યુવા ખેલાડીઓ માટે આ શ્રેણીમાં શાનદાર તકઃ વિરાટ કોહલી
કોહલીએ મેચની પૂર્વસંધ્યા પર બુધવારે સંવાદદાતા સંમેલમાં કહ્યું, ઉપલા ક્રમમાં ઘણા નવા યુવા ખેલાડીઓ આવી રહ્યાં છે.
Trending Photos
રાજકોટઃ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું કે, વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ગુરૂવારથી શરૂ થઈ રહેલી બે ટેસ્ટ મેચોની શ્રેણી યુવાનો માટે સારી તક છે અને તેણે આ ફાયદો ઉઠાવવો જોઈએ. પસંદગીકારોએ ટેસ્ટ શ્રેણી પહેલા 15 સભ્યોની ટીમની જાહેરાત કરી હતી, જેમાંથી હવે ટેસ્ટ મેચ માટે 12 ખેલાડીઓને પસંદ કરવામાં આવ્યા છે. આ 12 ખેલાડીઓમાં મુંબઈના ઓપનિંગ બેટ્સમેન પૃથ્વી શોને પસંદ કરવામાં આવ્યો છે, જ્યારે બાકી ત્રણ ખેલાડીઓ મયંક અગ્રવાલ, હનુમા વિહારી અને મોહમ્મદ સિરાજને તક મળી નથી.
કોહલીએ મેચની પૂર્વસંધ્યા પર બુધવારે સંવાદદાતા સંમેલમાં કહ્યું, ઉપલા ક્રમમાં ઘણા નવા યુવા ખેલાડીઓ આવી રહ્યાં છે. પસંદગીકારોએ તેમને એટલે પસંદ કર્યા છે, કારણ તે તેની પાસે પ્રતિભા છે અને આ શ્રેણી તેમની માટે પોતાની પ્રતિભા દેખાડવાની એક શાનદાર તક છે. આ ખેલાડીઓએ જ હવે ભારતીય ક્રિકેટને આગળ લઈ જવાની જવાબદારી લેવાની છે.
કેપ્ટને કહ્યું, દરેક પોતાના દેશ માટે રમવા ઈચ્છે છે. તે જોઈને સારૂ લાગે છે કે આ ખેલાડી ન માત્ર આઈપીએલમાં સારૂ કરી રહ્યા છે પરંતુ ડોમેસ્ટિક ક્રિકેટને પણ તે ગંભીરતાથી લઈ રહ્યાં છે. 12 સભ્યોની ટીમમાં સામેલ કરાયેલ શો પ્રથમ ટેસ્ટ મેચના માધ્યમથી આંતરરાષ્ટ્રીય ટેસ્ટ ક્રિકેટમં પર્દાપણ કરશે.
18 વર્ષીય શોએ ગત વર્ષે રણજી ટ્રોફીમાં સદી સાથે પ્રથમ શ્રેણી કેરિયરની શરૂઆત કરી હતી. અત્યારે સુધી તેણે 14 પ્રથમ શ્રેણીની મેચ રમી છે, જેમાં 56.72ની એવરેજથી 1418 રન બનાવ્યા છે. કોહલીએ કહ્યું, મને લાગે છે કે આ શ્રેણી તેની માટે પોતાના સાબિત કરવાની તક છે. તેણે પોતા પર કોઈ દબાવ ન લેવો જોઈએ કારણ કે તે હજુ યુવા છે અને ટીમમાં જગ્યા બનાવવાની તેની પાસે સારી તક છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે