IPL 2022: નવી સિઝનમાં ડ્વેન બ્રાવોની નવી સ્ટાઈલ, વિકેટ લીધા બાદ કર્યો એક નવો જ ડાન્સ, જુઓ VIDEO
IPL 2022: ચેન્નાઈ સુપર કિંગ્સ બોલિંગ કરી રહી હતી ત્યારે વેસ્ટ ઈન્ડિઝનો ડ્વેન બ્રાવો પોતાની સ્ટાઈલમાં જોવા મળ્યો હતો. વેસ્ટ ઈન્ડિઝનો ખેલાડી ડ્વેન બ્રાવો હંમેશાં આઈપીએલમાં કંઈક નવું કરે છે, સામાન્ય રીતે વેસ્ટઈન્ડિઝના ખેલાડીઓ પોતાના ડાન્સ માટે જાણીતા છે.
Trending Photos
મુંબઈ: ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) એ શનિવારે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામે પહેલી મેચ રમીને IPL 2022ની શરૂઆત કરી છે. ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022ની આ પ્રથમ મેચમાં સૌથી લોએસ્ટ સ્કોરવાળી મેચ રહી હતી. પરંતુ બંને ટીમો તરફથી મેચમાં જોરદાર સંઘર્ષ જોવા મળ્યો હતો, જ્યાં દર્શકોને મેચમાં જબરદસ્ત રોમાંચ જોવા મળ્યો હતો.
જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સ બોલિંગ કરી રહી હતી ત્યારે વેસ્ટ ઈન્ડિઝનો ડ્વેન બ્રાવો પોતાની સ્ટાઈલમાં જોવા મળ્યો હતો. વેસ્ટ ઈન્ડિઝનો ખેલાડી ડ્વેન બ્રાવો હંમેશાં આઈપીએલમાં કંઈક નવું કરે છે, સામાન્ય રીતે વેસ્ટઈન્ડિઝના ખેલાડીઓ પોતાના ડાન્સ માટે જાણીતા છે. ત્યારે ડ્વેન બ્રાવોએ ફરી એકવાર નવો ડાન્સ કરીને તેમના ફેન્સને ચકિત કરી દીધા છે. કોલકાતા નાઈટ રાઈડર્સના વેંકટેશ ઐયરની વિકેટ લીધા બાદ ડ્વેન બ્રાવોએ પણ ડાન્સ કર્યો હતો. ઈન્ડિયન પ્રીમિયર લીગે તેના ટ્વિટર એકાઉન્ટ પરથી બ્રાવોનો વીડિયો પણ અપલોડ કર્યો છે.
IPLએ ટ્વિટ કરીને લખ્યું કે નવી સિઝન અને ડ્વેન બ્રાવો તરફથી નવી ઉજવણી.
New season! New celebrations from @DJBravo47 🎺🎺#TATAIPL #CSKvKKR pic.twitter.com/AbhLq5rj8h
— IndianPremierLeague (@IPL) March 26, 2022
તમને જણાવી દઈએ કે ડ્વેન બ્રાવો લાંબા સમયથી ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે જોડાયેલો છે અને તે ઘણીવાર મેદાન પર તેનો ડાન્સિંગ અંદાજ માટે જાણીતો છે. ડ્વેન બ્રાવોને ચેન્નાઈ સુપર કિંગ્સે 4.40 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
કોલકાતા નાઈટ રાઈડર્સ સામે ડ્વેન બ્રાવોએ વેંકટેશ અય્યર (16), નીતિશ રાણા (21), સેમ બિલિંગ્સ (25)ને આઉટ કરીને પેવેલિયન મોકલ્યા હતા. જો ચેન્નાઈ સુપર કિંગ્સની વાત કરીએ તો આ મેચમાં ટીમનું પ્રદર્શન ખાસ રહ્યું ન હતું.
ચેન્નાઈ સુપર કિંગ્સે પ્રથમ બેટિંગ કરીને માત્ર 131 રન બનાવ્યા હતા. ચેન્નાઈની પ્રથમ પાંચ વિકેટ માત્ર 61 રનના સ્કોર પર પડી હતી. પછી કેપ્ટન રવિન્દ્ર જાડેજા અને પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની વચ્ચે પાર્ટનરશીપ થઈ, જેના થકી ચેન્નાઈ 131 રનના લક્ષ્યાંક સુધી પહોંચી.
ચેન્નાઈ સુપર કિંગ્સના મહેન્દ્ર સિંહ ધોનીએ અંતમાં ધમાકેદાર ઇનિંગ રમીને ફિફ્ટી ફટકારી હતી. એમએસ ધોનીએ 38 બોલમાં 50 રન બનાવ્યા હતા. જેમાં સાત ચોગ્ગા, એક સિક્સરનો સમાવેશ થાય છે. જોકે અંતે કોલકાતા નાઈટ રાઈડર્સનો વિજય થયો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે