IPL 2025: તો રોહિત શર્મા થશે બહાર? હાર્દિક અને સૂર્યકુમાર સહિત આ ખેલાડીઓને રિટેન કરી શકે છે મુંબઈ ઈન્ડિયન્સ

2022ના મેગા ઓક્શન બાદ મુંબઈ ઈન્ડિયન્સનું આઈપીએલમાં પ્રદર્શન ખરાબ રહ્યું છે. રોહિત શર્માની આગેવાનીમાં 2022માં ટીમ 10માં સ્થાને રહી હતી. ત્યારબાદ 2023ની સીઝનમાં પ્લેઓફમાં પહોંચી હતી. જ્યારે 2024માં પણ ટીમ પોઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને રહી હતી.
 

IPL 2025: તો રોહિત શર્મા થશે બહાર? હાર્દિક અને સૂર્યકુમાર સહિત આ ખેલાડીઓને રિટેન કરી શકે છે મુંબઈ ઈન્ડિયન્સ

નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગની પાંચ વખતની ચેમ્પિયન્સ મુંબઈ ઈન્ડિયન્સ મેગા ઓક્શનમાં ઉતરશે તો એક મજબૂત ટીમ બનાવવાનો પ્રયાસ કરશે. 2013, 2015, 2017, 2019 અને 2020માં ટીમ રોહિત શર્માની આગેવાનીમાં ચેમ્પિયન બની હતી. 2022માં મેગા ઓક્શન યોજાયું હતું. ત્યારબાદ ટીમે ત્રણ સીઝનમાં ખરાબ પ્રદર્શન કર્યું હતું.

રોહિત શર્માની આગેવાનીમાં 2022માં ટીમ 10માં સ્થાને રહી હતી. 2023માં મુંબઈની ટીમ પ્લેઓફ સુધી પહોંચી હતી. તો આઈપીએલ 2024 પહેલા હાર્દિક પંડ્યાની ટીમમાં વાપસી થઈ હતી. રોહિત શર્માની જગ્યાએ પંડ્યાને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો, પરંતુ ટીમનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું. ટીમ પોઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને રહી હતી. 2025માં ટીમ ફરી શાનદાર પ્રદર્શન કરવા ઈચ્છશે, પરંતુ તે માટે એક મજબૂત ટીમ બનાવવી પડશે.

મુંબઈ ઈન્ડિયન્સ આ છ ખેલાડીઓને કરી શકે છે બહાર
તાજેતરમાં મુંબઈ ઈન્ડિયન્સ ટીમની વાત કરીએ તો ગણતરીના ખેલાડીઓ દેખાય છે જેને રિટેન કરી શકાય છે. રિપોર્ટ્સ છે કે ફ્રેન્ચાઇઝીને મેગા ઓક્શન પહેલા છ ખેલાડીઓને રિટેન કરવાનો વિકલ્પ મળી શકે છે. મુંબઈ લગભગ જ છ ખેલાડીઓને રિટેન કરશે. વિદેશી ખેલાડીઓમાં ટિમ ડેવિડને છોડીને લાગતું નથી કે કોઈને રિટેન કરવામાં આવે. પાછલા વર્ષનું તેનું પ્રદર્શન જોતા તેની પણ રિટેન કરવાની સંભાવના ખુબ ઓછી છે.

હાર્દિક અને સૂર્યા સિવાય કોઈ થઈ શકે છે રિટેન
તે વાતમાં કોઈ શંકા નથી કે મુકેશ અંબાણીની ફ્રેન્ચાઇઝી હાર્દિક પંડ્યા, સૂર્યકુમાર યાદવ અને જસપ્રીત બુમરાહને રિટેન કરવા ઈચ્છશે. કેપ્ટનશિપમાંથી હટાવ્યા બાદ સ્પષ્ટ છે કે મુંબઈ ઈન્ડિયન્સ રોહિત શર્માને છોડી આગળ વધી ગઈ છે. આઈપીએલ 2024માં જ્યારે હાર્દિકને કેપ્ટન બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો તો રોહિત ખુશ નહોતો. તેવામાં રોહિત શર્માને રિટેન કરવામાં આવશે કે નહીં તેના પર સવાલ યથાવત છે. 

શું ઈશાન કિશન થશે રિટેન
હાર્દિક પંડ્યા, સૂર્યકુમાર અને બુમરાહ સિવાય મુંબઈ ઈન્ડિયન્સ તિલક વર્માને રિટેન કરી શકે છે. તિલક વર્માનું ફોર્મ શાનદાર રહ્યું છે. આ સિવાય ઈશાન કિશન રિટેન થશે કે નહીં તેના પર પણ સવાલ છે. ફ્રેન્ચાઇઝીએ જો છ ખેલાડીઓને રિટેન કરવાનો નિર્ણય લીધો તો તેમાં ઈશાનનું નામ હોઈ શકે છે. 

મુંબઈ ઈન્ડિયન્સ ટીમ
ઈશાન કિશન, વિષ્ણુ વિનોદ, રોહિત શર્મા, ટિમ ડેવિડ (ઓસ્ટ્રેલિયા), સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, ડેવાલ્ડ બ્રેવિસ (SA), હાર્દિક પંડ્યા, રોમારિયો શેફર્ડ (વેસ્ટ ઈન્ડિઝ), નેહલ વાઢેરા, શમ્સ મુલાની, ગેરાલ્ડ કોએત્ઝી (SA), મોહમ્મદ નબી (AFG), શિવાલિક શર્મા, નમન ધીર, જસપ્રિત બુમરાહ, જેસન બેહરનડોર્ફ (ઓસ્ટ્રેલિયા) ), કુમાર કાર્તિકેય, આકાશ માધવાલ, અર્જુન તેંડુલકર, પીયૂષ ચાવલા, દિલશાન મદુશંકા (શ્રીલંકા), નુવાન તુશારા (શ્રીલંકા), અંશુલ કંબોજ, શ્રેયસ ગોપાલ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news