IPL 2020: કિંગ્સ ઇલેવન અને રોયલ્સે પૂરો કર્યો ક્વોરન્ટાઇન પીરિયડ, હવે શરૂ કરશે તૈયારી
રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ (RCB), મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ની ટીમો શુક્રવારે અહીં પહોંચી હતી અને તેનો ક્વોરન્ટાઇન પીરિયડ શુક્રવારે પૂરો થશે.
Trending Photos
દુબઈઃ કિંગ્સ ઇલેવન પંજાબ (Kings XI Punjab) અને રાજસ્થાન રોયલ્સ (RR)ના પાછલા સપ્તાહે દુબઈ પહોંચનારા ખેલાડીઓએ 6 દિવસનો ફરજીયાત ક્વોરન્ટાઈન પીરિયડ પૂરો કરી લીધો છે અને આ દરમિયાન કોવિડ-19 માટે કરવામાં આવેલા ત્રણ ટેસ્ટ નેગેટિવ આવ્યા છે.
આ ટીમોના ખેલાડી હવે પ્રેક્ટિસ માટે તૈયાર છે. દુબઈની ગરમીથી બચવા માટે આ ટીમોએ સાંજે પ્રેક્ટિસ કરવાની યોજના બનાવી છે. કિંગ્સ ઇલેવન અને રોયલ્સ UAE પહોંચનારી શરૂઆતી ટીમોમાં સામેલ હતી. કોલકત્તા નાઇટ રાઇડર્સ (KKR)ની પણ પાછલા ગુરૂવારે સંયુક્ત અરબ અમીરાત પહોંચી હતી, તેની ટીમ અબુધાબીમાં રોકાણી છે.
ભારતીય ક્રિકેટ બોર્ડની માનક સંચાલન પ્રક્રિયા (SOP) અનુસાર ખેલાડીઓનો અહીં પહોંચ્યા બાદ પ્રથમ, ત્રીજા અને છઠ્ઠા દિવસે ટેસ્ટ કરવામાં આવ્યા તથા ત્રણેયમાં નેગેટિવ આવ્યા બાદ કિંગ્સ ઇલેવન અને રોયલ્સના ખેલાડીઓ પ્રેક્ટિસની તૈયારીમાં લાગી ગયા છે.
છ દિવસના પ્રવાસ દરમિયાન ખેલાડીઓને પોતાના રૂમમાંથી નિકળવાની મંજૂરી આપવામાં આવી નથી. એક સૂત્રએ રોયલ્સના સંદર્ભમાં કહ્યું, ભારતથી અહીં પહોંચનાર બધા ખેલાડીઓનો ત્રણ વખત ટેસ્ટ કરવામાં આવ્યો અને તે હવે પ્રેક્ટિસ શરૂ કરશે.
રોયલ્સની ટીમ ICC મેદાન પર પ્રેક્ટિસ કરશે. આ વર્ષે રોયલ્સ સાથે જોડાનાર દક્ષિણ આફ્રિકી ક્રિકેટર ડેવિડ મિલર મંગળવારે અહીં પહોંચ્યો છે અને તે પોતાનો એકાંતવાસ પૂરો કર્યાં બાદ પ્રેક્ટિસ કરી શકશે. કિંગ્સ ઇલેવનના દક્ષિણ આફ્રિકી ખેલાડી હાર્ડ્સ વિલજોને પણ આ પ્રક્રિયામાંથી પસાર થવું પડશે.
કિંગ્સ ઇલેવનના સૂત્રએ કહ્યું, ભારતથી 20 ઓગસ્ટે અહીં પહોંચનારા બધા ખેલાડીઓએ ક્વોરન્ટાઈન પૂરો કરી લીધો છે અને તે પ્રેક્ટિસ શરૂ કરશે. રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ (RCB), મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ની ટીમો શુક્રવારે અહીં પહોંચી હતી અને તેનો ક્વોરન્ટાઇન પીરિયડ શુક્રવારે પૂરો થશે. આઈપીએલ 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર સુધી યૂએઈના ત્રણ સ્થળો દુબઈ, અબુધાબી અને શારજાહમાં રમાશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે