BWF વર્લ્ડ ટૂર ફાઇનલ્સમાં ભાગ લેવા રવાના થઈ ભારતીય બેડમિન્ટન ટીમ

પ્રથમ થાઈલેન્ડ ઓપન 12થી 17 જાન્યુઆરી સુધી જ્યારે બીજી થાઈલેન્ડ ઓપન 19થી 24 જાન્યુઆરી સુધી રવામાની છે. ત્યારબાદ 27 જાન્યુારીથી વર્લ્ડ ટૂર ફાઇનલ્સની શરૂઆત થશે, જે 31 જાન્યુઆરી સુધી ચાલશે. 

BWF વર્લ્ડ ટૂર ફાઇનલ્સમાં ભાગ લેવા રવાના થઈ ભારતીય બેડમિન્ટન ટીમ

નવી દિલ્હીઃ BWF વર્લ્ડ ટૂર સુપર 1000 ટૂર્નામેન્ટ અને બીડબ્લ્યૂએફ વર્લ્ડ ટૂર ફાઇનલ્સમાં ભાગ લેવા માટે ભારતીય બેડમિન્ટન ટીમ અને સ્ટાફ રવિવારે થાઈલેન્ડ માટે રવાના થયો છે. થાઈલેન્ડ માટે રવાના થનારી ટીમમાં ઓલિમ્પિક મેડલના દાવેદાર સાયના નેહવાલ, કિદાંબી શ્રીકાંત અને બી.સાઈ પ્રણીત સામેલ છે, જ્યારે વિશ્વ ચેમ્પિયનશિપ પીવી સિંધુ ઈંગ્લેન્ડથી સીધી થાઈલેન્ડ રવાના થશે. સિંધુ ઓક્ટોબરથી જ ઈંગ્લેન્ડમાં ટ્રેનિંગ કરી રહી છે. 

પ્રથમ થાઈલેન્ડ પ્રવાસ
પ્રથમ થાઈલેન્ડ ઓપન 12થી 17 જાન્યુઆરી સુધી જ્યારે બીજી થાઈલેન્ડ ઓપન 19થી 24 જાન્યુઆરી સુધી રવામાની છે. ત્યારબાદ 27 જાન્યુારીથી વર્લ્ડ ટૂર ફાઇનલ્સની શરૂઆત થશે, જે 31 જાન્યુઆરી સુધી ચાલશે. કોરોના વાયરસ મહામારી બાદથી ભારતીય બેડમિન્ટન ખેલાડીઓની આ પ્રથમ ટૂર્નામેન્ટ હશે. 

થાઈલેન્ડ પહોંચ્યા આ ખેલાડી
શ્રીકાંત ઓક્ટોબરમાં ડેનમાર્ક ઓપનમાં રમ્યો હતો. ટીમમાં સ્ટાર પુરૂષ ડબલ જોડી સાત્વિકસાઇરાજ રૈંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટી તથા ડબલ ખેલાડી અશ્વિની પોનપ્પા અને એન સિક્કી રેડ્ડી પણ છે. આ સિવાય એચ એસ પ્રણોય, પારૂપલ્લી કશ્યપ, સમીર વર્મા, ધ્રુવ કપિલા અને મનુ અત્રી પણ ટીમની સાથે ગયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news