Asian Games ની ફાઇનલમાં પહોંચી ભારતીય ક્રિકેટ ટીમ, ગોલ્ડથી હવે બસ એક જીત દૂર

Asian Games: ભારતીય મહિલા ક્રિકેટ ટીમને એશિયન ગેમ્સ-2023 (Asian Games-2023) ની ફાઈનલની ટિકિટ મળી ગઈ છે. સ્મૃતિ મંધાનાની કેપ્ટનશિપમાં રમી રહેલી ટીમે બાંગ્લાદેશને 8 વિકેટે હરાવ્યું હતું. આ જીત સાથે ભારતીય ટીમે મેડલ પણ નિશ્ચિત કરી લીધો છે.

Asian Games ની ફાઇનલમાં પહોંચી ભારતીય ક્રિકેટ ટીમ, ગોલ્ડથી હવે બસ એક જીત દૂર

Asian Games 2023, IND W vs BAN W : ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ચીનમાં આયોજિત એશિયન ગેમ્સ-2023ની ફાઈનલ માટે ટિકિટ બુક કરાવી લીધી છે. સ્મૃતિ મંધાનાની કેપ્ટનશિપમાં રમી રહેલી ટીમે રવિવારે રમાયેલી સેમિફાઇનલ મેચમાં બાંગ્લાદેશને 8 વિકેટે હરાવ્યું હતું. આ જીત સાથે ભારતીય ટીમે મેડલ પણ નિશ્ચિત કરી લીધો છે. હવે આ ટીમ ગોલ્ડથી માત્ર એક જીત દૂર છે.

ભારતની શાનદાર જીત
હાંગઝોઉના પિંગફેંગ કેમ્પસ ક્રિકેટ ફિલ્ડમાં રમાયેલી આ મેચમાં બાંગ્લાદેશની કેપ્ટન નિગાર સુલ્તાનાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જો કે, આ નિર્ણય સંપૂર્ણપણે ખોટો સાબિત થયો અને બાંગ્લાદેશની આખી ટીમ પત્તાના ઘરની જેમ પડી ભાંગી. માત્ર નિગાર સુલતાના (12) ડબલ ફિગર સુધી પહોંચી શકી હતી. બાંગ્લાદેશની ટીમ 17.5 ઓવરમાં 51 રનના કુલ સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. આ પછી ભારતીય ટીમે 8.2 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.

પૂજા ચમકી, હવે ગોલ્ડનું લક્ષ્ય
જમણા હાથની મીડિયમ પેસર પૂજા વસ્ત્રાકરે (Pooja Vastrakar)  અદભૂત બોલિંગ કરી અને 4 ઓવરમાં માત્ર 17 રન આપીને 4 વિકેટ લીધી. તેમના સિવાય તિતાસ સાધુ, અમનજોત કૌર, રાજેશ્વરી ગાયકવાડ અને દેવિકા વૈદ્યએ 1-1 વિકેટ લીધી હતી.

સસ્તામાં પરત ફરી કેપ્ટન
52 રનના નાના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ભારતીય મહિલા ટીમની કેપ્ટન સ્મૃતિ મંધાના (Smriti Mandhana)  સસ્તામાં પેવેલિયન પરત ફરી હતી. તે 7 રનના અંગત સ્કોર પર મારુફા અખ્તરનો શિકાર બની હતી. આ પછી ટીમની બીજી વિકેટ શેફાલી વર્મા (17)ના રૂપમાં 40ના સ્કોર પર પડી. જેમિમાહ રોડ્રિગ્ઝ 20 રન બનાવીને અણનમ પરત ફરી હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news