IPL 2019: જ્યારે ધોનીના ફેન્સ પર ગુસ્સે થઈ જીવા, જુઓ વીડિયો

ચેન્નઈ સુપર કિંગ્સ ટીમે ઈન્ડિયન પ્રીમિયર લીગના બીજા ક્વોલિફાયરમાં દિલ્હી કેપિટલ્સને હરાવ્યું હતું. ત્યારબાદ જીવા ટીમ બસમાં હોટલ પરત ફરી રહી હતી. આ દરમિયાન ઘટના બની હતી. 

IPL 2019: જ્યારે ધોનીના ફેન્સ પર ગુસ્સે થઈ જીવા, જુઓ વીડિયો

નવી દિલ્હીઃ કેપ્ટન કુલ કહેવાતા એમએસ ધોનીની પુત્રી જીવા ધોનીને તે સમયે ગુસ્સો આવી ગયો, જ્યારે તેમના પિતાને કેટલાક બાઇક સવાર ફેન્સ જોર-જોરથી ધોની-ધોની.... અવાજ લગાવી રહ્યાં હતા. ક્યૂટ જીવાએ પોતાના અંદાજમાં તેને આમ ન કરવા ચેતવણી આપી. આ બધુ વિશાખાપટ્ટનમમાં થયું હતું. 

હકીકતમાં ચેન્નઈ સુપર કિંગ્સ ટીમે ઈન્ડિયન પ્રીમિયર લીગના બીજા ક્વોલિફાયરમાં દિલ્હી કેપિટલ્સને પરાજય આપ્યો હતો. ત્યારબાદ જીવા ટીમ બસમાં હોટલ પરત ફરી રહી હતી. આ દરમિયાન ઘટના બની હતી. 

— DHONIsm™ ❤️ (@DHONIism) May 10, 2019

આ ધોનીની દીવાનગી છે કે રસ્તામાં કેટલાક બાઇક સવાર ફેન્સે જ્યારે પોતાના ફેવરિટ ખેલાડીને જોયો તો તે પોતાને રોકી ન શક્યા. ફેન્સ જ્યારે મોટે-મોટેથી ધોની-ધોની અવાજ લગાવી રહ્યાં હતા તો જીવાને તે ન ગમ્યું. તેણે પહેલા તો ધીમા અવાજમાં સ્લો, સ્લો,, કહ્યું, પરંતુ જ્યારે ફેન્સ ન માન્યા તો તે પણ જોરથી રાડો પાડવા લાગી. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 

ઉલ્લેખનીય છે કે વિશાખાપટ્ટનમમાં રમાયેલા બીજો ક્વોલિફાયર-2માં જીત બાદ ચેન્નઈ સુપર કિંગ્સ ટીમને ટૂર્નામેન્ટની ફાઇનલ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે ટકરાવાનું છે. આ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં રવિવારે રમાશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news