IPL 2021: ધોનીનું આ રોદ્ર રૂપ જોઈ ધ્રૂજી રહ્યું છે Mumbai Indians! CSK એ વાયરલ કર્યો માહીનો વીડિયો

આઇપીએલ 2021 ના બીજા હાફ આવતીકાલથી યૂએઇમાં રમાશે. આ ટૂર્નામેન્ટ પહેલા એપ્રિલ મહિનામાં ભારતમાં શરૂ કરવામાં આવી હતી. પરંતુ કોરોના વાયરસની બીજી લહેરના કારણે આઇપીએલને 4 મેના રોજ રોકવામાં આવી હતી

IPL 2021: ધોનીનું આ રોદ્ર રૂપ જોઈ ધ્રૂજી રહ્યું છે Mumbai Indians! CSK એ વાયરલ કર્યો માહીનો વીડિયો

નવી દિલ્હી: આઇપીએલ 2021 ના બીજા હાફ આવતીકાલથી યૂએઇમાં રમાશે. આ ટૂર્નામેન્ટ પહેલા એપ્રિલ મહિનામાં ભારતમાં શરૂ કરવામાં આવી હતી. પરંતુ કોરોના વાયરસની બીજી લહેરના કારણે આઇપીએલને 4 મેના રોજ રોકવામાં આવી હતી. આઇપીએલ ફરી શરૂ થાય તે પહેલા તમામ ટીમો તેમની તૈયારીઓમાં લાગી ગઈ છે. આ વચ્ચે સીએસકેના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં માહી તાબડતોડ બેટિંગ કરતો જોવા મળી રહ્યો છે.

ઘાતક ફોર્મમાં ધોની
સીએસકેએ યૂટ્યૂબ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે તેમાં મહેન્દ્ર સિંહ ધોની તાબડતોડ બેટિંગ કરતો જોવા મળી રહ્યો છે. આ વીડિયોમાં ધોનીએ તેનો ફેવરિટ હેલિકોપ્ટર શોર્ટ્સ પણ માર્યો હતો. ધોની આ વીડિયોમાં સ્ટાર ફાસ્ટ બોલર દીપક ચહેરના બોલ પર એક લાંબી સિક્સ મારતો જોવા મળે છે. આઇપીએલથી એક દિવસ પહેલા ધોનીનું શાનદાર ફોર્મ સીએસકે માટે એક સારી સાઈન છે.

વિરાટની મુશ્કેલીમાં થયો વધારો, અનિલ કુંબલે ફરી બની શકે છે ટીમ ઇન્ડિયાના કોચ

ખરાબ રહી છે ધોની માટે સિઝન
ધોની માટે છેલ્લી સિઝન અને 2021 ની સિઝન પણ અત્યાર સુધી કંઇ ખાસ નથી પસાર થઈ. IPL 2020 માં ધોનીએ 14 મેચમાં માત્ર 25 ની સરેરાશથી 200 રન બનાવ્યા હતા. તેના કારણે CSK પ્લેઓફમાં પણ પહોંચી શક્યું નથી. તે જ સમયે, આઈપીએલ 2021 માં પણ ધોનીએ 37 રન જ બનાવ્યા છે. પરંતુ હવે આ વીડિયો જોઈને લાગે છે કે ધોની ફરી જૂનો સમયમાં છે.

ધોનીની કેપ્ટનશીપમાં ત્રણ વખત જીત્યો ખિતાબ
CSK એ ત્રણ વખત IPL ની ટ્રોફી જીતી છે. પહેલા CSK એ 2010, 2011 અને પછી 2018 માં IPL જીતી હતી. આ સિવાય CSK છેલ્લી સિઝન સિવાય દર વર્ષે IPL પ્લેઓફ મેચ રમી છે. CSK કરતાં મુંબઈ ઈન્ડિયન્સે (5) આઈપીએલમાં વધુ ખિતાબ જીત્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news