આજે 11 રાજ્યોને 9 વંદે ભારત ટ્રેનોની ભેટ આપશે PM Modi, જાણો ક્યાંથી ક્યાં સુધી દોડશે આ ટ્રેનો
High Speed Trains: આ નવ ટ્રેનો રાજસ્થાન, તમિલનાડુ, તેલંગાણા, આંધ્રપ્રદેશ, કર્ણાટક, બિહાર, પશ્ચિમ બંગાળ, કેરળ, ઓડિશા, ઝારખંડ અને ગુજરાત જેવા અગિયાર રાજ્યોમાં કનેક્ટિવિટી વધારશે.
Trending Photos
Vande Bharat Express: વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે (24 સપ્ટેમ્બર) બપોરે 12:30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 9 વંદે ભારત ટ્રેનને ફ્લેગ ઓફ કરવાના છે. આ 9 ટ્રેનો 11 રાજ્યોમાં પહોંચવાની છે, જેમાં રાજસ્થાન, તમિલનાડુ, તેલંગાણા, આંધ્રપ્રદેશ, કર્ણાટક, બિહાર, પશ્ચિમ બંગાળ, કેરળ, ઓડિશા, ઝારખંડ અને ગુજરાતનો સમાવેશ થાય છે. આ રાજ્યોમાં, પશ્ચિમ બંગાળના હાવડા અને તમિલનાડુના ચેન્નાઈને 2-2 ટ્રેનો મળવા જઈ રહી છે.
અમેરિકામાં ફરી ગોળીબાર કાંડ, એટલાન્ટામાં ધોળેદિવસે ગોળીઓ ચાલી, 3 લોકોના મોત
Chandrayaan-3: ચાંદ પર વિક્રમ અને પ્રજ્ઞાન ક્યારે જશે? ISRO એ આપ્યું મોટું અપડેટ
લગ્ન માટે છોકરી શોધી રહ્યા છો? તો આ રીતે કરવી છોકરીની પસંદગી, જીવન થઇ જશે જન્નત
આ નવી વંદે ભારત ટ્રેનો સમગ્ર દેશમાં કનેક્ટિવિટી સુધારવા અને રેલ મુસાફરોને વિશ્વસ્તરીય સુવિધાઓ પૂરી પાડવાના પ્રધાનમંત્રીના વિઝનને સાકાર કરવા તરફ એક પગલું છે. જે નવી ટ્રેનોને ફ્લેગ ઓફ કરવામાં આવશે તે છે:
Insurance: કેમ જરૂરી છે લાઇફ ઇંશ્યોરેન્સ? મળશે આ બેનિફિટ્સ
Pregnancy માં ખતરનાક છે Folic Acid ની ઉણપ, બચાવવા માટે ખાશો આ 5 ફૂડ્સ
ઉદયપુર - જયપુર વંદે ભારત એક્સપ્રેસ
તિરુનેલવેલી-મદુરાઈ-ચેન્નાઈ વંદે ભારત એક્સપ્રેસ
હૈદરાબાદ-બેંગલુરુ વંદે ભારત એક્સપ્રેસ
વિજયવાડા - ચેન્નાઈ (રેનિગુંટા થઈને) વંદે ભારત એક્સપ્રેસ
પટના-હાવડા વંદે ભારત એક્સપ્રેસ
કાસરગોડ - તિરુવનંતપુરમ વંદે ભારત એક્સપ્રેસ
રાઉરકેલા - ભુવનેશ્વર - પુરી વંદે ભારત એક્સપ્રેસ
રાંચી-હાવડા વંદે ભારત એક્સપ્રેસ
જામનગર-અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ
પડોશણના પ્રેમમાં પત્નીને પતાવી દીધી પણ પ્રેમિકાએ આપ્યો દગો, ના ઘરનો ના ઘાટનો રહ્યો
નવી નવી પરિણીતાએ વીડિયો કોલમાં કપડાં ઉતારી લીધા, એકતરફી પ્રેમમાં પાગલ યુવકે હદ વટાવી
આ નવ ટ્રેનો રાજસ્થાન, તમિલનાડુ, તેલંગાણા, આંધ્રપ્રદેશ, કર્ણાટક, બિહાર, પશ્ચિમ બંગાળ, કેરળ, ઓડિશા, ઝારખંડ અને ગુજરાત જેવા અગિયાર રાજ્યોમાં કનેક્ટિવિટી વધારશે.
આ વંદે ભારત ટ્રેનો તેમના સંચાલનના રૂટ પર સૌથી ઝડપી ટ્રેન હશે અને મુસાફરોનો નોંધપાત્ર સમય બચાવવામાં મદદ કરશે. રૂટ પરની વર્તમાન સૌથી ઝડપી ટ્રેનની સરખામણીમાં, રાઉરકેલા-ભુવનેશ્વર-પુરી વંદે ભારત એક્સપ્રેસ અને કાસરગોડ-તિરુવનંતપુરમ વંદે ભારત એક્સપ્રેસ લગભગ 3 કલાક જેટલી ઝડપી હશે; હૈદરાબાદ-બેંગલુરુ વંદે ભારત એક્સપ્રેસ 2.5 કલાકથી વધુ; તિરુનેલવેલી-મદુરાઈ- ચેન્નાઈ વંદે ભારત એક્સપ્રેસ 2 કલાકથી વધુ; રાંચી-હાવડા વંદે ભારત એક્સપ્રેસ, પટના-હાવડા વંદે ભારત એક્સપ્રેસ અને જામનગર-અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ લગભગ 1 કલાક; અને ઉદયપુર - જયપુર વંદે ભારત એક્સપ્રેસ લગભગ અડધો કલાક ઝડપી હશે.
Vastu Tips: મીઠાના આ ચમત્કારી ઉપાય ચમકાવશે ભાગ્ય, બસ કરી લો આ કામ
તમે પણ ફ્રોજન શોલ્ડરના શિકાર તો નથી? જાણો કેવી ઓળખશો, ઇગ્નોર કરવું બનશે ખતરનાક
દેશભરમાં મહત્વપૂર્ણ ધાર્મિક સ્થળોની કનેક્ટિવિટી સુધારવાના પ્રધાનમંત્રીના વિઝનને અનુરૂપ, રાઉરકેલા-ભુવનેશ્વર-પુરી વંદે ભારત એક્સપ્રેસ અને તિરુનેલવેલી-મદુરાઈ-ચેન્નાઈ વંદે ભારત એક્સપ્રેસ પુરી અને મદુરાઈના મહત્વપૂર્ણ ધાર્મિક નગરોને જોડશે. ઉપરાંત, વિજયવાડા-ચેન્નાઈ વંદે ભારત એક્સપ્રેસ રેનિગુંટા માર્ગે ચાલશે અને તિરુપતિ યાત્રાધામ કેન્દ્રને કનેક્ટિવિટી પ્રદાન કરશે.
Indian Railway: ટ્રેનમાંથી તકિયા-ચાદર ચોરશો તો ફસાઇ જશો, જાણો શું છે તેની સજા
UPSC ની તૈયારી માટે નોકરી છોડી, 5 વાર થઇ ફેલ, આવી છે સરકારી ઓફિસર બનવાની કહાની
આ વંદે ભારત ટ્રેનોની રજૂઆત દેશમાં રેલ સેવાના નવા ધોરણની શરૂઆત કરશે. કવચ ટેક્નોલોજી સહિતની વિશ્વસ્તરીય સુવિધાઓ અને અદ્યતન સલામતી સુવિધાઓથી સજ્જ આ ટ્રેનો સામાન્ય લોકો, વ્યાવસાયિકો, ઉદ્યોગપતિઓ, વિદ્યાર્થી સમુદાય અને પ્રવાસીઓને મુસાફરીના આધુનિક, ઝડપી અને આરામદાયક માધ્યમો પ્રદાન કરવાની દિશામાં મહત્ત્વનું પગલું હશે.
આ રૂટ પર ચાલી રહી છે ટ્રેન
દેશની પહેલી વંદે ભારત ટ્રેન નવી દિલ્હીથી વારાણસી વચ્ચે દોડી હતી. આ ટ્રેન ફેબ્રુઆરી 2019માં શરુ કરાઈ. તો બીજી ટ્રેન પણ ધાર્મિક નગરી સાથે જોડવામાં આવી હતી. આ ટ્રેન નવી દિલ્હીથી વૈષ્ણો દેવી કટરા વચ્ચે શરુ થઈ. ત્રીજી ટ્રેન ગાંધીનગરથી મુંબઈ વચ્ચે શરુ કરાઈ હતી. જે બાદ ચોથી ટ્રેન નવી દિલ્હીથી અંબ અંદૌરા સ્ટેશન હિમાચલ વચ્ચે શરુ થઈ.
કોઈ પણ પુરૂષને વશમાં કેવી રીતે કરી શકે મહિલાઓ, આ છોકરીએ આપી 5 ટિપ્સ
એક ટેક્સી ડ્રાઈવરના બેંક ખાતામાં અચાનક આવ્યા 9000 કરોડ, બની ગયો રાતોરાત કરોડપતિ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે