IPL 2023 CSK vs SRH: જાડેજાના કમાલથી ચેન્નાઈ સુપરકિંગ્સે સનરાઈઝર્સ હૈદરાબાદને 7 વિકેટથી હરાવ્યું
IPL 2023: ચેન્નાઈના એમએ ચિદંબરમ સ્ટેડિયમ ખાતે આજે ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ રમાઈ. સીએસકેએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. બેટિંગ કરવા ઉતરેલી હૈદરાબાદની ટીમ આજે ચેન્નાઈના બોલર્સ સામે લાચાર જોવા મળી.
Trending Photos
IPL 2023: ચેન્નાઈના એમએ ચિદંબરમ સ્ટેડિયમ ખાતે આજે ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ રમાઈ. સીએસકેએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. બેટિંગ કરવા ઉતરેલી હૈદરાબાદની ટીમ આજે ચેન્નાઈના બોલર્સ સામે લાચાર જોવા મળી. નિર્ધારિત 20 ઓવરોમાં 7 વિકેટના ભોગે 134 રન જ કરી શકી. લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ચેન્નાઈની ટીમે આ ટાર્ગેટ 19મી ઓવરમાં 3 વિકેટના ભોગે ચેઝ કરી લીધો.
ચેન્નાઈની ઈનિંગ
135 રનના સામાન્ય ટાર્ગેટને ચેઝ કરવા માટે ઉતરેલી ચેન્નાઈની ટીમ તરફથી ઋતુરાજ ગાયકવાડ અને ડેવોન કોનવેએ શરૂઆત કરી. કોનવેએ 54 બોલમાં 68 રન કર્યા જ્યારે ગાયકવાડે 30 બોલમાં 35 રન કર્યા. ચેન્નાઈની ટીમે 3 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક મેળવી લીધો આમ ચેન્નાઈની ટીમની 7 વિકેટથી જીત થઈ. હૈદરાબાદની ટીમ તરફથી મયંક માર્કેંડેયે 2 વિકેટ લીધી
હૈદરાબાદની ઈનિંગ
ટોસ હારીને બેટિંગ કરવા ઉતરેલી હૈદરાબાદની ટીમ તરફથી ઓપનિંગ હૈરી બ્રુક અને અભિષેક શર્માએ કર્યું. જો કે પાર્ટનરશીપ બહુ લાંબી ચાલી નહીં અને 35 રને જ બ્રુક આઉટ થઈ ગયો. હૈદરાબાદના કોઈ પણ બેટર આજે ચેન્નાઈના બોલર્સનો સામનો કરી શક્યા નહીં. રવિન્દ્ર જાડેજાએ આજે પણ કમાલ કરી નાખ્યો અને 4 ઓવરમાં 22 રન આપીને 3 વિકેટ ઝડપી. જ્યારે આકાશ સિંહ, મહીશ થીક્ષાના અને મથીશા પથિરાનાએ 1-1 વિકેટ લીધી. હૈદરાબાદની ટીમ 7 વિકેટના નુકસાને 20 ઓવરમાં 134 રન જ કરી શકી અને ચેન્નાઈની ટીમને 135 રનનો લક્ષ્યાંક મળ્યો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે