RCB vs LSG IPL 2023: નિકોલસ પૂરનની તોફાની ઈનિંગ RCB ને ભારે પડી, રોમાંચક મેચમાં લખનઉની ટીમ જીતી

આઈપીએલ 2023ના એક હાઈસ્કોરિંગ મુકાબલામાં લખનઉ સુપર જાયન્ટ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને એક વિકેટથી હરાવી દીધુ. એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં આરસીબીએ લખનઉને 213 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જે લખનઉની ટીમે છેલ્લા બોલે હાંસલ કરવામાં સફળતા મેળવી.

RCB vs LSG IPL 2023: નિકોલસ પૂરનની તોફાની ઈનિંગ RCB ને ભારે પડી, રોમાંચક મેચમાં લખનઉની ટીમ જીતી

આઈપીએલ 2023ના એક હાઈસ્કોરિંગ મુકાબલામાં લખનઉ સુપર જાયન્ટ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને એક વિકેટથી હરાવી દીધુ. એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં આરસીબીએ લખનઉને 213 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જે લખનઉની ટીમે છેલ્લા બોલે હાંસલ કરવામાં સફળતા મેળવી. લખનઉની જીતના હીરો કેરેબિયન ક્રિકેટર નિકોલસ પૂરન રહ્યો. જેણે 19 બોલમાં 62 રન કર્યા. 

213 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી લખનઉની ટીમની શરૂઆત ખુબ ખરાબ રહી. પહેલી ઓવરના ત્રીજા બોલ પર કાઈલ મેયર્સને મોહમ્મદ સિરાજે બોલ્ડ કર્યો. જે ખાતુ પણ ખોલાવી શક્યો નહીં. ત્યારબાદ પાર્નેલે લખનઉને ડબલ ઝટકો આપ્યો. પહેલા દીપક હુડ્ડાને અને પછી ક્રુણાલ પંડ્યાને પણ આઉટ કર્યો. 23 વિકેટ પર 3 વિકેટ પડ્યા બાદ કેએક રાહુલ અને માર્કેસ સ્ટોઈનિસે 76 રનની પાર્ટનરશીપ કરી સ્થિતિ સંભાળી. સ્ટોઈનિસે ખતરનાક બેટિંગ કરી અને ફક્ત 30 બોલમાં 65 રન કર્યા. ત્યારબાદ નિકોલસ પૂરને પણ તોફાની ફિફ્ટી ફટકારી. 

આરસીબીની ઈનિંગ
ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી આરસીબીની ટીમે ખુબ ધમાકેદાર શરૂઆત કરી. વિરાટ કોહલી અને કેપ્ટન ફાફ ડુપ્લેસિસે મળીને પાવરપ્લેમાં 56 રન કર્યા. વિરાટ કોહલી આક્રમક મૂડમાં જોવા મળ્યો. કોહલીએ 44 બોલમાં 61 રન કર્યા. ડુપ્લેસિસે 46 બોલમાં 79 રન કર્યા. જ્યારે ગ્લેન મેક્સવેલે 29 બોલમાં 59 રન ક્યા. આરસીબીની ટીમે 20 બોલમાં 212 રનનો વિશાળ ટાર્ગેટ લખનઉની ટીમને આપ્યો. જે લખનઉએ રોમાંચક મેચમાં છેલ્લા બોલે મેળવી લીધો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news