Virat Kohli નહીં, આ બેટ્સમેન તોડશે Sachin Tendulkar નો સૌથી મોટો રેકોર્ડ!

Tendulkar World Record: ટીમ ઈન્ડિયા અને દુનિયાના મહાન બેટ્સમેન સચિન તેંડુલકરનો એક મોટો રેકોર્ડ હવે જોખમમાં હોય તેમ લાગી રહ્યું છે. મજાની વાત એ છે કે આ રેકોર્ડ તોડવા માટે વિરાટ કોહલી કે કોઈ ભારતીય બેટ્સમેન નહીં પરંતુ એક વિદેશી બેટ્સમેને પગલું ભર્યું છે.

Virat Kohli નહીં, આ બેટ્સમેન તોડશે Sachin Tendulkar નો સૌથી મોટો રેકોર્ડ!

ENG vs AUS, Ashes 1st Test: ઑસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાતી એશિઝ સીરીઝ 2023 શરૂ થઈ ગઈ છે. ઈંગ્લેન્ડના એજબેસ્ટનમાં 16 જૂનથી પ્રથમ ટેસ્ટ મેચ શરૂ થઈ છે. આ મેચમાં રમી રહેલા બેટ્સમેન ટેસ્ટ ક્રિકેટમાં સતત રન બનાવી રહ્યા છે, જેના કારણે સચિન તેંડુલકરનો મોટો રેકોર્ડ પણ તૂટવાની શક્યતા છે. જો કે, સચિનના આ મોટા રેકોર્ડને તોડવો એ સરળ કામ નથી, પરંતુ હાલમાં જો કોઈ બેટ્સમેન આ કરી શકે છે તો તે ઈંગ્લેન્ડનો આ બેટ્સમેન છે. 

તૂટશે તેંડુલકરનો 'વિરાટ' રેકોર્ડ!
ટીમ ઈન્ડિયા માટે લગભગ 25 વર્ષ સુધી ક્રિકેટ રમનાર મહાન બેટ્સમેન સચિન તેંડુલકરના નામે ઘણા એવા રેકોર્ડ છે, જેના વિશે વિચારવું પણ મુશ્કેલ છે. તેંડુલકરે ટેસ્ટ ક્રિકેટમાં એટલા રન બનાવ્યા કે તેના નામે સૌથી વધુ રનનો રેકોર્ડ બની ગયો. સચિનના નામે ટેસ્ટમાં 15921 રનનો વર્લ્ડ રેકોર્ડ છે. તેનો આ રેકોર્ડ તોડવાની નજીક પણ કોઈ પહોંચી શક્યું નથી. આવી સ્થિતિમાં ઈંગ્લેન્ડનો બેટ્સમેન જો રૂટ આ દિશામાં ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યો છે. તે જે ઘાતક ફોર્મમાં બેટિંગ કરી રહ્યો છે તે ચાલુ રાખશે તો તે આ મહાન રેકોર્ડને તોડી શકે છે.

No description available.

આ ખેલાડી તોડશે વર્લ્ડ રેકોર્ડ!
ઈંગ્લેન્ડ તરફથી બેટિંગ કરનાર જો રૂટે ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ એશિઝ ટેસ્ટના પહેલા દિવસે સદી ફટકારી હતી. તેણે 152 બોલમાં 118 રનની ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેના બેટમાંથી 7 ચોગ્ગા અને 4 છગ્ગા નીકળ્યા હતા. રૂટ છેલ્લા કેટલાક સમયથી જે ઘાતક ફોર્મમાં ચાલી રહ્યો છે તે જોતા લાગે છે કે આવનારા કેટલાક વર્ષોમાં તે સચિન તેંડુલકરના સૌથી વધુ ટેસ્ટ રનના રેકોર્ડને તોડી નાખશે. રૂટે ટેસ્ટ ક્રિકેટમાં 11122 રન બનાવ્યા છે. જો કે આ મોટો રેકોર્ડ તોડવા માટે તેણે હજુ 3-4 વર્ષ સુધી આ ફોર્મમાં રહેવું પડશે.

એજબેસ્ટન ખાતે રમાઈ રહેલી પ્રથમ એશિઝ ટેસ્ટ મેચની વાત કરીએ તો ઈંગ્લેન્ડે પહેલા જ દિવસે બેટિંગ કરતા 393 રન બનાવીને પોતાનો દાવ ડિકલેર કર્યો હતો. ટીમ માટે જો રૂટે 118 રન બનાવ્યા હતા. આ સિવાય ઓપનર જેક ક્રાઉલીએ 61 રન જ્યારે જોની બેયરસ્ટોએ 78 રન બનાવ્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દિવસની રમત પૂરી થવા સુધી વિકેટ ગુમાવ્યા વિના 14 રન બનાવ્યા હતા. 

આ પણ વાંંચો:
રાહતના સમાચાર, વાવાઝોડું ડીપ ડિપ્રેશનમાં ફેરવાયું, 9 જિલ્લામાં વરસાદની આગાહી
શનિવારનો દિવસ અને શનિ થશે વક્રી, આ 3 રાશિઓ માટે વક્રી શનિ અશુભ, જીવનમાં વધશે સંકટ

ખબર છે હનુમાનજીને કેમ ચઢે છે સિંદૂર? આ રીતે શરૂ થઇ સિંદૂર લગાવવાની પ્રથા
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news