Watch: 23 વર્ષના પોરિયાએ IPL માં ધાતક પરર્ફોમન્સથી મચાવી ધમાલ, પિતાને આપી ક્રેડિટ

IPL 2024: ચેન્નઇ સુપરકિંગ્સ (CSK) વિરૂદ્ધ 12 બોલમાં 37 રનની આક્રમક ઇનિંગ રમીને સનરાઇઝર્સ હૈદરાબાદને એકતરફી જીત અપાવનાર ઓપનર અભિષેક શર્માએ કહ્યું કે ધીમી પીચ પર શરૂઆતી ઓવરોમાં ઝડપથી રન બનાવવાની ટીમની રણનીતિ કારગર રહી. 
 

Watch: 23 વર્ષના પોરિયાએ IPL માં ધાતક પરર્ફોમન્સથી મચાવી ધમાલ, પિતાને આપી ક્રેડિટ

IPL 2024, SRH vs CSK: ચેન્નઇ સુપરકિંગ્સ (CSK) વિરૂદ્ધ 12 બોલમાં 37 રનની આક્રમક ઇનિંગ રમીને સનરાઇઝર્સ હૈદરાબાદને એકતરફી જીત અપાવનાર ઓપનર અભિષેક શર્માએ કહ્યું કે ધીમી પીચ પર શરૂઆતી ઓવરોમાં ઝડપથી રન બનાવવાની ટીમની રણનીતિ કારગર રહી. ચેન્નઇ સુપરકિંગ્સ (CSK) ને પાંચ વિકેટ પર 165 રનન પર રોક્યા બાદ સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) એ 18.1 ઓવરમાં ચાર વિકેટના નુકસાન પર ટાર્ગેટ પ્રાપ્ત કરી લીધો. 

અભિષેક શર્માએ મચાવી જોરદાર તબાહી
અભિશેક શર્માએ આ દરમિયાન સનરાઇઝર્સ હૈદરાબાદની ઇનિંગની બીજી ઇનિંગમાં મુકેશ ચૌધરી વિરૂદ્ધ ત્રણ સિક્સર અને 2 ચોગ્ગા ફટકાર્યા. અભિષેક શર્માએ ફક્ત 17 બોલમાં ટ્રેવિસ હેડ સાથે 46 રનની ભાગીદારી કરી ટીમને ઝડપી શરૂઆત અપાવી. 'મેન ઓફ ધ મેચ' અભિષેક શર્માએ આ દરમિયાન બીજી ઓવરમાં મુકેશ ચૌધરી વિરૂદ્ધ ત્રણ સિક્સર અને બે ચોગ્ગા ફટકારી 26 રન લીધા. અભિશેક શર્માએ પોતાની ઘાતક ફોર્મની ક્રેડિટ પોતાના પિતા, યુવરાજ સિંહ અને બ્રાયન લારાને આપી છે. 

— Johns. (@CricCrazyJohns) April 5, 2024

યુવરાજ સિંહને આપી ઘાતક ફોર્મની ક્રેડિટ
અભિષેક શર્માએ મેચ બાદ કહ્યું, 'આઈપીએલમાં શાનદાર બેટિંગ એ આ પહેલા મેં કરેલી મહેનતનું પરિણામ છે. આ માટે હું મારા પિતા યુવી પાજી (યુવરાજ સિંહ) અને બ્રાયન લારાનો આભાર માનું છું. તમને જણાવી દઈએ કે યુવરાજ સિંહ અભિષેક શર્માના મેન્ટર છે. યુવરાજ સિંહે શુભમન ગિલ અને અભિષેક શર્માને મહાન ક્રિકેટર બનવામાં મદદ કરી છે. અભિષેક શર્મા તેના અંડર-19 દિવસથી યુવરાજ સિંહની અંડર તાલીમ લઈ રહ્યો છે.

પાવરપ્લેનો ફાયદો ઉઠાવવાનું છે લક્ષ્ય
અભિષેક શર્માએ આગળ કહ્યું, 'બોલિંગ કરતી વખતે અમને લાગ્યું કે આ પીચ પર બોલ ધીમો આવી રહ્યો છે. એવામાં અમે પાવરપ્લેનો લાભ લેવા માગતા હતા. અમે જાણતા હતા કે તે ધીમી વિકેટ છે, પરંતુ અમે બોલરો પર હુમલો કરવા માગતા હતા કારણ કે શરૂઆતમાં બોલરો માટે પરિસ્થિતિ મુશ્કેલ હતી. મોટા સ્કોર મહત્વપૂર્ણ છે, પરંતુ હું આજે મારી લય ચાલુ રાખવા માંગતો હતો. આશા છે કે હું આગલી વખતે મોટો સ્કોર બનાવીશ.

પોઇન્ટ ટેબલમાં પાંચમા નંબર પર હૈદરાબાદ
તમને જણાવી દઇએ કે સનરાઇઝર્સ હૈદરાબાદ પોઇન્ટ ટેબલમાં પાંચમા નંબર પર આવી ગઇ છે. ફાસ્ટ બોલરોના શાનદાર પ્રદર્શન બાદ એડન માર્કરામની ફીફ્ટી અને ઓપનર બેટ્સમેન અભિષેક શર્માની 12 બોલમાં 37 રનની વિસ્ફોટક ઇનિંગના દમ પર સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) એ ચેન્નઇ સુપરકિંગ્સ (CSK) ને છ વિકેટથી હરાવ્યું. ચેન્નઇ સુપરકિંગ્સને પાંચ વિકેટ પર 165 રન પર રોક્યા બાદ સનરાઇઝર્સે 18.1 ઓવરમાં ચાર વિકેટના નુકસાન પર લક્ષ્યને પ્રાપ્ત કરી ચાર મેચોમાં બીજી જીત પ્રાપ્ત કરી લીધી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news