IPL 2019: વિજય માલ્યા નથી તો કોણ છે RCBના માલિક!
વર્ષ 2016માં બેંગલોરે બીસીસીઆઈને પત્ર લખીને વિજય માલ્યાને રોયલ ચેલેન્જર્સ સ્પોર્ટ્સ પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટર પદથી રાજીનામાની સૂચના આપી હતી.
Trending Photos
નવી દિલ્હીઃ રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB)ની આ આઈપીએલમાં સતત છ હાર મેચ હાર્યા બાદ સોશિયલ મીડિયા પર વિરાટ કોહલીની સાથે વિજય માલ્યાને ટ્રોલ કરવામાં આવી રહ્યાં છે, પરંતુ શું તમે જાણો છો કે માલ્યા હવે આ ટીમના માલિક નથી. સતત સોશિયલ મીડિયા પર માલ્યાને લઈને ટકાક્ષ કરવામાં આવી રહ્યો છે. વિજય માલ્યાને ટીમનો માલિક ગણાવવામાં આવી રહ્યો છે, પરંતુ આઈપીએલ સિઝન 10 પહેલા જ તે આ પદ છોડી ચુક્યા છે.
વર્ષ 2016માં છોડી દીધું હતું પદ
વર્ષ 2016માં બેંગલોરે બીસીસીઆઈને પત્ર લખીને વિજય માલ્યાને રોયલ ચેલેન્જર્સ સ્પોર્ટ્સ પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટર પદથી રાજીનામાની સૂચના આપી હતી. આ સમયે ટીમના પ્રભારી રસેલ એડમ્સે આઈપીએલ સંચાલન પરિષદમાં બીસીસીઆઈના એક મુખ્ય અધિકારીએ માર્ચ 2016માં મેલ કરીને આ વાતની જાણકારી આપી હતી. આ મેલના થોડા દિવસો પહેલા માલ્યા દેશ છોડીને ભાગી ગયો હતો.
યૂનાઈટેડ સ્પિરિટ્સ છે અસલી માલિક
બેંગલોરની ટીમનો માલિકી હક યૂનાઈટેડ સ્પિરિટ્સની પાસે છે. રોયલ ચેલેન્જર્સ બેંગલોરની વેબસાઇટ પ્રમાણે રોયલ ચેલેન્જર્સ બેંલગોરને આરસીબીના નામથી જાણવામાં આવે છે, તે બેંગલોર બેસ્ડ એક આઈપીએલ ફ્રેન્ચાઈઝી છે. આ ટીમનો માલિકી હક બેંગલોરમાં સ્થિત યૂનાઈટેડ સ્પિરિટ્સ લિમિટેડની પાસે છે. તમને જણાવી દઈએ કે માલ્યા પહેલા આ કંપનીના ચેરમેન હતા, પરંતુ તેમણે આ પદ પરથી રાજીનામું આપી દીધું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે