ધોની-આફ્રિદી કે યુવરાજ નહીં, પરંતુ આજથી 100 વર્ષ પહેલા આ ખેલાડીએ ફટકારી હતી ક્રિકેટ ઈતિહાસમાં સૌથી લાંબી સિક્સર!

ક્રિકેટના ઈતિહાસની સૌથી લાંબી સિક્સર અલ્બર્ટ ટ્રોટે 19મી સદીમાં ફટકારી હતી. અલ્બર્ટ ટ્રોટ ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા એમ બન્ને દેશો માટે ક્રિકેટ રમી ચૂક્યા છે. અલ્બર્ટે 19મી સદીમાં એક એવી સિક્સર ફટકારી છે, જે લોર્ડસ ક્રિકેટ ગ્રાઉન્ડના પેવેલિયનની બહાર રસ્તા પર બોલ પડ્યો હતો.

ધોની-આફ્રિદી કે યુવરાજ નહીં, પરંતુ આજથી 100 વર્ષ પહેલા આ ખેલાડીએ ફટકારી હતી ક્રિકેટ ઈતિહાસમાં સૌથી લાંબી સિક્સર!

નવી દિલ્હી: ક્રિકેટમાં જ્યારે પણ સૌથી લાંબા સિક્સરની વાત આવે ત્યારે કોઈ પણ માણસના મનમાં સૌથી પહેલા મહેન્દ્ર સિંહ ધોની, શાહિદ આફ્રિદી, યુવરાજ સિંહ અને ક્રિસ ગેલનું નામ યાદ આવે છે. પરંતુ ખુબ ઓછા લોકો જાણે છે કે ઈતિહાસમાં સૌથી લાંબી સિક્સર ફટકારવાનું કામ કોઈ અન્ય ખેલાડીએ કર્યું છે. 100 વર્ષથી પણ વધારે સમય પહેલા ક્રિકેટમાં સૌથી લાંબી સિક્સરનો વર્લ્ડ રેકોર્ડ બન્યો હતો, પરંતુ આજ સુધી તે રેકોર્ડની આજુબાજુ પણ પહોંચી શક્યું નથી.

આ ખેલાડીએ મારી સૌથી લાંબી સિક્સર
ક્રિકેટના ઈતિહાસની સૌથી લાંબી સિક્સર અલ્બર્ટ ટ્રોટે 19મી સદીમાં ફટકારી હતી. અલ્બર્ટ ટ્રોટ ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા એમ બન્ને દેશો માટે ક્રિકેટ રમી ચૂક્યા છે. અલ્બર્ટે 19મી સદીમાં એક એવી સિક્સર ફટકારી છે, જે લોર્ડસ ક્રિકેટ ગ્રાઉન્ડના પેવેલિયનની બહાર રસ્તા પર બોલ પડ્યો હતો. તેમની આ સિક્સરની લંબાઈ 160 મીટરથી વધારે હતી. આ ક્રિકેટના ઈતિહાસની સૌથી લાંબી સિક્સર હતી. અલ્બર્ટે ઈંગ્લેન્ડના મેરિલબોર્ન ક્રિકેટ ક્લબ તરફથી રમતા ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ આ શોર્ટ ફટકાર્યો હતો. આ તે જ શોર્ટ છે, જેમાં બોલ બાઉન્ડ્રી પાર કરી ગયો હતો.

આટલે દૂર પહોંચ્યો હતો બોલ
અલ્બર્ટ ટ્રોટ 19મી સદીના સૌથી ખૂંખાર બેટ્સમેનોમાંથી એક રહ્યા છે. તે ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા બન્ને દેશો માટે ક્રિકેટ રમ્યા છે. ઈતિહાસની સૌથી લાંબી સિક્સર અલ્બર્ટના નામે છે. તેમણે 164 મીટરની સિક્સર મારવાનો રેકોર્ડ બનાવી ચૂક્યા છે. 19મી સદીમાં અલ્બર્ટ ટ્રોટના નામથી બોલરો રીતસરના ડરતા હતા. એટલું જ નહીં તેઓ બોલિંગમાં પણ બેટ્સમેનોને હંફાવતા હતા. જાણવા મળે છે કે આ ખેલાડીએ 1910માં 41 વર્ષની ઉંમરમાં ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી.

આફ્રિદીના નામે છે આટલા મીટરની સિક્સર
પાકિસ્તાનના પૂર્વ વિસ્ફોટક ઓલરાઉન્ડર શાહિદ આફ્રિદીએ પોતાના કરિયરમાં ઘણી ખતરનાક અને વિસ્ફોટક ઈનિંગો રમી છે. શાહિદ આફ્રિદીએ વર્ષ 2013માં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ 158 મીટરની લાંબી સિક્સર ફટકારી હતી. 

લિસ્ટમાં બે ભારતીયોના નામ પણ છે સામેલ
સૌથી લાંબી સિક્સર ફટકારનાર ખેલાડીઓના લિસ્ટમાં બે ભારતીય પણ સામેલ છે, જેમાં યુવરાજ સિંહ અને મહેન્દ્ર સિંહ ધોનીનું નામ છે. યુવરાજ સિંહ 119 મીટરની સિક્સર મારી ચૂક્યા છે. યુવીના નામે તો ટી20માં 6 બોલમાં 6 સિક્સર ફટકારવાનો રેકોર્ડ પણ છે. જ્યારે એમએસ ધોની 112 મીટરની સિક્સર ફટકારી ચૂક્યા છે. વર્ષ 2007માં ટી20 વિશ્વકપમાં ભારતના યુવરાજસિંહે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાયેલી 70 રનની ઈનિંગ દરમિયાન બ્રેટ લીના બોલ પર 119 મીટરની લાંબી સિક્સર ફટકારી હતી. આ સિક્સર એટલા માટે પણ ગજબની હતી કારણ કે તેના માટે તેમણે માત્ર પોતાની કલાઈઓનો ઉપયોગ કર્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news