જય હનુમાન જ્ઞાન ગુણસાગર! એશિયન એથલેટિક્સ ચેમ્પિયનશીપમાં ચમકશે બજરંગબલી, ભારત અપાવશે વૈશ્વિક ઓળખ

Lord hanuman: એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપની 25મી સિઝન છે. આ ટૂર્નામેન્ટમાં ભારત સ્ટાર શોટ પુટર તજિન્દરપાલ સિંહ તૂર અને લોંગ જમ્પર મુરલી શ્રીશંકરની આગેવાની હેઠળની ટુર્નામેન્ટમાં ભારત પ્રભાવશાળી પ્રદર્શનની આશા રાખશે.

જય હનુમાન જ્ઞાન ગુણસાગર! એશિયન એથલેટિક્સ ચેમ્પિયનશીપમાં ચમકશે બજરંગબલી, ભારત અપાવશે વૈશ્વિક ઓળખ

Asian Athletics Championships: 'ભગવાન હનુમાન' બુધવારથી થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં શરૂ થનારી એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ ટૂર્નામેન્ટની આ વર્ષની સિઝનના ઓફિશિયલ મેસ્કોટ હશે. આ ટૂર્નામેન્ટ કોન્ટિનેંટલ ગવર્નિંગ બોડીની સ્થાપનાની 50મી વર્ષગાંઠ પર આયોજિત કરવામાં આવી રહી છે. 

એશિયન એથ્લેટિક્સ એસોસિએશને પોતાની વેબસાઈટ પર તેની જાહેરાત કરતા કહ્યું - કારણ કે હનુમાન ભગવાન રામની સેવામાં ગતિ, તાકાત, સાહસ અને બુદ્ધિ સહિતની અસાધારણ ક્ષમતાઓનું પ્રદર્શન કરે છે. બજરંગબલીની સૌથી મોટી ક્ષમતા તેમની અડગ વફાદારી અને નિષ્ઠા છે. તે જ સમયે, એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ્સ 2023 નો લોગો પણ આ રમતોમાં ભાગ લેનારા એથ્લેટ્સ, તેમની કુશળતા, તેમની ટીમ વર્ક, તેમની સખત મહેનત અને રમત પ્રત્યેના તેમના સમર્પણને દર્શાવે છે. એટલા અમે બજરંગબલીને મેસ્કોટ બનાવવાનો નિર્ણય કર્યો છે.

એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપની 25મી સિઝન છે. સ્ટાર શોટ પુટર તજિન્દરપાલ સિંહ તૂર અને લોંગ જમ્પર મુરલી શ્રીશંકરની આગેવાની હેઠળની ટુર્નામેન્ટમાં ભારત પ્રભાવશાળી પ્રદર્શનની આશા રાખશે. ભારતીય ટીમ પાંચ દિવસીય એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ માટે શનિવારે રાત્રે દિલ્હી અને બેંગલુરુથી રવાના થઈ હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news