IPL 2021 વિશે આવ્યા મહત્વના સમાચાર, બાકીની મેચો આ તારીખો દરમિયાન આ દેશમાં યોજવાની તૈયારી!

કોરોના વાયરસના કારણે આઈપીએલ 2021 અધવચ્ચે જ રદ કરવાનો વારો આવ્યો. ટુર્નામેન્ટને 29 મેચો બાદ અટકાવી દેવાઈ. હવે સૌથી મોટો સવાલ એ છે કે આ વર્ષે વ્યસ્ત કાર્યક્રમ વચ્ચે બાકી બચેલી 31 આઈપીએલ મેચોનું આયોજન ક્યારે કરવામાં આવશે?
IPL 2021 વિશે આવ્યા મહત્વના સમાચાર, બાકીની મેચો આ તારીખો દરમિયાન આ દેશમાં યોજવાની તૈયારી!

નવી દિલ્હી: કોરોના વાયરસના કારણે આઈપીએલ 2021 અધવચ્ચે જ રદ કરવાનો વારો આવ્યો. ટુર્નામેન્ટને 29 મેચો બાદ અટકાવી દેવાઈ. હવે સૌથી મોટો સવાલ એ છે કે આ વર્ષે વ્યસ્ત કાર્યક્રમ વચ્ચે બાકી બચેલી 31 આઈપીએલ મેચોનું આયોજન ક્યારે કરવામાં આવશે?

BCCI ની  SGM 29 મેના રોજ યોજાવવાની છે. રિપોર્ટ્સ છે કે  IPL 2021 ની બાકીની મેચોને લઈને કોઈ મોટો નિર્ણય લેવાઈ શકે છે. 

શું સપ્ટેમ્બરમાં ફરીથી શરૂ થશે IPL નું ઘમાસાણ?
જો રિપોર્ટનું માનીએ તો બીસીસીઆઈ 15 સપ્ટેમ્બરથી 15 ઓક્ટોબર વચ્ચે  IPL 2021 ની બાકીની મેચો UAE માં કરાવવા પર વિચાર કરી રહ્યું છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના હવાલે આ અંગે જાણકારી મળી છે. 

કહેવાય છે કે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચોની ટેસ્ટ સિરીઝ બાદ 15 સપ્ટેમ્બરથી 15 ઓક્ટોબરની વચ્ચે આ બાકી રહેલી 31 મેચોનું આયોજન કરીને આઈપીએલલની 14મી સીઝનને ખતમ કરવામાં આવી  શકે છે. 

TOI એ સૂત્રોના હવાલે લખ્યું છે કે BCCI અધિકારીએ કહ્યું કે ઈંગ્લેન્ડ વિરુદ્ધ બીજી અને ત્રીજી ટેસ્ટ મેચ વચ્ચે 9 દિવસનો ગેપ ઓછો કરીને 4 દિવસનો થઈ શકે તો બીસીસીઆઈ તે વધારાના 5 દિવસનો ઉપયોગ કરી શકે છે. જો કે ભારતીય બોર્ડે અધિકૃત રીતે તેના પર ECB સાથે કોઈ વાત કરી નથી. 

અત્રે જણાવવાનું કે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઈનલ 18 જૂનના રોજ સાઉથમ્પટનમાં રમાશે. જ્યારે ઈંગ્લેન્ડ વિરુદ્ધ શ્રેણી ચાર ઓગસ્ટથી નોર્ટિંઘમમાં શરૂ થશે. બીજી ટેસ્ટ 12થી 16 ઓગસ્ટના રોજ લોર્ડ્સ પર, ત્રીજી 25થી 29 ઓગસ્ટના રોજ લીડ્સમાં, ચોથી 2થી 6 સપ્ટેમ્બરના રોજ ઓવલમાં અને પાંચમી 10થી 14 સપ્ટેમ્બરના રોજ માન્ચેસ્ટરમાં રમાશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news