો થઈને કોઈ મોટી ક્બલ તરફથી ફુટબોલ રમું અને ટ્રોફી જીતું, બૈલોન ડી ઓર જીતવો આ સપનાને સાકાર કરવા સમાન છે. મારા માટે આ ગર્વની વાત છે.
— Luka Modrić (@lukamodric10) December 4, 2018
લુકા મૌડ્રિચ આ એવોર્ડ જીતનાર પ્રથમ ક્રોએશિયાઇ ફુટબોલર છે. આ એવોર્ડને જીતવાની સાથે દસ વર્ષથી ચાલી રહેલા મેસી અને રોનાલ્ડોના વર્ચસ્વને તોડી દીધું છે. મહત્વનું છે કે, મેસી અને રોનાલ્ડોએ પાંચ-પાંચ વખત બૈલોન ડી ઓર એવોર્ડ જીત્યો છે.
નોંધનીય છે કે, લુકા મૌડ્રિચ મિડફીલ્ડર રિયલ મૈડ્રિડમાં રમે છે. તેણે 118 આંતરરાષ્ટ્રીય મેચોમાં 14 અને 603 ક્લબ મેચમાં 74 ગોલ કર્યા છે. 33 વર્ષના મોડ્રિસની આગેવાનીમાં આ વર્ષે ક્રોએશિયાની ટીમે ફીફા વિશ્વકપના ફાઇનલ સુધીની સફર કરી હતી. એટલું જ નહીં ચેમ્પિયન્સ લીગમાં પોતાની ટીમ રિયલ મૈડ્રિડને ટાઇટલ જીતાડવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે