INDvsAUS: જાણો કોણ છે મયંક અગ્રવાલ જેના પર વિરાટે વ્યક્ત કર્યો વિશ્વાસ

ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ સિરીઝના મેલબોર્ન ટેસ્ટ મેચ માટે બીસીસીઆઈએ ટીમ ઈન્ડિયાના અંતિમ 11 ખેલાડીઓનું એલાન કરી દીધું છે, જેમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. 

  

 INDvsAUS: જાણો કોણ છે મયંક અગ્રવાલ જેના પર વિરાટે વ્યક્ત કર્યો વિશ્વાસ

મેલબોર્નઃ ટીમ ઈન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચના એક દિવસ પહેલા ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. વિરાટ કોહલીએ આ મેચમાં ત્રણ ફેરફાર કર્યા છે અને તેમાં સૌથી મહત્વનો ફેરફાર મયંક અગ્રવાલને સામેલ કરવાનો છે. મયંકે છેલ્લા બે વર્ષમાં ડોમેસ્ટિક ક્રિકેટમાં શાનાદર પ્રદર્શન કર્યું છે, તેમ છતાં તે ટેસ્ટ ટીમમાં જગ્યા મેળવવા માટે અસફળ રહ્યો હતો. વેસ્ટ ઈન્ડિઝની ટીમ ભારત આવી ત્યારે તેને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું પરંતુ અંતિમ ઇલેવમાં જગ્યા બનાવવામાં તે અસફળ રહ્યો હતો. મયંકની પસંદગી ભારતીય ક્રિકેટ ખેલાડીઓ માટે મિસાલ છે. 

ડોમેસ્ટિક ક્રિકેટમાં બેટથી સતત ધૂમ મચાવી રહેલ કર્ણાટકનો યુવા ઓપનર મયંક ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી માટે લાંબા સમયથી પોતાની દાવેદારી રજૂ કરી રહ્યો હતો. તેને વિશ્વાસ હતો કે એક દિવસ જરૂર તક મળશે. સચિનને જોઈને ક્રિકેટની શરૂઆત કરનાર મયંકે ડોમેસ્ટિક ક્રિકેટમાં રનના ઢગલા કર્યા છે. આ દરમિયાન તેણે સચિન, વિરાટ સહિત ઘણા ક્રિકેટરોના રેકોર્ડ પણ તોડ્યા છે. 

10 વર્ષની ઉંમરે સચિનને જોઈને લીધો નિર્ણય
મયંક અગ્રવાલે પોતાના ક્રિકેટની શરૂઆત વિશે જણાવ્યું કે, તેણે સચિન તેંડુલકરને રમતો જોઈને નક્કી કર્યું કે, તેણે પણ રમવું છે. મયંકે કહ્યું, જ્યારે હું 10 વર્ષનો હતો, ત્યારે મારા ક્રિકેટની શરૂઆત થઈ. ઉનાળાની રજાઓમાં સમર કેમ્પ લાગતા હતા. બસ આ સમર કેમ્પમાં રમવાનું શરૂ કર્યું હતું અને મારી જિંદગીમાં ક્રિકેટની શરૂઆત થઈ. 

સચિન સાથે ઘણો લગાવ
તેણે કહ્યું કે, મારા ક્રિકેટ પ્રત્યેના લગાવનું કારણ સચિન છે. મયંકે જણાવ્યુંક, મેં સચિનને ક્રિકેટ રમતો જોયો તો સારૂ લાગ્યું હતું. તેમને જોઈને લાગ્યું કે, હું પણ ક્રિકેટ રમું. ત્યારે તે જાણતો ન હતો કે, કેટલું રમી શકી. પરંતુ નક્કી કર્યું હતું પ્રયત્ન જરૂર કરીશ. બસ આમ મારા ક્રિકેટની શરૂઆત થઈ. ઉનાળાની રજામાં એકેડમી જતો અને રમતો હતો. 

10મા ક્લાસ બાદ થયો ગંભીર
ક્રિકેટને કરિયર બનાવવા વિશે મયંકનું કહેવું છે કે, હું 10મુ ધોરણ પાસ કરી ચુક્યો હતો. તે સમયે મારી ઉંમર 15-16 વર્ષ આસપાસ હતી. ત્યારે નક્કી કરવાનું હતું કે, ભણવામાં આગળ વધવું છે કે, ક્રિકેટ રમવું છે. ત્યારે મેં ક્રિકેટ પસંદ કર્યું. ત્યારે મેં નક્કી કર્યું કે, ક્રિકેટમાં કરિયર બનાવવું છે. 

ઓસ્ટ્રેલિયાના પ્રવાસ માટે વિરાટે ઓપનિંગ બેટ્સમેન માટે મયંક અગ્રવાલ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. પહેલા બે ટેસ્ટ મેચોમાં ઓપનિંગ જોડી કેએલ રાહુલ અને મુરલી વિજય નિષ્ફળ રહ્યાં હતા. રાહુલ લાંબા સમયથી ફોર્મમાં નથી. તો આ સિરીઝ પહેલા પૃથ્વી શો પણ ઈજાને કારણે બહાર થઈ ગયો હતો. આ કારણોથી મયંકને તક મળી છે. 

સહેવાગ છે આદર્શ
મયંક અગ્રવાલ ટીમ ઈન્ડિયાના પૂર્વ વિસ્ફોટક બેટ્સમેન વીરેન્દ્ર સહેવાગને પોતાનો રોલ મોડલ માને છે. વીરૂનું ગેમને ડોમિનેટ કરવું અને આક્રમક રમવાના અંદાજનો મયંક ચાહક છે. તેનું કહેવું છે કે, તે હંમેશા સાદી રીતે રમે છે અને તેનો અંદાજ મને હંમેશા આકર્ષિત કરે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news