Ind vs Aus: રમાકાંત આચરેકરને યાદ કરી કાળી પટ્ટી બાંધી ઉતર્યા ભારતીય ખેલાડી

ભારતીય ક્રિકેટ ટીમ સિડની ટેસ્ટ મેચમાં આર્મ્સ પર કાળી પટ્ટી બાંધી ઉતરી. ટીમે રમાકાંત આચરેકરના નિધન પર સન્માન વ્યક્ત કર્યું હતું. 

Ind vs Aus: રમાકાંત આચરેકરને યાદ કરી કાળી પટ્ટી બાંધી ઉતર્યા ભારતીય ખેલાડી

સિડનીઃ બુધવારે દ્રોણાચાર્ય પુરસ્કાર વિજેતા ક્રિકેટ કોચ રમાકાંત આચરેકરનું 87 વર્ષની ઉંમરે નિધન થયું હતું. આચરેકર સચિન તેંડુલકર, વિનોદ કાંબલી અને પ્રવીણ આમરે જેવા આંતરરાષ્ટ્રીય ખેલાડીઓનો મેન્ટોર રહ્યાં હતા. આચરેકરના નિધન પર ઘણા ક્રિકેટરોએ શોક વ્યક્ત કર્યો છે. સિડનીમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સિરીઝની ચોથી ટેસ્ટ મેચ રમી રહેલી ભારતીય ક્રિકેટ ટીમે પણ આચરેકરને શ્રદ્ધાંજલિ આપી છે. 

ભારતીય ટીમ આર્મ્સ પર કાળી પટ્ટી બાંધીને મેદાનમાં ઉતરી હતી. બીસીસીઆઈએ ટ્વીટ કરીને આ વાતની ખાતરી કરી કે, કોહલીની આગેવાનીમાં ટીમ આચરેકરના સન્માનમાં ઉતરી છે. બોર્ડે ટ્વીટ કર્યું, રમાકાંત આચરેકરના નિધન પર પોતાનું સન્માન વ્યક્ત કરતા ભારતીય ટીમના ખેલાડી આજે મેદાન પર કાળી પટ્ટી બાંધીને ઉતર્યા. 

— BCCI (@BCCI) January 2, 2019

સચિને પોતાના ગુરૂને યાદ કરતા કહ્યું હતું કે, હવે આચરેકર સર સ્વર્ગમાં હોવાથી ત્યાં પણ ક્રિકેટ ચમકશે. મારા જીવનમાં જે તેમનું (રમાકાંત આચરેકર) જે યોગદાન હતું તેને શબ્દોમાં વ્યક્ત કરી શકાય નહીં. આજે હું જ્યાં છું તેનો પાયો તેમણે નાખ્યો હતો. 

— cricket.com.au (@cricketcomau) January 2, 2019

ઓસ્ટ્રેલિયાના ખેલાડી પણ મેદાન પર કાળી પટ્ટી બાંધીને ઉતર્યા હતા. તે ઓસ્ટ્રેલિયા અને ન્યૂ સાઉથ વેલ્સના બેટ્સમેન બિલ વોટસનના અવસાન પર શોક વ્યક્ત કરવા માટે આમ ઉતર્યા હતા. ઓસ્ટ્રેલિયા માટે ચાર ટેસ્ટ રમનાર વોટસનનું 29 ડિસેમ્બરે નિધન થયું હતું. તેમણે 4 મેચમાં 106 રન બનાવ્યા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news