IPL પર મોટો નિર્ણય લેવાના મૂડમાં નથી BCCI, 3 મે બાદ થશે વિચાર
બીસીસીઆઈના સૂત્રો પ્રમાણે હવે 3 મે બાદ આઈપીએલ પર વિચાર કરવામાં આવશે. હાલ આ મુદ્દા પર બીસીસીઆઈએ કોઈ સ્પષ્ટ આદેશ જારી કર્યો નથી.
Trending Photos
નવી દિલ્હીઃ કોરોના વાયરસને કારણે ભારતમાં લૉકડાઉન 3 મે સુધી વધારી દેવામાં આવ્યું છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ અત્યાર સુધી ઈન્ડિયન પ્રીમિયર લીગ પર કોઈ મોટો નિર્ણય લીધો નથી. પરંતુ બીસીસીઆઈના સૂત્રએ કહ્યું કે, લૉકડાઉનની સમયમર્યાદા વધારી દેવામાં આવી છે, અમે આઈપીએલને હાલમાં સ્થગિત કરી દેશું.
બીસીસીઆઈના સૂત્રો પ્રમાણે હવે 3 મે બાદ આઈપીએલ પર વિચાર કરવામાં આવશે. હાલ આ મુદ્દા પર બીસીસીઆઈએ કોઈ સ્પષ્ટ આદેશ જારી કર્યો નથી.
આ પહેલા બીસીસીઆઈએ આઈપીએલને 15 એપ્રિલ સુધી સ્થગિત કરવાનો નિર્ણય લીધો હતો, તે આશામાં કે જો સ્થિતિ સુધરશે તો કોઈ યોગ્ય વિન્ડો જોઈે ટૂર્નામેન્યનું આયોજન થઈ શકે. પરંતુ લૉકડાઉન 3 મે સુદી વધવાને કારણે આ બધી સંભાવના સમાપ્ત થઈ ગઈ છે.
As the lockdown has been extended till May 3 by the government, we will postpone the Indian Premier League for the time being: BCCI Sources pic.twitter.com/VzRpTlVa9M
— ANI (@ANI) April 14, 2020
બીસીસીઆઈ હાલ આઈપીએલ પર કોઈ મોટો નિર્ણય લેવા ઈચ્છતું નથી, કારણ કે આઈપીએલ ન યોજાવાથી બીસીસીઆઈ અને ફ્રેન્ચાઇઝીની ટીમોને મોટુ નુકસાન ભોગવવું પડશે. બીસીસીઆઈના સૂત્રો પ્રમાણે, આઈપીએલ રદ્દ કરવા પર 3000 કરોડ રૂપિયાનું નુકસાન થશે.
ઐતિહાસિક તસવીર પોસ્ટ કરી બોલ્ટે આપ્યો સોશિયલ ડિસ્ટેન્સિંગ પર મેસેજ
કોરોના વાયરસને કારણે ભારતમાં 10 હજાર કરતા વધુ લોકો તેનાથી સંક્રમિત થઈ ગયા છે. જ્યારે 339 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
આ પહેલા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ આઈપીએલને લઈને મોટું નિવેદન આપ્યું હતું. સૌરવ ગાંગુલીએ કહ્યું હતું કે, હાલની સ્થિતિમાં તેના પર વિચાર પણ કરી શકાય નહીં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે