IPL 2023: Dream 11 પર ટીમ બનાવી તો નસીબ ખુલી ગયું, 12 ગુજરાતીઓ બન્યા કરોડપતિ

IPL 2023: કહેવાય છે કે નસીમ ક્યારે ચમકી જાય તેની ખબર હોતી નથી. આઈપીએલ દરમિયાન પણ આ જોવા મળ્યું છે. ડ્રીમ 11 પર ટીમ બનાવી ભાગ્ય અજમાવનારા 12 ગુજરાતીઓ કરોડપતિ બની ગયા છે. માત્ર 49 રૂપિયા લગાવી ભાગ્ય અજમાવ્યું જેમાં તેને સફળતા મળી છે.  

IPL 2023: Dream 11 પર ટીમ બનાવી તો નસીબ ખુલી ગયું, 12 ગુજરાતીઓ બન્યા કરોડપતિ

ધવલ ગોકાણી, અમદાવાદઃ ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોથી ફેન્ટસી સ્પોર્ટ્સનો ટ્રેન્ડ વધી રહ્યો છે. ક્રિકેટ મેચ કે અન્ય સ્પોર્ટ્સ ઈવેન્ટ હોય ત્યારે લોકો ફેન્ટસી એપ પર ટીમ બનાવીને મોટી કમાણી કરી રહ્યાં છે. પરંતુ આઈપીએલની શરૂઆત થાય એટલે ફેન્ટસી એપ પર કરોડો લોકો ટીમ બનાવી પોતાનું ભાગ્ય અજમાવતા હોય છે. ભારતના સૌથી મોટા ફેન્ટસી પ્લેટફોર્મ ડ્રીમ 11 પર ટીમ બનાવીને આઈપીએલ-2023 દરમિયાન કુલ 177 લોકો કરોડપતિ બની ગયા છે. જેમાં ગુજરાતના 12 લોકોનું ભાગ્ય ચમકી ગયું અને તે પણ કરોડપતિ બન્યા છે. 

ટીમ બનાવો અને જીતો ઈનામ
આઈપીએલ વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગ છે. આ ટૂર્નામેન્ટ દરમિયાન અનેક લોકો ડ્રીમ 11 પર ટીમ બનાવતા હોય છે. આ ફેન્ટસી એપમાં મેગા લિગમાં કરોડો રૂપિયાના ઈનામો હોય છે. માત્ર 49 રૂપિયાની એન્ટ્રી ફી આપીને મોટી કમાણી કરવાની તક મળતી હોય છે. જેમાં પ્રથમ નંબર પર આવનાર વ્યક્તિને 2 કરોડ, બીજા અને ત્રીજા સ્થાને આવતા લોકોને 1-1 કરોડ રૂપિયા મળતા હોય છે. આઈપીએલ-2023ની કુલ 74 મેચમાં દેશભરમાં ડ્રીમ ઈલેવન પર કુલ 177 લોકોને કરોડપતિ બનવાની તક મળી છે. 

No description available.

ગુજરાતના 12 લોકોએ જીત્યી કરોડોની રકમ
આઈપીએલ-2023માં ડ્રીમ 11 પર ટીમ બનાવી ગુજરાતના 12 લોકોને કરોડપતિ બનવાની તક મળી છે. ડ્રીમ 11ની એપ્લીકેશન પર આપવામાં આવેલી માહિતી પ્રમાણે ગુજરાતમાંથી કુલ 12 લોકોને કરોડપતિ બનવાની તક મળી છે. જેમાં 6 લોકોએ 2 કરોડની રકમ જીતી છે. તો 1 વ્યક્તિને 1.20 કરોડ રૂપિયા મળ્યા છે. તો પાંચ લોકોએ એક કરોડ રૂપિયા જીત્યા છે. 

No description available.

આ લોકોએ જીત્યા 2 કરોડ
ડ્રીમ ઈલેવન એપ પર આપવામાં આવેલી માહિતી પ્રમાણે જે છ લોકોએ બે કરોડ રૂપિયા જીત્યા છે તેમાં અરવિંદભાઈ ટીવાયસી, Jhin babu 11, Aniket016, nileshm Crusa, kismat aapne hi, glratho titters સામેલ છે. તો vadvada નામના આઈડી ધરાવતા વ્યક્તિએ 1.20 કરોડ રૂપિયા જીત્યા છે. તો pupaw1, koladara, mukesh chavda 6, kalpe9912ef, s heroes 201360 નામનું આઈડી ધરાવતા લોકોએ એક-એક કરોડ રૂપિયા જીત્યા છે. 

દેશભરમાં 177 લોકો બન્યા કરોડપતિ
ડ્રીમ 11માં ટીમ બનાવી આઈપીએલ દરમિયાન ભારતમાં કુલ 177 લોકો કરોડપતિ બન્યા છે. સૌથી વધુ મહારાષ્ટ્રના 31 લોકો કરોડપતિ બન્યા છે, ત્યારબાદ ઉત્તર પ્રદેશના 18, બિહારના 20, તમિલનાડુ, ગુજરાત અને જમ્મુ-કાશ્મીરના 12-12 લોકો કરોડપતિ બન્યા છે. રાજસ્થાનના 16 લોકો કરોડપતિ બન્યા છે. તો ઉત્તરાખંડના 13 લોકો કરોડપતિ બન્યા છે. 

No description available.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news