IPL 2024: મુરલી કાર્તિકે RCB ના આ ખેલાડીને કચરો ગણાવતા ફેન્સ ભડક્યા, RCB એ પણ આપ્યો જડબાતોડ જવાબ

RCB vs PBKS: ભારતીય ટીમના પૂર્વ સ્પિનર મુરલી કાર્તિક હવે પોતાના શબ્દોના કારણે ટીકાઓનો સામનો કરી રહ્યા છે. તેમણે લાઈવ કોમેન્ટ્રીમાં આરસીબીના એક ખેલાડી વિશે એવી કમેન્ટ કરી નાખી કે ફેન્સ તેમનાથી નારાજ છે. 

IPL 2024: મુરલી કાર્તિકે RCB ના આ ખેલાડીને કચરો ગણાવતા ફેન્સ ભડક્યા, RCB એ પણ આપ્યો જડબાતોડ જવાબ

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ સ્પિનર મુરલી કાર્તિકે સોમવારે પંજાબ કિંગ્સ વિરુદ્ધ આઈપીએલ 2024ની મેચ દરમિયાન રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુના ફાસ્ટ બોલર વિશે ઓન એર જે ટિપ્પણી કરી તેને લઈને સોશિયલ મીડિયા પર ફેન્સ તેમની આકરી ટીકા કરી રહ્યા છે. આ  ખેલાડી ગત બે સીઝનમાં ગુજરાતની ટીમ સાથે હતો. હવે આરસીબીમાં છે. 

શું છે મુરલી કાર્તિકની ટિપ્પણી અને કેમ થઈ  બબાલ
અહીં જે ખેલાડીની વાત થઈ રહી છે તે છે ફાસ્ટ બોલર યશ દયાલ, યશ દયાલ ગત સીઝનમાં ગુજરાત ટાઈટન્સ તરફથી રમ્યો હતો. કોલકાતા નાઈટ રાઈડર્સની સામેની મેચમાં  પોતાના જ રણજી ટીમના સાથી રિંકુ સિંહ દ્વારા બોલિંગમાં 5 છગ્ગા ખાધા હતા. જો કે આ સીઝનમાં તેની શરૂઆત સારી થઈ હતી અને 4 ઓવરમાં 23 રન આપીને એક વિકેટ લીધી હતી. પરંતુ ગત સીઝનમાં આ રીતે એક જ ઓવરમાં 5 છગ્ગા ખાધા બાદ યશ કેટલીક મેચોમાંથી બહાર થઈ ગયો હતો. એવું પણ કહેવાયું હતું કે તે ડિપ્રેશનમાં જતો રહ્યો હતો. યશને આઈપીએલ 2024ની હરાજીમાં આરસીબીએ 5 કરોડ આપીને  ખરીદ્યો હતો. આ જ પગલાં વિશે વાત કરતા કાર્તિકે કહ્યું કે 'કોઈનો કચરો કોઈનો ખજાનો' છે. તેમણે આ કમેન્ટ જે રીતે કહી તે તો સમજી જ ગયા હશો. પરંતુ તેમની આ વાત ક્રિકેટ ફેન્સને ગમી નહીં. 

— Danish Sait (@DanishSait) March 25, 2024

સોશિયલ મીડિયા પર રિએક્શન
કોમેડિયન અને ટેલિવિઝન હોસ્ટ દાનિશ સેટે એક્સ (અગાઉ ટ્વિટર) પર પોસ્ટ કરી. તેમણે કહ્યું કે તમે કેવી રીતે કઈ શકો કે કોઈનો કચરો કોઈના માટે ખજાનો છે? તમે હમણા જ યશ દયાલને ઓનએર કચરો કહ્યો છે. બીજી બાજુ રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ પણ કાર્તિકની ઓન એર ટિપ્પણી પર જડબાતોડ જવાબ આપવા માટે સોશિયલ મીડિયાનો જ સહારો લીધો. ફ્રેન્ચાઈઝીએ ફોટો શેર કરતા લખ્યું કે તે ખજાનો છે. 

— Royal Challengers Bengaluru (@RCBTweets) March 25, 2024

ઉલ્લેખનીય છે કે યશ દયાલ ડોમેસ્ટિક ક્રિકેટમાં ઉભરતું નામ હતું. ગુજરાત ટાઈટન્સે તેને મહત્વના અવસરે કોલકાતા વિરુદ્ધ મેચ જીતાડવાની જવાબદારી સોંપી હતી. જો કે તેમની યુપી ટીમના સાથી રિંકુ સિંહના વિધ્વંસક અંદાજમાં ફટકારેલા 5 છગ્ગાએ પાસું પલટી નાખ્યું. મેચ જીત્યા બાદ જો કે રિંકુ સિંહ પણ પોતાના મિત્ર માટે દુખી હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news