IPL 2023: મુંબઈ ઈન્ડિયન્સે 6 વિકેટે દિલ્હીને હરાવ્યું, ટુર્નામેન્ટમાં પહેલી જીત મેળવી
DC vs MI: આઈપીએલ 2023ની 16મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ. છેલ્લા બોલ સુધી ચાલેલી આ મેચમાં મુંબઈએ દિલ્હીને ઘર આંગણે 6 વિકેટથી ધૂળ ચટાડી.
Trending Photos
DC vs MI: આઈપીએલ 2023ની 16મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ. છેલ્લા બોલ સુધી ચાલેલી આ મેચમાં મુંબઈએ દિલ્હીને ઘર આંગણે 6 વિકેટથી ધૂળ ચટાડી. મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને દિલ્હી કેપિટલ્સને પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું. દિલ્હીની ટીમ બેટિંગ કરતા 19.5 ઓવરમાં 172 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. જેના જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સે 20 ઓવર રમતા 4 વિકેટના ભોગે 173 રન કરીને જીત મેળવી લીધી.
રોહિત-કિશનની તોફાની શરૂઆત
173 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી મુંબઈની ટીમમાં ઓપનર રોહિત શર્મા અને ઈશાન કિશને તોફાની શરૂઆત કરી. રોહિત શર્માએ 45 બોલમાં 65 રન કર્યા. જ્યારે ઈશાન કિશન 26 બોલમાં 31 રન કર્યા. તિલક વર્માએ પણ 29 બોલમાં 41 રનની ધૂંઆધાર ઈનિંગ રમી. છેલ્લા બોલે મુંબઈ જીત મેળવી.
દિલ્હીની ઈનિંગ 172 રન પર સમેટાઈ હતી
પહેલા બેટિંગ કરવા ઉતરેલી દિલ્હીની ટીમે 19.4 ઓવરમાં 172 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. મુંબઈ તરફથી સૌથી વધુ િકેટ જેસન બેહરેનડોર્ફ અને પિયુષ ચાવલાએ 3-3 વિકેટ લીધી હતી. આ ઉપરાંત રિલે મેરેડિથને 2 વિકેટ જ્યારે ઋતિક સૈકીનને એક વિકેટ મળી. દિલ્હી તરફથી સૌથી વધુ રન ઓલરાઉન્ડર અક્ષર પટેલે 25 બોલમાં 54 રન કર્યા. આ ઉપરાંત કેપ્ટન ડેવિડ વોર્નરે પણ 51 રન કર્યા. મનિષ પાંડેએ 26 રન કર્યા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે