Mohammad Kaif ને ભારે પડી એક નાનકડી ભૂલ, એ જ કારણે MS Dhoni સાથે વાંકુ પડ્યું અને કરિયર થઈ ગયું ખતમ!

મોહમ્મદ કેફ ટીમ ઈન્ડિયાનો અત્યાર સુધીનો સૌથી સારો ફિલ્ડર ગણાય છે. જ્યારે તે ટીમમાં ઇન્ડિયામાં રમતો હતો ત્યારે તે એક બેટ્સમેન તો હતો. પણ આ ઉપરાંત કેફ પાસે ફિલ્ડીંગ કોચ તરીકે પણ સલાહ લેવામાં આવતી હતી. જોકે, તેની એક જ ભૂલ તેને ભારે પડી અને કરિયર થઈ ગયું ખતમ.

Mohammad Kaif ને ભારે પડી એક નાનકડી ભૂલ, એ જ કારણે MS Dhoni સાથે વાંકુ પડ્યું અને કરિયર થઈ ગયું ખતમ!

નવી દિલ્લીઃ મોહમ્મદ કેફે ટીમ ઈન્ડિયામાં પોતાની જગ્યા ખોઈ નાખી. અચાનક એવું શું થયું કે કેફે પોતાની જગ્યા ગુમાવવી પડી. ધોનીએ વર્ષ 2004માં જ્યારે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પ્રવેશ કર્યો ત્યારે એ સમયે ટીમ ઈન્ડિયામાં મોહમ્મદ કેફનું કરિયર પીક પર હતું. મોહમ્મદ કેફે ટીમ ઈન્ડિયામાંથી એક બે વર્ષમાં જ પોતાની જગ્યા ગુમાવી દીધી. જગ્યા ગુમાવ્યા બાદ ક્યારે તે ફરી આવી ના શક્યા.

કેમ ભારતીય સ્ત્રીઓ પહેરે છે નાકમાં નથણી? જાણો માન્યતાથી લઈ ફેશન બન્યા સુધીની નથણીની કહાની

ધોની સાથે આવું વર્તન કેફને મોંઘુ પડ્યું:
મોહમ્મદ કેફે 2006માં નોયડામાં આખી ઈન્ડિયન ટીમને પોતાના ઘરે ડિનર માટે આમંત્રણ આપ્યું હતું. આ પાર્ટીમાં મોહમ્મદ કેફ મોટા ક્રિકેટરો સચિન તેંદુલકર અને ગાંગુલી સાથે વ્યસ્ત હતા. આ વ્યસ્તતાના કારણે કેફ ધોની જેવા યુવા ક્રિકેટર પર ધ્યાન ના આપી શક્યા.

Sex Scandal માં ફસાયા હતા આ 5 ક્રિકેટર્સ, અમુક ખેલાડી તો હજુ IPL માં રમે છે, નામ સાંભળશો તો તમને વિશ્વાસ નહીં થાય

ગાંગુલી અને સચિન પર કેફનું ધ્યાન:
મોહમ્મદ કેફે  સચિન તેંડુલકર અને ગાંગુલી જેવા મોટા ક્રિકેટરને ડિનર માટે આમંત્રણ આપ્યું હતું તેથી કેફ થોડા નર્વસ હતા.  આ સાથે તત્કાલીન કોચ ગ્રેગ ચેપલને પણ કેફે આમંત્રણ આપ્યું હતું. તે વિચારી રહ્યા હતા. કે આટલા મોટા લોકોની તે કેવી રીતે આગતા-સ્વાગતા કરશે. તેમનું ધ્યાન માત્ર આ લોકોની આગતા-સ્વાગતામાં જ રહ્યું.

આ એક માણસ માટે બોલીવુડની મોટાભાગની અભિનેત્રીઓએ કેમેરા સામે ઉતારી દીધાં બધાં કપડાં! ફોટા જોઈને હચમચી ગયા બધા

અલગ રૂમમાં બેઠા હતા ધોની:
પાર્ટી દરમિયાન ધોની અને સુરેશ રૈના સહિત અન્ય યુવા ક્રિકેટર્સ અલગ રૂમમાં બેઠા હતા અને કેફ સિનિયર ક્રિકેટરો સાથે વ્યસ્ત હતા. કેફ યુવા ક્રિકેટરો પર ધ્યાન ન આપી શક્યા જે ધોનીને કદાચ ના ગમ્યું. 2007માં ધોની જ્યારે કેપ્ટન બન્યા ત્યારે કેફ ટીમમાં પરત ના ફરી શક્યા.  ધોની હંમેશા કેફને યાદ દેવડાવતા કે 'જ્યારે હું તારી ઘરે આવ્યો ત્યારે તે મારું સારી રીતે સ્વાગત કર્યું ન હતું'

Priyanka, Deepika, Kareena બધી જ હોટ હીરોઈનના Lip Lock Kiss સીન થયા Viral, પહેલીવાર આવા ફોટા આવ્યાં સામે

ધોનીએ કેફને માર્યું મેણું:
ધોનીના કેપ્ટન બનતા પહેલાં ધોનીને બિરયાની નહીં પીરસવી કેફને મોંઘી પડી. એ વખતે મેણું મારતા ધોનીએ કેફને કહ્યું હતું કે,'જ્યારે કેફ ઘરે આવશે ત્યારે તે કેફનું ધ્યાન નહીં રાખે'.

ત્યારથી જ ક્રિકેટના વર્તુળોમાં એવી ચર્ચાએ જોર પકડ્યું હતુંકે, કેફે જે પ્રકારે પોતાના ઘરે બોલાવીને ધોનીની અવગણના કરી હતી એ વાતનો બદલો ધોનીએ તેની જોડે લીધો. જ્યારે ધોની ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બન્યો કે તુરંત જ કેફ ટીમમાંથી બહાર થઈ ગયો અને એ પછી ક્યારેય ટીમમાં પરત ફરવાનો મોકો મળ્યો નહીં અને આ રીતે એક નાનકડી ભૂલના કારણે કેફની કારકિર્દી પર પૂર્ણવિરામ લાગી ગયું.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news