Ashes 2021: જો રૂટને પ્રાઈવેટ પાર્ટ પર વાગ્યો બોલ, પછી જે થયું...રિકી પોન્ટિંગના રિએક્શનનો જુઓ Video

એડિલેડમાં રમાઈ રહેલી ડે-નાઈટ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાનો દબદબો જોવા મળી રહ્યો છે. મેચનો હવે છેલ્લો દિવસ બચ્યો છે અને ઈંગ્લેન્ડ સામે 386 રનનો પહાડ જેવો લક્ષ્યાંક છે. જો કે મેચના ચોથા દિવસે કઈક એવું બન્યું કે લોકો હસતાં હસતાં બેવડા વળી ગયા. 

Ashes 2021: જો રૂટને પ્રાઈવેટ પાર્ટ પર વાગ્યો બોલ, પછી જે થયું...રિકી પોન્ટિંગના રિએક્શનનો જુઓ Video

Ashes 2021, Joe Root: એડિલેડમાં રમાઈ રહેલી ડે-નાઈટ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાનો દબદબો જોવા મળી રહ્યો છે. મેચનો હવે છેલ્લો દિવસ બચ્યો છે અને ઈંગ્લેન્ડ સામે 386 રનનો પહાડ જેવો લક્ષ્યાંક છે. જો કે મેચના ચોથા દિવસે કઈક એવું બન્યું કે લોકો હસતાં હસતાં બેવડા વળી ગયા. 

ઈંગ્લેન્ડના કેપ્નટ જો રૂટ બેટિંગ કરી રહ્યા હતા ત્યારે જ તેમના પ્રાઈવેટ પાર્ટ પર  બોલ વાગ્યો. ત્યારબાદ તેમને બેટિંગ  કરવામાં ખુબ મુશ્કેલી નડી. વાત જાણે એમ છે કે બીજી ઈનિંગમાં જ્યારે જો રૂટ બેટિંગ કરવા માટે આવ્યા તો ઈંગ્લેન્ડની ટીમ ખુબ મુશ્કેલીમાં હતી. આ બધા વચ્ચે દિવસની રમત પૂરી થતા પહેલા જો રૂટ જ્યારે બેટિંગ કરી રહ્યા હતા ત્યારે ઝડપથી આવેલો બોલ તેમના પ્રાઈવેટ પાર્ટ પર વાગ્યો. ત્યારબાદ તેમને ખુબ જ દુ:ખાવો થવા લાગ્યો. દુ:ખાવાના કારણે તેઓ કણસી રહ્યા હતા અને ગ્રાઉન્ડ પર જ આળોટવા લાગ્યા. 

— Tasty🏴󠁧󠁢󠁥󠁮󠁧󠁿 (@fanboyPen) December 19, 2021

થોડીવારના બ્રેક બાદ જ્યારે રૂટ ફરીથી ઊભા થયા તો આ દરમિયાન એક વધુ ફની મૂમેન્ટ જોવા મળી. જ્યારે તેઓ પોતાનું ગાર્ડ એડજસ્ટ કરી રહ્યા હતા ત્યારે સ્પાઈડરકેમ જો રૂટ પાસે આવી રહ્યો હતો. તે સમયે જો રૂટે કેમેરાને દૂર જવા માટે કહ્યું ને તેમણે ફરીથી ગાર્ડ એડજસ્ટ કર્યું. 

Joe Root is always switched on 😂#Ashes pic.twitter.com/DbRd6lmj5G

— Cricket on BT Sport (@btsportcricket) December 19, 2021

પ્રાઈવેટ પાર્ટ પર બોલ વાગ્યા બાદ જો રૂટ લાંબા સમય સુધી ક્રિઝ પર ટકી શક્યા નહીં. તેમને ખુબ દુ:ખાવો થઈ રહ્યો હતો અને તેઓ દોડી પણ શકતા નહતા. જ્યારે જો રૂટ રન લેવા માટે દોડ્યા તો તેમને ખુબ તકલીફ પડી અને તેઓ વાંકા ચૂંકા દોડવા લાગ્યા. આ જોઈને કોમેન્ટ્રી બોક્સમાં બેઠેલા રિકી પોન્ટિંગ તો એવા હસી પડ્યા કે આંખમાં આસું આવી ગયા. 

— 7Cricket (@7Cricket) December 19, 2021

અત્રે જણાવવાનું કે ઈંગ્લેન્ડ આ મેચ ગુમાવવાની નજીક છે. ચોથા દિવસની રમત પૂરી થઈ ત્યારે ઈંગ્લેન્ડનો સ્કોર 4 વિકેટ ગુમાવીને 82 રન હતો. ઈંગ્લેન્ડે આ મેચ જીતવા માટે 386 રનની જરૂર છે. જ્યારે ઓસ્ટ્રેલિયાને ફક્ત 6 વિકટેની જરૂર છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news