INDvsAUS: જાણો શું છે મેલબોર્નમાં 9 વિકેટ ઝડપનાર જસપ્રીત બુમરાહની સફળતાનો મંત્ર

જસપ્રીત બુમરાહે મેલબોર્નમાં પોતાના ટેસ્ટ કરિયરનું પ્રદર્થન કરતા મેચમાં 9 વિકેટ ઝડપી હતી. બુમરાહે મેચ પહેલા પોતાની સફળતાનો મંત્ર જણાવ્યો હતો. 
 

  INDvsAUS: જાણો શું છે મેલબોર્નમાં 9 વિકેટ ઝડપનાર જસપ્રીત બુમરાહની સફળતાનો મંત્ર

મેલબોર્નઃ ટીમ ઈન્ડિયાએ ત્રીજી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાને 137 રનથી હરાવીને ચાર ટેસ્ટ મેચોની સિરીઝમાં 2-1થી લીડ મેળવી લીધી છે. મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાયેલી આ મેચમાં પાંચમાં દિવસે રવિવારે ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાની બીજી ઈનિંગ 261 રનો પર સમાપ્ત કરીને આ જીત મેળવી હતી. ભારતની આ જીતમાં ગુજ્જુ ખેલાડી જસપ્રીત બુમરાહનું મહત્વનું યોગદાન રહ્યું હતું. આ મેચમાં આ વર્ષે પોતાના ટેસ્ટ કરિયરનો પ્રથમ મેચ રમેલા બુમરાહે પ્રથમ ઈનિંગમાં છ અને બીજી ઈનિંગમાં 3 સહિત કુલ 9 વિકેટ ઝડપી હતી. પ્રથમ ઈનિંગમાં 6 વિકેટ ઝડપનારા બુમરાહે મેચ પહેલા પોતાની સફળતાનો મંત્ર જણાવ્યો હતો. 

જસપ્રીત બુમરાહે કહ્યું હતું કે, પ્રથમ શ્રેણી ક્રિકેટમાં ધીમી પિચો પર રિવર્સ સ્વિંગ હાસિલ કરવાનો અનુભવે તેને અહીં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ત્રીજી ટેસ્ટમાં એમસીજીની પિચ પર સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતા છ વિકેટ ઝડપી જેની મદદથી ભારતીય ટીમ સારી સ્થિતિમાં પહોંચી ગઈ હતી. બુમરાહને મેચમાં શાનદાર પ્રદર્શન માટે મેન ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. 

આ ખાસ રેકોર્ડ બન્યો બુમરાહના નામે
પ્રથમ ઈનિંગમાં બુમરાહ કરિયરનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતા 15.5 ઓવરમાં 33 રન આપીને છ વિકેટ ઝડપી, જેથી ઉપમહાદ્વીપમાં તે એક વર્ષમાં દક્ષિણ આફ્રિકા, ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં પાંચ કે તેનાથી વધુ વિકેટ ઝડપનાર પ્રથમ બોલર બની ગયો છે. બુમરાહ આ મેચમાં પર્દાપણ કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ વિકેટ ઝડપનાર પહેલો ભારતીય પણ બની ગયો છે. બુમરાહે મેચ પહેલા પોતાની સફળતાનો મંત્ર ટ્વીટ કરીને જણાવ્યો હતો. બુમરાહે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર એક તસ્વીર શેર કરતા લખ્યું હતું, પોઝિટિવ માઇન્ડ, પોઝિટિવ વાઇબ, પોઝિટિવ લાઇફ. 

Bumrah Success Mantra

બુમરાહે શુક્રવારે કહ્યું હતું, જ્યારે હું ત્યાં બોલિંગ કરી રહ્યો હતો, વિકેટ ખૂબ ધીમી હતી અને બોલ મુલાયમ થઈ ગયો હતો. મેં ધીમી બોલ ફેંકવાનો પ્રયત્ન કર્યો હતો. વિચાર્યું હતું કે, તે નીચે આવશે કે શોર્ટ કવર પર જશે. પરંતુ તે સફળ રહ્યું, કારણ કે મેં રિવર્સ સ્વિંગ કરવાનું શરૂ કરી દીધું હતું. 

ડોમેસ્ટિક મેચોમાં અનુભવનો મળ્યો ફાયદો
તેણે કહ્યું, જ્યારે અમે આપણી ધરતી પર આ પ્રકારના વિકેટ પર બોલિંગ કરતા હતા તો બોલ રિવર્સ સ્વિંગ થતો હતો. તેથી અમે તેનો ફાયદો ઉઠાવવાનો પ્રયત્ન કરતા હતા. અમે પ્રથમ શ્રેણીના અનુભવનો ઉપયોગ અહીં પણ કરવા ઈચ્છતા હતા. કારણ કે પ્રથમ શ્રેણીના ક્રિકેટમાં અમને રિવર્સ સ્વિંગ બોલિંગ કરવાનો સારો અનુભવ છે. આ યોજના હતી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news