RR vs LSG: આજે રાજસ્થાન અને લખનૌ વચ્ચે થશે મુકાબલો, કોણ જીતશે? અહીં મળી જશે જવાબ
IPL 2023: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023માં આજે રાજસ્થાન રોયલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચમાં લખનૌની ટીમ વળતો પ્રહાર કરવા ઉતરશે.
Trending Photos
Rajasthan Royals vs Lucknow Super Giants: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023માં આજે (19 એપ્રિલ) રાજસ્થાન રોયલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે મુકાબલો થશે. બંને ટીમો વચ્ચેની આ મેચ જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાશે. આ મેચમાં બંને ટીમો વચ્ચે ગાઢ મુકાબલો થશે. રાજસ્થાન રોયલ્સની ટીમે જીતની હેટ્રિક લગાવી છે. બીજી તરફ, લખનૌની ટીમ આ મેચ દ્વારા પુનરાગમન કરવા માંગશે. કેએલ રાહુલની ટીમ છેલ્લી મેચમાં પંજાબ કિંગ્સ સામે હારી ગઈ હતી.
રાજસ્થાન રોયલ્સનું શાનદાર પરફોર્મેન્સ
IPL 2023માં રાજસ્થાન રોયલ્સની ટીમે અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે. ટીમ અત્યાર સુધી પાંચ મેચ રમી છે જેમાંથી ચારમાં જીત અને એકમાં હાર થઈ છે. જો પોઈન્ટ ટેબલ પર નજર કરીએ તો ટીમ 8 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને છે. લખનૌ સુપર જાયન્ટ્સની ટીમ પણ આ સિઝનમાં અત્યાર સુધી સારું પ્રદર્શન કરવામાં સફળ રહી છે. ટીમે 5 મેચ રમી છે જેમાં 3માં જીત અને 2માં હાર થઈ છે. 6 પોઈન્ટ સાથે ટીમ પોઈન્ટ ટેબલમાં બીજા ક્રમે છે.
આ પણ વાંચો:
હવે વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની ગયો ભારત, ચીનને છોડ્યું પાછળ, UN રિપોર્ટ
યુવરાજસિંહનો હુંકાર! 'મારી ધરપકડ માટે હું તૈયાર છું, પહેલાં પણ જેલમાં રહી ચુક્યો છું
સમગ્ર દેશમાં ગરમીનો પારો ઊંચકાયો, આકરી ગરમીનો કહેર; અનેક રાજ્યોમાં હીટવેવ એલર્ટ
પિચ રિપોર્ટ
જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમની પીચ બેટ્સમેન માટે અનુકૂળ માનવામાં આવે છે. અહીં T20 મેચો હાઈ સ્કોરિંગ હોય છે. જેમ જેમ મેચ આગળ વધે છે તેમ પિચ સ્પિનરો માટે અનુકૂળ બનતી જાય છે. બંને ટીમો અહીં ટોસ જીતીને પહેલા બોલિંગ કરવા માંગશે. કારણ કે અહીં છેલ્લી કેટલીક મેચોમાં ટીમોએ ટાર્ગેટનો પીછો કરીને જીત મેળવી છે.
રાજસ્થાન રોયલ્સના સંભવિત પ્લેઇંગ 11: સંજુ સેમસન (કેપ્ટન), જોસ બટલર, યશસ્વી જયસ્વાલ, ધ્રુવ જુરેલ, શિમરોન હેટમાયર, રિયાન પરાગ, જેસન હોલ્ડર, રવિચંદ્રન અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, ટ્રેન્ટ બોલ્ટ, સંદીપ શર્મા.
લખનૌ સુપર જાયન્ટ્સના સંભવિત પ્લેઈંગ 11: કેએલ રાહુલ (કેપ્ટન), ક્વિન્ટન ડિકોક, દીપક હુડા, કૃણાલ પંડ્યા, નિકોલસ પૂરન, માર્કસ સ્ટોઈનિસ, આયુષ બદોની, રવિ બિશ્નોઈ, અવેશ ખાન, માર્ક વુડ, યુદ્ધવીર સિંહ ચરક.
મેચ પ્રિડીક્શન
રાજસ્થાન અને લખનૌ વચ્ચે આ મેચમાં જોરદાર ટક્કર થશે. રાજસ્થાન રોયલ્સની ટીમે જીતની હેટ્રિક લગાવી છે. સંજુ સેમસનની ટીમ માટે એક મોટો ફાયદો એ છે કે તેની ટીમ તેના હોમ ગ્રાઉન્ડ પર રમશે. આવી સ્થિતિમાં ટીમને પોતાના મેદાન પર રમવાનો ફાયદો મળશે. સતત ત્રણ મેચ જીત્યા બાદ રાજસ્થાનનો ઉત્સાહ ઊંચો છે. આવી સ્થિતિમાં રાજસ્થાન રોયલ્સની જીતની શક્યતાઓ વધારે છે.
આ પણ વાંચો:
સોના-ચાંદીના ભાવમાં ભડકો, જાણો 22-24 કેરેટ ગોલ્ડની લેટેસ્ટ કિંમત
અમદાવાદીઓ માટે ખુશખબરી! મેટ્રો ટ્રેન સેવામાં કરાયો વધારો, જાણો નવો ટાઈમ
ગુજરાતમાં વકરી રહ્યો છે રોગચાળો, વધી રહ્યાં છે તાવ, શરદી-ખાંસી અને ઝાડા-ઉલ્ટીના કેસ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે