T-20: કુલદીપ યાદવની રેન્કિંગમાં છલાંગ, રાશિદ ખાન બાદ બીજો સૌથી બેસ્ટ બોલર

24 વર્ષના રિસ્ટ સ્પિનર કુલદીપ યાદવ એક સ્થાનના ફાયદાની સાથે આઈસીસી રેન્કિંગમાં બીજા સ્થાન પર આવી ગયો છે. 

T-20: કુલદીપ યાદવની રેન્કિંગમાં છલાંગ, રાશિદ ખાન બાદ બીજો સૌથી બેસ્ટ બોલર

નવી દિલ્હીઃ રવિવારે ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ નિર્ણાયક ટી20 મેચ ગુમાવીને શ્રેણી 1-2થી હારીગઈ, પરંતુ ચાઇનામેન કુલદીપ યાદવે પોતાના પ્રદર્શનથી નવી ઉંચાઈ હાસિલ કરી છે. હેમિલ્ટનમાં રમાયેલી સિરીઝની અંતિમ ટી20માં કુલદીપે 26 રન આપીને બે વિકેટ ઝડપી અને આ સાતે તેણે કરિયરની સર્વશ્રેષ્ઠ આઈસીસી રેન્કિંગ હાસિલ કરી લીધી છે. 

24 વર્ષનો આ રિસ્ટ સ્પિનર કુલદીપ એક સ્થાનના ફાયદાની સાથે બોલરોના આઈસીસી રેન્કિંગમાં બીજા સ્થાન પર આવી ગયો છે. કુલદીપના 728 પોઈન્ટ છે, જ્યારે અફગાનિસ્તાનનો લેગ સ્પિનર રાશિદ ખાન  793 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાન પર છે. 

ટોપ-10માં ભારતનો બીજો કોઈ બોલર નથી. કુલદીપનો જોડીદાર યુજવેન્દ્ર ચહલ 6 સ્થાન નીચે આવીને 17માં સ્થાન પર છે, જ્યારે ભુવનેશ્વર કુમાર 18માં સ્થાને છે. બીજીતરફ ક્રુણાલ પંડ્યાએ 39 સ્થાનના ફાયદાની સાથે કરિયર બેસ્ટ 58મી રેન્કિંગ હાસિલ કરવામાં સફળ રહ્યો છે. 

ભારતના ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્મા 3 સ્થાનના ફાયદાની સાથે 7માં અને શિખર ધવન એક સ્થાનના ફાયદા સાથે 11માં સ્થાન પર છે. કેએલ રાહુલ (10માં સ્થાન) ત્રણ સ્થાન નીચે આવી ગયો છે. 

ટી-20 આંતરરાષ્ટ્રીય: TOP-5 બોલરોના રેન્કિંગ - પોઈન્ટ

1. રાશિદ ખાન (અફગાનિસ્તાન)- 793

2. કુલદીપ યાદવ (ભારત)- 728

3. શાદાબ ખાન (પાકિસ્તાન)- 720

4. ઇમાદ વસીમ (પાકિસ્તાન)- 705

5. આદિલ રાશિદ (ઈંગ્લેન્ડ)- 676

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news