બજરંગ પૂનિયા અને દીપા મલિકને ખેલ રત્ન, રવીન્દ્ર જાડેજાને મળશે અર્જુન એવોર્ડ

પ્રથમ ખેલ રત્ન પુરસ્કાર શતરંજ ખેલાડી વિશ્વનાથ આનંદનને 1991-92મા મળ્યો હતો. 
 

બજરંગ પૂનિયા અને દીપા મલિકને ખેલ રત્ન, રવીન્દ્ર જાડેજાને મળશે અર્જુન એવોર્ડ

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા અને મહિલા ક્રિકેટર પૂનમ યાદવને આ વર્ષના અર્જુન એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે. આ વર્ષના અર્જુન એવોર્ડ માટે 19 એથલીટોની પસંદગી કરવામાં આવી છે. બીસીસીઆઈએ આ વર્ષે અર્જુન એવોર્ડ માટે ચાર ક્રિકેટરોના નામ મોકલ્યા હતા. જેમાં રવીન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ અને પૂનમ યાદવનું નામ સામેલ હતું. 

તો પેરા-એથલીટ દીપા મલિક અને રેસલર બજરંગ પૂનિયાને દેશનો સર્વોચ્ચ ખેલ સન્માન રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ મળશે. રમતમાં શાનદાર પ્રદર્શન કરનારને આ સન્માન સ્વરૂપ આ પુરસ્કાર આપવામાં આવે છે. તેના માટે અલગ-અલગ ખેલ બોર્ડ ખેલાડીઓનું નામ રમત મંત્રાલયને મોકલે છે. 

જે ખેલાડીઓના નામની ભલામણ થાય છે, વધુ પડતા લોકોને તેમાથી એવોર્ડ મળે છે. આ એવોર્ડ 1961થી શરૂ થયો હતો અને વિજેતાને નિશાન લગાવતી અર્જુનની મૂર્તિની સાથે 5 લાખ રૂપિયા મળે છે. રવીન્દ્ર જાડેજાએ હાલમાં શાનદાર પ્રદર્શન કરતા ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં પોતાને સાબિત કર્યો છે. 

રવીન્દ્ર જાડેજાએ 41 ટેસ્ટ, 156 વનડે અને 42 ટી20 મેચોમાં ટીમ ઈન્ડિયાનું પ્રતિનિધિત્વ કર્યું છે. હાલમાં જાડેજાએ વિશ્વ કપ 2019ની સેમિફાઇનલ મેચમાં 59 બોલમાં 77 રન ફટકાર્યા હતા. તેમ છતાં ભારતીય ટીમે 18 રનથી પરાજયનો સામનો કર્યો હતો. 

19 ખેલાડીઓને અર્જુન એવોર઼્
પસંદગી સમિતિએ અર્જુન એવોર્ડ માટે 19 ખેલાડીઓને પસંદ કર્યાં છે. જેમાં ક્રિકેટ ખેલાડી રવીન્દ્ર જાડેજા અને પૂન યાદવ, ટ્રેક એન્ડ ફીલ્ડ સ્ટાર તેજિંદર પાલ સિંહ તૂર, મોહમ્મદ અનસ અને સ્વપ્ના બર્મન, ફુટબોલર ગુરપ્રીત સિંહ સંધૂ, હોકી ખેલાડી ચિંગલેનસના સિંહ કંગુજમ અને શૂટર અંજુમ સામેલ છે. 

આ ખેલાડીને મળશે દ્રોણાચાર્ય એવોર્ડ
પેનલે દ્રોણાચાર્ચ પુરસ્તાર માટે ત્રણ લોકોની પસંદગી કરી છે, જેમાં પૂર્વ બેડમિન્ટન સ્ટાર વિમલ કુમાર, ટેબલ ટેનિસ કોચ સંદીપ ગુપ્તા અને મોહિન્દર સિંહ ઢિલ્લન સામેલ છે. આ સિવાય દ્રોણાચાર્ય પુરસ્કારની લાઇફ ટાઇમ કેટેગરીમાં હોકી કોચ મેરજબાન પટેલ, કબડ્ડી કોચ રામબીર સિંહ ખોખર અને ક્રિકેટ કોચ સંજય ભારદ્વાજ સામેલ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news