KKR vs LSG: સોલ્ટના 89 રન, સ્ટાર્કની 3 વિકેટ, કોલકત્તાએ આઈપીએલમાં લખનૌને પ્રથમવાર હરાવ્યું

IPL 2024: કોલકત્તા નાઈટ રાઈડર્સે પોતાના હોમ ગ્રાઉન્ડમાં લખનૌ સુપર જાયન્ટ્સને 8 વિકેટે આસાનીથી પરાજય આપ્યો છે. આ જીત સાથે કોલકત્તાની ટીમ 8 પોઈન્ટ મેળવી ટેબલમાં બીજા સ્થાને પહોંચી ગઈ છે. 
 

KKR vs LSG: સોલ્ટના 89 રન, સ્ટાર્કની 3 વિકેટ, કોલકત્તાએ આઈપીએલમાં લખનૌને પ્રથમવાર હરાવ્યું

કોલકત્તાઃ કોલકત્તા નાઈટ રાઈડર્સે શાનદાર પ્રદર્શન કરતા લખનૌ સુપર જાયન્ટ્સને 8 વિકેટ હરાવી ટૂર્નામેન્ટમાં ચોથી જીત મેળવી છે. કોલકત્તાની જીતનો હીરો ફિલ સોલ્ટ રહ્યો હતો. સોલ્ટે 47 બોલમાં અણનમ 89 રન ફટકાર્યા હતા. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા લખનૌ સુપર જાયન્ટ્સે 20 ઓવરમાં 7 વિકેટે 161 રન બનાવ્યા હતા. જેના જવાબમાં કોલકત્તાએ 15.4 ઓવરમાં 2 વિકેટ ગુમાવી લક્ષ્ય હાસિલ કરી લીધો હતો. આ સાથે કોલકત્તાએ આઈપીએલમાં પ્રથમવાર લખનૌને હરાવ્યું છે.

ફિલ સોલ્ટની શાનદાર બેટિંગ
કોલકત્તા નાઈટ રાઇડર્સના ઓપનર ફિલ સોલ્ટે કમાલની બેટિંગ કરી હતી. સોલ્ટે 47 બોલમાં 14 ચોગ્ગા અને ત્રણ સિક્સ સાથે અણનમ 89 રન ફટકાર્યા હતા. તેણે ત્રીજી વિકેટ માટે શ્રેયસ અય્યર માટે 120 રનની ભાગીદારી પણ કરી હતી. અય્યર 38 બોલમાં 38 રન બનાવી અણનમ રહ્યો હતો. 

મિચેલ સ્ટાર્કની ત્રણ વિકેટ
આઈપીએલ-2024ના સૌથી મોંઘો ખેલાડી મિચેલ સ્ટાર્ક પણ આજે લયમાં જોવા મળ્યો હતો. સ્ટાર્કે 4 ઓવરમાં 28 રન આપી ત્રણ વિકેટ લીધી હતી. આ સિવાય કોલકત્તા તરફથી વૈભવ અરોરા, સુનીલ નરેન, વરૂણ ચક્રવર્તી અને રસેલને એક-એક વિકેટ મળી હતી. 

આ પહેલા પ્રથમ બેટિંગ કરનારી લખનૌ તરફથી નિકોલસ પૂરને સૌથી વધુ 45 રન ફટકાર્યા હતા. પૂરને 32 બોલમાં 2 ચોગ્ગા અને 4 સિક્સ ફટકારી હતી. આ સિવાય કેપ્ટન કેએલ રાહુલે 27 બોલમાં 2 સિક્સ અને ત્રણ ચોગ્ગા સાથે 39 રનનું યોગદાન આપ્યું હતું. આયુષ ભદોનીએ 29, ડિ કોકે 10, દીપક હુડ્ડાએ 8 રનનું યોગદાન આપ્યું હતું. સ્ટોયનિસ પણ માત્ર 10 રન બનાવી આઉટ થયો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news