આ વિષયમાં નબળો હતો કોહલી! IPL 2023 પહેલાં વિરાટે શેર કરી ધોરણ-10ની માર્કશીટ

Virat Kohli 10th Report Card: આરસીબીના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ આઈપીએલ શરૂ થતાં પહેલા પોતાની ધોરણ 10ની માર્કશીટ શેર કરી છે. સ્ટાર બેટરે જણાવ્યું કે તેને ક્યા વિષયમાં કેટલા માર્ક્સ મળ્યા હતા. તમે પણ જુઓ કોહલીનું રિપોર્ટ કાર્ડ...
 

આ વિષયમાં નબળો હતો કોહલી! IPL 2023 પહેલાં વિરાટે શેર કરી ધોરણ-10ની માર્કશીટ

નવી દિલ્હીઃ વિરાટ કોહલી ક્રિકેટના મેદાન પર તો જબરદસ્ત છે. ફીલ્ડિંગથી બેટિંગમાં તેને ટોપ ગ્રેડ આપવામાં આવે છે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે વિરાટે સ્કૂલના દિવસમાં એક વિદ્યાર્થીના રૂપમાં કેટલા માર્ક્સ પ્રાપ્ત  કર્યા હતા? ભારતીય રન મશીન બનતા પહેલાં કોહલી ગણિતમાં સાધારણ વિદ્યાર્થી હતો. કોહલીએ ખુદ સ્વીકાર કર્યું છે કે તેણે ક્રિકેટમાં ક્યારેટ એટલી મહેનત નથી કરી, જેટલી તેણે આ વિષયમાં પાસિંગ માર્ક્સ હાસિલ કરવા માટે કરી હતી. 

ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ની નવી સીઝન શરૂ થતાં પહેલા કોહલીએ પોતાની ધોરણ 10ની માર્કશીટ શેર કરી છે. રોયલ ચેલેન્જર્સ બેંગલોર (આરસીબી) ના પૂર્વ કેપ્ટન કોહલીએ પોતાની ધોરણ 10ની માર્કશીરની એક તસવીર પોસ્ટ કરી છે. કોહલીએ કહ્યું- આ રસપ્રદ છે કે કઈ રીતે જે વસ્તુ તમારી માર્કશીટમાં સૌથી ઓછી જોડાઈ છે, તમારા ચરિત્રમાં તે સૌથી વધુ જોડાઈ છે. 

virat_crtificat

પૂર્વ ભારતીય કેપ્ટન કોહલીના સોશિયલ મીડિયા પર મોટી સંખ્યામાં ફેન્સ છે. ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં સદીનો દુકાળ પૂરો કર્યા બાદ કોહલી આઈપીએલ 2023માં બેંગલુરૂ માટે પ્રથમ ટ્રોફી જીતવાની તૈયારી કરી રહ્યો છે. ફાફ ડુ પ્લેસિસની આગેવાનીમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરનો સામનો રવિવારે એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રોહિત શર્માની મુંબઈ ઈન્ડિયન્સ સામેથશે. કોહલી આઈપીએલના ઈતિહાસમાં સર્વકાલિન શીર્ષ સ્કોરર છે. આરસીબીના પૂર્વ કેપ્ટને આઈપીએલમાં 223 મેચમાં 6624 રન ફટકાર્યા છે. 

બેટિંગ આઇકન કોહલીએ 2008માં એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં કોલકત્તા નાઇટ રાઇડર્સ વિરુદ્ધ આઈપીએલમાં ડેબ્યૂ કર્યું હતું. આરસીબી આઇકને 5 સદી અને 44 અડધી સદી ફટકારી છે. કોહલીએ ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ સિરીઝમાં સદી ફટકારી હતી. ભારતનો પૂર્વ કેપ્ટન ચાર મેચની ટેસ્ટ સિરીઝમાં ટીમ ઈન્ડિયા માટે સૌથી વધુ રન ફટકારનાર ખેલાડી રહ્યો હતો. કોહલીએ બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં 297 રન બનાવ્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news