19 સપ્ટેમ્બરથી IPL 2021 ફેઝ 2 થશે શરૂ, જાણો સંપૂર્ણ શિડ્યૂલ

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2021ના બીજા ફેઝની શરૂઆત રવિવારથી થવાની છે. પ્રથમ મુકાબલામાં મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ આમને સામને હશે.

19 સપ્ટેમ્બરથી IPL 2021 ફેઝ 2 થશે શરૂ, જાણો સંપૂર્ણ શિડ્યૂલ

દુબઈઃ IPL 2021ની શરૂઆત 9 એપ્રિલથી થઈ હતી. પરંતુ, કોરોનાના બીજા વેવના કારણે વચ્ચેથી રોકી દેવાઈ હતી. અનેક ખેલાડીઓ અને ટીમ સ્ટાફ કોરોના સંક્રમિત થયા હતા. ત્યારે, હવે IPL 2021નો ફેઝ 2 દુબઈમાં આ મહિનાની 19 તારીખથી શરૂ થવા જઈ રહ્યો છે. હવે, બાકી રહેલી 31 મેચો આગામી રવિવારથી રમાશે. 

IPLના બીજા ફેઝની શરૂઆત આ રવિવારથી ચેન્નઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાશે. આ સાથે જ તમામ મેચોનું શિડ્યુલ પણ BBCIએ જાહેર કરી દિધું છે. જેમાં દુબઈમાં 13, શાહજહાંમાં 10 અને અબુધાબીમાં 8 મેચો રમાશે. IPL 2021ની 29 મેચો રમાઈ ચુકી છે. જ્યારે, 31 મેચો 27 દિવસમાં રમાશે. આ મેચો ભારતીય સમય મુજબ બપોરે 3:30 વાગ્યે અને રાત્રે 7:30 વાગ્યે શરૂ થષે. 

IPL 2021ની પ્રથમ ક્વોલિફાયર 10 ઓક્ટોબરે રમાશે, પછી 11 ઓક્ટોબરે એલિમિનેટર રમાશે. ત્યારબાદ, 13 ઓક્ટોબરે બીજી ક્વોલિફાયર રમાશે અને 15 ઓક્ટોબરે ફાઈનલ મેચ રમાશે. 

Image preview

મહત્વનું છે કે, IPL 2021ના બીજા ફેઝમાં દર્શકોને સ્ટેડિયમમાં જવાની મંજૂરી મળી ગઈ છે. ક્રિકેટ ફેંસ 16 સપ્ટેમ્બરથી મેચ માટે ઓનલાઈન ટિકિટ ખરીદી શકશે. ટિકિટ IPLની સત્તાવાર વેબસાઈટ (www.iplt20.com) પરથી ખરીદી શકશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news