મુંબઈ ઈન્ડિયન્સે આ ખેલાડી માટે ખર્ચ કરી મોટી રકમ, બચી ગયો યુવરાજ સિંહનો રેકોર્ડ
IPL 2022 Mega Auction: આઈપીએલની હરાજીમાં ઈશાન કિશને રેકોર્ડ બનાવી લીધો છે. તેને ફરી મુંબઈ ઈન્ડિયન્સે પોતાની ટીમમાં સામેલ કર્યો છે.
Trending Photos
નવી દિલ્હીઃ આઈપીએલ 2022 મેગા ઓક્શનનું આયોજન બેંગલોરમાં થયું છે. મુંબઈ ઈન્ડિયન્સે એક સ્ટાર વિકેટકીપર માટે કરોડો રૂપિયા ખર્ચી દીધા છે. આ ખેલાડી માટે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ બધા સાથે જંગ કરતી જોવા મળી હતી. આ ખેલાડી પોતાની આક્રમક બેટિંગ માટે જાણીતો છે અને તે વિકેટકીપિંગ પણ કરે છે.
આ ખેલાડી માટે લાગી મોટી બોલી
ઈશાન કિશનની બોલી બે કરોડથી શરૂ થઈ હતી. તેના માટે મુંબઈ ઈન્ડિયન્સ, ગુજરાત ટાઈટન્સ, પંજાબ કિંગ્સ, સનરાઇઝર્સ હૈદરાબાદે હોલી લગાવી હતી. અંતમાં મુંબઈએ ઈશાન કિશનને 15.25 કરોડ રૂપિયામાં ખરીદી લીધો છે. આ સાથે યુવરાજ સિંહનો રેકોર્ડ બચી ગયો છે, જે ઓક્શનમાં ખરીદાયેલો સૌથી મોંઘો ભારતીય ક્રિકેટર છે. યુવરાજને 16 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો હતો. ઈશાન કિશન માટે મુંબઈએ મોટી બોલી લગાવી હતી. તેણે હૈદરાબાદને પછાડતા કિશનને પોતાની ટીમમાં સામેલ કર્યો છે.
We're sure you loved that bid @mipaltan 😉💙
Welcome back to the Paltan @ishankishan51 pic.twitter.com/xwTbSi9z7b
— IndianPremierLeague (@IPL) February 12, 2022
શાનદાર ફોર્મમાં છે ઈશાન કિશન
23 વર્ષીય ઈશાન કિશનનો રેકોર્ડ ટી20 ક્રિકેટમાં શાનદાર રહ્યો છે. તે 104 ઈનિંગમાં 2726 રન બનાવી ચુક્યો છે. તેની સ્ટ્રાઇક રેટ 135ની રહી છે. તે ઓપનિંગ પણ કરે છે. એટલે મુંબઈએ ઈશાનને ફરી પોતાની સાથે સામેલ કરવા માટે મોટી બોલી લગાવી છે. તે ટી20 વિશ્વકપમાં પણ ભારતીય ટીમનો ભાગ હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે