2 મહિનાની અંદર Sushmita Sen અને Lalit Modi ના સંબંધોમાં આવી તિરાડ? લીધો આ નિર્ણય

લલિત મોદીએ 15 જુલાઇના રોજ પોતાના ઓફિશિયલ ટ્વીટર અને ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર આ જાહેરાત કરી હતી કે તે અને સુષ્મિતા એકબીજાને ડેટ કરી રહ્યા છે. લલિત મોદીની જાહેરાત બાદ જાણે હડકંપ મચી ગયો હતો. 

2 મહિનાની અંદર Sushmita Sen અને Lalit Modi ના સંબંધોમાં આવી તિરાડ? લીધો આ નિર્ણય

Lalit Modi Remove Sushmita Sen DP : બોલીવુડ અભિનેત્રી સુષ્મિતા સેન અને આઇપીએલ ફાઉન્ડર લલિત મોદીના અફેરની પ્રેમ કહાણીની ખૂબ ચર્ચાઓ હજુ પણ અટકી નથી કે હવે વધુ એક ચોંકાવનારુ અપડેટ સામે આવ્યું છે. લલિત મોદીએ 15 જુલાઇના રોજ પોતાના ઓફિશિયલ ટ્વીટર અને ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર આ જાહેરાત કરી હતી કે તે અને સુષ્મિતા એકબીજાને ડેટ કરી રહ્યા છે. લલિત મોદીની જાહેરાત બાદ જાણે હડકંપ મચી ગયો હતો. સુષ્મિતા સેનને સોશિયલ મીડિયા પર જોરદરા ટ્રોલ કરવામાં આવી હતી અને લલિત મોદીની પણ ખૂબ મજાક ઉડાવવામાં આવી હતી. પરંતુ હવે લાગે છે કે લલિત મોદી અને સુષ્મિતા સેન વચ્ચે બરોબર ચાલી રહ્યું નથી. અમે આમ કેમ કરી રહ્યા છીએ એ પણ તમને જણાવી દઇએ. 
No description available.

લલિત મોદીએ હટાવ્યું સુષ્મિતા સેન સાથે ડીપી
જોકે પોતાના રિલેશનશિપની જાહેરાત સાથે લલિત મોદીએ પોતાના ઇંસ્ટાગ્રામ પર સુષ્મિતા સાથે ડીપી લગાવ્યું હતું. સાથે જ પોતાના બાયોમાં સુષ્મિતા માટે પ્રેમ વ્યક્ત કરતાં પોતાના પાર્ટનર વિથ ક્રાઇમ ગણાવ્યું હતું. પરંતુ હવે 2 મહિનાની અંદર જ લલિત મોદીએ પોતાના ઇંસ્ટાગ્રામ પરથી પોતાનું અને સુષ્મિતાનું ડીપી હટાવીને પોતાનો એકલાનો ફોટો લગાવી દીધો છે. જેના પર 'ઇન્ડીયન પ્રીમિયર લીગ ફાઉન્ડર'. એટલું જ નહી લલિત મોદીએ પોતાના બાયોથી સુષ્મિતા સેનનું નામ પણ હટાવી દીધું છે ત્યારબાદ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે બંને વચ્ચે અનબન ચાલી રહી છે. જોકે લલિત મોદીએ સુષ્મિતા સાથે જે ફોટો પોસ્ટ કર્યો હતો તેને હટાવી દેવામાં આવ્યો છે. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Lalit Modi (@lalitkmodi)

તમને જણાવી દઇએ કે લલિત મોદી પહેલાં સુષ્મિતા સેન, રોહમન શોલને ડેટ કરી રહી હતી. બંનેની જોડીને ફેન્સ ખૂબ પસંદ કરતા હતા. એટલા માટે જ્યારે સુષે રોહમન સાથે બ્રેકઅપની જાહેરાત કરી તો તેમના ફેન્સનું દિલ તૂટી ગયું હતું. જોકે બ્રેકઅપ બાદ પણ સુષ અને રોહમન વચ્ચે એક સારી મિત્રતા છે. બંને હજુ પણ મોટાભાગે સાથે જોવ મળે છે. તાજેતરમાં જ સુષ્મિતા સેને પોતાની પુત્રી રિનીન જન્મદિવસને સેલિબ્રેટ કર્યો. આ અવસર પર પણ રોહમન પણ તેમની સાથે જોવા મળ્યો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news