IPL 2022 CSK vs SRH: ચેન્નાઈને મળી સતત ચોથી હાર, હૈદરાબાદે 8 વિકેટ સાથે જીતી પહેલી મેચ
IPL 2022 CSK vs SRH: સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમે ચેન્નાઈ સુપર કિંગ્સને આઇપીએલ 15 ની 17 મી મેચમાં હરાવી ટુર્નામેન્ટમાં પહેલી જીત નોંધાવી છે.
Trending Photos
નવી દિલ્હી: સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમે ચેન્નાઈ સુપર કિંગ્સને આઇપીએલ 15 ની 17 મી મેચમાં હરાવી ટુર્નામેન્ટમાં પહેલી જીત નોંધાવી છે. ચેન્નાઈ સુપર કિંગ્સે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 154 રન બનાવ્યા હતા. તેના જવાબમાં હૈદરાબાદે અભિષેક શર્માના 75 રનનો સાથે 14 બોલ બાકી રાખી આ મેચ પોતાના નામે કરી છે.
સનરાઈઝર્સ હૈદરાબાદે ગત ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સને શનિવારે 8 વિકેટથી હરાવી આઇપીએલમાં સતત ચોથી હારનો સામનો કરવા મજબુર કરી અને પોતાની પહેલી જીત નોંધાવી છે.
ચેન્નાઈએ આ મેચમાં 20 ઓવરમાં સાત વિકેટ ગુમાવી 154 રનનો પડકારજનક સ્કોર બનાવ્યો હતો, પરંતુ આ હૈદરાબાદને રોકવા માટે પર્યાપ્ત ન હતો. હૈદરાબાદે 17.4 ઓવરમાં બે વિકેટ ગુમાવી 155 રન બાનાવી ટુર્નામેન્ટમાં ત્રણ મેચમાં તેમના પહેલા બે પોઈન્ટ હાંસલ કર્યા છે. ચેન્નાઈ આ હાર સાથે સતત ચોથી વખત હારનો સામનો કરવાની સાથે તે ટેબલમાં નવમાં સ્થાન પર છે.
હૈદરાબાદે ટોસ જીતી પહેલા ફિલ્ડિંગ કરવાનો યોગ્ય નિર્ણય કર્યો. ચેન્નાઈ 25 રનની સારી શરૂઆત બાદ નિયમિત અંતરાલમાં પોતાની વિકેટ ગુમાવી. મોઇન અલીએ 35 હોલ પર ત્રણ ચોક્કા અને બે છક્કાની મદદથી 48 રનની ઇનિંગ રમી.
અમ્બાતી રાયુડુએ 27 બોલમાં 27, કેપ્ટન રવિન્દ્રસિંહ જાડેજાએ 15 બોલમાં 23, ઋતુરાજ ગાયકવાડે 13 બોલમાં 16 અને રોબિન ઉથપ્પાએ 11 બોલમાં 15 રન બનાવ્યા. મહેન્દ્ર સિંહ ધોની 6 બોલમાં ત્રણ રન બનાવી આઉટ થયો હતો. હૈદરાબાદ તરફથી વોશિંગટન સુન્દર અને ટી નટરાજને બે-બે વિકેટ ઝડપી પાડી હતી.
ટાર્ગેટનો પીછો કરતી હૈદરાબાદે 89 રનની સારી શરૂઆત કરી. કેપ્ટન કેન કેન વિલિયમસન 40 બોલમાં 32 રન બનાવી આઉટ થયો. અભિષેક બીજા બેટ્સમેન તરીકે જ્યારે આઉટ થયો ત્યારે હૈદરાબાદનો સ્કોર 145 પર પહોંચી ગયો હતો અને તે જીતની નજીક પહોંચી ચૂકી હતી. અભિષેકે 50 બોલમાં 75 રનની મેચ વિજય ઇનિંગમાં 5 ચોક્કા અને ત્રણ છક્કા ફટકાર્યા. રાહુલ ત્રિપાઠી 15 બોલ પર 5 ચોક્કા અને બે છક્કાની મદદથી 39 રન બનાવી નાબાદ રહ્યો છે. નિકોલસ પૂરન 5 રન બનાવી નાબાદ રહ્યો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે