IPL 2023 RR vs LSG: રોમાંચક મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સે રાજસ્થાન રોયલ્સને 10 રનથી હરાવ્યું

IPL 2023: જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમ ખાતે આજે રાજસ્થાન રોયલ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે આઈપીએલ મેચ રમાઈ. રાજસ્થાનના કેપ્ટને ટોસ જીતીને લખનઉ વિરુદ્ધ પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. લખનઉએ રાજસ્થાનને 155 રનનો ટાર્ગેટ આપ્યો. જો કે રાજસ્થાનની ટીમ આ ટાર્ગેટ હાંસલ કરી શકી નહીં અને નિર્ધારીત 20 ઓવરોમાં 6 વિકેટ ગુમાવીને 144 રન જ કરી શકી.

IPL 2023 RR vs LSG: રોમાંચક મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સે રાજસ્થાન રોયલ્સને 10 રનથી હરાવ્યું

IPL 2023: જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમ ખાતે આજે રાજસ્થાન રોયલ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે આઈપીએલ મેચ રમાઈ. રાજસ્થાનના કેપ્ટને ટોસ જીતીને લખનઉ વિરુદ્ધ પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. લખનઉએ રાજસ્થાનને 155 રનનો ટાર્ગેટ આપ્યો. જો કે રાજસ્થાનની ટીમ આ ટાર્ગેટ હાંસલ કરી શકી નહીં અને નિર્ધારીત 20 ઓવરોમાં 6 વિકેટ ગુમાવીને 144 રન જ કરી શકી. આમ લખનઉએ રાજસ્થાનને ઘર આંગણે 10 રનથી હરાવી દીધુ. 

રાજસ્થાનની ઈનિંગ
લખનઉની ટીમે આપેલા 155 રના ટાર્ગેટનો પીછો કરવા માટે ઓપનર્સ યશસ્વી જયસ્વાલ અને જોસ બટલર મેદાનમં ઉતર્યા. બંનેએ સારી 87 રનની ભાગીદારી કરી. 87 રન પર યશસ્વી જયસ્વાલ આઉટ થઈ ગયો. ત્યારબાદ સંજૂ સેમસન આઉટ થયો અને પછી વિકેટ પડતી ગઈ. જોસ બટલરે 41 બોલમાં 40 રન કર્યા. જો કે ત્યારબાદ કોઈ બેટર સેટ થઈ શક્યો નહીં અને ટીમ નિર્ધારિત 20 ઓવરમાં ટાર્ગેટ ચેઝ કરી શકી નહીં. અને 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 144 રન જ કરી શકી. આમ લખનઉ 10 રનથી જીતી ગયું. 

લખનઉની ઈનિંગ
ટોસ હારીને રમવા ઉતરેલી લખનઉની ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટના ભોગે 154 રન કર્યા હતા. જેમાં લોકેશ રાહુલના 32 બોલમાં 39 રન, કાઈલ મેયર્સના 51 રન માર્ક્સ સ્ટોઈનિસના 21 અને નિકોલસ પૂરનના 29 રન મુખ્ય હતા. રાજસ્થાન તરફથી અશ્વિને 2 વિકેટ, બોલ્ટ, સંદીપ શર્મા અને જેસન હોલ્ડરે 1-1 વિકેટ લીધી. આમ રાજસ્થાનની ટીમને જીતવા માટે 20 ઓવરમાં 155 રનનો ટાર્ગેટ મળ્યો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news